બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Modi government prepared 3 master plans for mission 2024, know 10 big things

ચૂંટણી રણનીતિ / મિશન 2024ને લઇ મોદી સરકારે તૈયાર કર્યા 3 માસ્ટર પ્લાન, જાણો 10 મોટી વાતો

Priyakant

Last Updated: 02:41 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Elections 2024 News: PM મોદીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, જો દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવો હોય તો ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિકતા અને જાતિવાદને આપણા જીવનમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ

  • લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજકીય પક્ષો કવાયતમાં 
  • મોદી સરકારના 3 મોટા ટાર્ગેટ, 2024નો એજન્ડા તૈયાર
  • 3 માસ્ટર પ્લાન એટલે ભ્રષ્ટાચાર, કોમવાદ અને જાતિવાદ 

લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. વાત જાણે એમ છે કે, એક તરફ વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન INDIA મોદી સરકાર સામે ચૂંટણી જીતવા કવાયતમાં છે ત્યારે PM મોદીએ પણ વિપક્ષ માટે ત્રણ માસ્ટર પ્લાન તૈયાર કાર્યા છે. આ ત્રણ માસ્ટર પ્લાન ભ્રષ્ટાચાર, કોમવાદ અને જાતિવાદ છે. વડાપ્રધાને આ ત્રણેય પ્લાનને 2047ની વિકસિત ભારત યોજના સાથે જોડ્યા છે. એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને કહ્યું કે, જો દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવો હોય તો ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિકતા અને જાતિવાદને આપણા જીવનમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ.

મોદી સરકારના 3 મોટા ટાર્ગેટ

વડાપ્રધાને વિપક્ષની સામે 2024 માટે પોતાની ત્રણ માસ્ટર પ્લાન બનાવી દીધા છે.  આ ત્રણ મુદ્દા પર વડાપ્રધાન લગભગ દરેક મંચ પરથી સતત જોરદાર રાજકીય પ્રહારો કરી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો તો વિપક્ષે તરત જ તેમને પકડી લીધા અને વળતો પ્રહાર કર્યો. લાલુ યાદવની પાર્ટી RJDએ કહ્યું છે કે, ભાજપ પોતે જ સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપે છે અને ભ્રષ્ટાચારીઓને કમળના સાબુથી ધોઈ નાખે છે. 

આ તરફ નીતીશ કુમારની પાર્ટી JDUએ કહ્યું કે, વડાપ્રધાન ભ્રષ્ટાચાર અને જાતિવાદ પર બોલે છે અને પોતે બજરંગબલી અને કબ્રસ્તાન, સ્મશાનગૃહના નામે વોટ માંગે છે. સવાલ એ થાય છે કે શું 2024ની ચૂંટણી ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદ જેવા મુદ્દાઓ સામે લડવામાં આવશે.  

File Photo

નોંધનીય છે કે, ભાજપે 2014ની લોકસભા ચૂંટણી ભ્રષ્ટાચારના મુદ્દે લડી હતી. PM મોદીના આક્રમક પ્રચાર અને આક્રમક રણનીતિના કારણે પૂર્ણ બહુમતીવાળી સરકાર બની હતી. 2019માં ભાજપે PM મોદીની નીતિઓ પર ચૂંટણી લડી અને પહેલા કરતા વધુ બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો. હવે 2024માં ભાજપ ફરી એકવાર PM મોદીના નેતૃત્વમાં મોટી જીત નોંધાવવાનો દાવો કરી રહી છે. વિપક્ષનો 'INDIA' મોરચો તેની એકતાના નામે સત્તામાં પરત ફરવાની આશા રાખી રહ્યો છે. આવી સ્થિતિમાં આ વખતે સ્પર્ધા પહેલા કરતા વધુ રસપ્રદ બનવા જઈ રહી છે.

Narendra Modi 

PM મોદીની 10 મોટી વાતો

  • ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે
  • ભ્રષ્ટાચાર, જાતિવાદ. કોમવાદ માટે કોઈ સ્થાન નથી
  • G-20 ના ભારતના પ્રમુખપદના ઘણા સકારાત્મક લાભો
  • G-20 ના અધ્યક્ષપદ દ્વારા ત્રીજા વિશ્વના દેશોમાં વિશ્વાસ
  • દેશના દરેક ભાગમાં G-20 બેઠકની તૈયારી
  • દેશમાં 1 અબજ મહત્વાકાંક્ષી દિમાગ, 2 અબજ કુશળ હાથ
  • વર્ષની રાજકીય સ્થિરતાને કારણે દેશમાં ઘણા સુધારા થયા
  • ટોચની 3 મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતનો સમાવેશ થશે
  • મોંઘવારી એ વિશ્વની મુખ્ય સમસ્યા છે
  • રેવડી સંસ્કૃતિ સામાજિક-આર્થિક વિકાસને અવરોધે છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ