બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / modi government to launch satellite based toll tax system giving huge relief to vehicle owners

નવા નિયમ / ટોલ ટેક્સ પર નિયમ બદલવાની તૈયારીમાં સરકાર: રસ્તા પર નહીં દેખાય ટોલનાકા, આ સિસ્ટમ થશે લાગુ

Arohi

Last Updated: 11:06 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Satellite Based Toll Tax System: સરકાર સેટેલાઈટ બેસ્ડ ટોલ ટેક્સ શરૂ કરવા પર વિચાર કરી રહી છે જેના હેઠળ ટોલ બૂથ હટાવી દેવામાં આવશે અને વાહન ચાલકોને ફક્ત એટલો જ ટોલ ટેક્સ આપવો પડશે જેટલો રસ્તો તેમણે કાપ્યો છે.

  • ટોલ ટેક્સ નિયમમાં થશે ફેરફાર 
  • રસ્તા પરથી હટી જશે ટોલ બૂથ 
  • નવી સિસ્ટમ લાવવા જઈ રહી મોદી સરકાર 

આગામી લોકસભા ચૂંટણી માટે આચાર સંહિતા લાગુ થયા પહેલા સરકાર ટોલ ટેક્સ માટે "સેટેલાઈટ બેસ્ડ ટોલ ટેક્સ સિસ્ટમ" શરૂ કરવા પર વિચાર કરી રહી છે જેના હેઠળ ટોલ બૂથ હટાવી લેવામાં આવશે અને વાહન ચાલકોને ફક્ત એટલો જ ટોલ ટેક્સ આપવો પડશે જેટલો રસ્તો તેમણે કાપ્યો છે. 

કઈ રીતે કરશે કામ? 
સરકાર ટોલ ટેક્સ માટે દુનિયાની સર્વશ્રેષ્ઠ સેટેલાઈટ બેસ્ડ ટોલ ટેક્સ સિસ્ટમ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા આચાર સંહિતા લાગુ થતા પહેલા દેશમાં આ વ્યવસ્થા લાગુ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. 

નીતિન ગડકરીએ કહ્યું, "આ વ્યવસ્થા હેઠળ ટોલ બૂથ હટાવી લેવામાં આવશે. લોકોને ક્યાંય પણ રોકાવવાની જરૂર નહીં પડે. લોકોના વાહનના નંબર પ્લેટનો ફોટો લેવામાં આવશે અને જ્યાંથી એન્ટ્રી અને એક્ઝીટ થશે ત્યાં સુધીનો જ ટોલ ટેક્સ વસુલ કરવામાં આવશે. આ રકમ વાહન ચાલકોના બેંક એકાઉન્ટમાંથી કપાશે."

ટોલ બૂથ પરથી દરરોજ સરેરાશ 49 હજાર કરોડ રૂપિયાની આવક થાય છે. તેમણે કહ્યું, "ફાસ્ટ ટેગ વ્યવસ્થાનો ઉપયોગ 98.5 ટકા લોકોએ કર્યો હતો. તથા 8.13 કરોડ ફાસ્ટ ટેગ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. તેના હેઠળ દરરોજ સરેરાશ 170થી 200 કરોડ રૂપિયાની આવક થાય છે."

બીઓટી પરિયોજનાઓ વિશે પણ જણાવ્યું 
ગડકરીએ બીઓટી પરિયોજનાઓ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબમાં જણાવ્યું કે જ્યારે તેમને પરિવહન મંત્રીનું પદ સંભાળ્યું હતું ત્યારે ત્રણ લાખ 85 હજાર કરોડ રૂપિયાની 406 પરિયોજનાઓ બંધ પડી હતી તથા બેંકોમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનું એનપીએ પડ્યું હતું.  

વધુ વાંચો: ઈન્કમ ટેક્સ કેવી રીતે બચાવવો? 3 ટ્રિક તમને કરાવશે ચોક્કસ મોટો ફાયદો, છૂટ એવી કે કોઈ ઝંઝટ જ નહીં

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ, નિષ્ણાંતોની બેઠક બોલાવીને સમાધાન કર્યું હતું. તેમણે જણાવ્યું "અમે 20 ટકા પરિયોજનાઓ રદ્દ કરી હતી. આ જણાવતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે અમે ભારતીય બેંકોને ત્રણ લાખ કરોડની એનપીથી બચાવી."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ