બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / save income tax by house rent or home loan hra tax exemption

તમારા કામનું / ઈન્કમ ટેક્સ કેવી રીતે બચાવવો? 3 ટ્રિક તમને કરાવશે ચોક્કસ મોટો ફાયદો, છૂટ એવી કે કોઈ ઝંઝટ જ નહીં

Arohi

Last Updated: 07:16 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HRA Rule: જો તમે ભાડાના ઘરમાં રહો છો અને વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીનું ભાડુ આપો છો તો રેન્ટ રિસિપ્ટ જમા કરાવીને 1 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરાવી શકો છો. પરંતુ જો વાર્ષિક ભાડુ એક લાખ રૂપિયાથી વધારે છે તો આવકવેરા છૂટ માટે મકાન માલિકનો પાન નંબર આપવો પડે છે.

  • ઈનકમ ટેક્સ બચાવવાનો જુગાડ 
  • ભાડા પર રહો છો કે માતા પિતા સાથે 
  • HRAનો મળશે આ લાભ

ઈનકમ ટેક્સ કેવી રીતે બચાવશો? મોટાભાગના નોકરીયાત લોકો આ વાતને લઈને પરેશાન રહે છે. કારણ કે જેમ જેમ 31 માર્ચ નજીક આવી રહી છે ટેક્સ બચાવવાનો જુગાડ લોકો શોધી રહ્યા છે. અમે તમને એક સરળ આઈડિયા જણાવી રહ્યા છીએ. જેનાથી તમે ઈનકમ ટેક્સ બચાવી શકો છો. હકીકતે જો તમે ભાડાના ઘરમાં રહો છો અથવા પોતાના માતા-પિતા સાથે તેમના ઘરમાં રહો છો. બન્ને સ્થિતિમાં ઈનકમ ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. તેના માટે સૌથી પહેલા તમારે ઈનકમ ટેક્સમાં HRA છૂટ વિશે જાણકારી હોવી જોઈએ. 

ટેક્સ છૂટના દાયરામાં આવે છે HRA
માટે સૌથી પહેલા જણાવીએ કે HRA શું છે? હાઉસ રેન્ટ અલાઉન્સ એક ભથ્થું છે જે એમ્પ્લોયર પોતાના એમ્પલોયઝને ઘરના ભાડા તરીકે આપે છે. લગભગ બધા પ્રાઈવેટ સરકારી કર્મચારીઓને HRA મળે છે. આ CTCનો એક ભાગ છે. 

સારી વાત એ છે કે HRA ટેક્સ છૂટના દાયરામાં આવે છે. જેનો લાભ કર્મચારીઓને મળે છે. આવકવેરા અધિનિયમ કલમ 10 (13A) હેઠળ HRAની છૂટ લઈ શકાય છે. એચઆરએ ક્લેમ માટે સેલેરીમાંથી ફક્ત મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાને જોડી શકાય છે. 

એક લાખ સુધીના ભાડા પર નો-પાન કાર્ડ 
જો તમે ભાડા પર રહો છો અને વર્ષનું 1 લાખ રૂપિયા સુધી ભાડુ આપો છો તો ભાડાની રિસીપ જમા કરીને 1 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકો છો. પરંતુ જો વાર્ષિક ભાડુ એક લાખથી એક રૂપિયો પણ વધારે છે તો ટેક્સ છૂટ માટે મકાન માલિકનો પાન નંબર આપવાનો હોય છે. 

સાથે જ આવકવેરા વિભાગને રેન્ટ એગ્રીમેન્ટ પણ સબમિટ કરવાનું રહેશે. જ્યારે તમે મકાન માલિકના પાન નંબરને આપશો તો ભાડાની રકમ મકાન માલિકની આવકમાં જોડાઈ જશે પછી તેના પર નિયમ અનુસાર મકાન માલિકને ટેક્સ આપવાનો રહેશે. 

જણાવી દઈએ કે લગભગ કંપનીઓ દરેક નાણાકીય વર્ષના પૂર્ણ થતા પહેલા કર્મચારીઓને રેંટ રિસિપ્ટ જમા કરવા માટે કહે છે. કર્મચારીઓને નોકરી આપનાર કંપની પાસેથી પ્રાપ્ત ન્યૂનતમ એચઆરએ, કે મહાનગરોમાં રહેનાર કર્મચારીઓના મૂળ વેતનના 50% કે વાસ્તવિક ભાડાની ચુકવણીના મૂળ વેતનના 10% ઘટાડ્યા બાદ બાકી રકમને HRA ના રૂપમાં ક્લેમ કરી શકાય. 

HRA કેલક્યુલેશનનો ફોર્મુલા 
માની લો કે તમારી બેસીક સેલેરી દર મહિને 40,000 રૂપિયા છે અને તમે દિલ્હીમાં રેન્ટ પર રહો છો જેનું મંથલી ભાડુ 15,000 રૂપિયા છે. ત્યાં જ કંપની તમને દર મહિને લગભગ 17,000 રૂપિયા HRA આપે છે. પછી તમને કેવી રીતે ટેક્સ બેનિફિટ્સ લાભ મળશે તેની ગણતરી આ રીતે છે. 

HRA= 17,000 રૂપિયા 
વાસ્તવિક ભાડા માટે ચુકવણીમાં બેસીક સેલેરીના 10% ઘટના બાદ બાકી રકમ= 15,000-4,000 રૂપિયા= 11,000 રૂપિયા બેસીક સેલેરીના 50%= 20,000 રૂપિયા આ ફોર્મુલાથી એચઆરએ 11,000 રૂપિયા થશે અને બાકી પર ટેક્સ આપવો પડશે. 

હોમ લોન લીધી છે તો આ ફોર્મૂલા 
જો હોમ લોન ચાલી રહી છે તો આવકવેરાની કમલ 80c હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની બેસિક સેલેરી માટે કપાતનો દાવો કરી શકાય છે. તેના ઉપરાંત હોમ લોન પર ચુકવવામાં આવેલા વ્યાજ પર સેક્શન 24B હેઠળ 2 લાખ રૂપિયા સુધી વધારે ટેક્સ છૂટ પણ મળી શકે છે. તેનો મતલબ છે કે કુલ 3.5 લાખ રૂપિયા સુધી ટેક્સ બેનેફિટ્સ મળી શકે છે. 

ત્યાં જ જો હોમ લોન સંયુક્ત રીતે લીધી છે તેમાં પતિ-પત્ની કે પછી બે ભાઈ હોવા પર બન્નેને અલગ અલગ ટેક્સ છૂટનો લાભ મળી શકે છે. તેના માટે ટેક્સપેયરને ઈનકમ ટેક્સ રિટર્નમાં પણ લોન અને તેના વ્યાજ વિશે જણાવવાનું રહેશે. પ્રૂફ માટે સંબંધિત બેંકથી ઈન્ટરેસ્ટ લેટર લઈને તેને જમા કરવાનું રહેશે. 

માતા-પિતાના ઘરમાં રહેતા ટેક્સ સેવિંગનો ફોર્મૂલા 
ત્યાં જ જો માતા-પિતાના ઘરમાં રહો છો તો તેમને પણ દર મહિને ભાડુ આપીને ટેક્સ બચાવી શકો છો. શરત એ છે કે તેમને હકીકતમાં ભાડુ આપો અને તેની જાણકારી આવકવેરા વિભાગને આપો. જો ભાડુ વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધારે આપો છો તો આવકવેરા છૂટમાં લાભ માટે પિતાના પાન નંબરને ફોર્મમાં ભરવાનો રહેશે. 

વધુ વાંચો:  તાત્કાલિક ચેક કરી લેજો! તમારા આધારકાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે? આ પ્રોસેસ અનુસરો

સાથે જ રેન્ટ એગ્રીમેન્ટને પણ લગાવવું પડશે. તેના બાદ ભાડાની રકમ માતા-પિતાના આવકમાં જોડવામાં આવે છે. જો માતા-પિતાને કોઈ બીજી આવક નથી તો તે આવક પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. આ રીતે તમે માતા પિતા સાથે રહેતા HRAનો સંપૂર્ણ લાભ લઈ શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ