બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Modi Government can present the rohini commission report related to OBC Community in the special session of parliament

BIG NEWS / વિશેષ સત્રમાં OBC મુદ્દે 'બ્રહ્માસ્ત્ર' છોડશે મોદી સરકાર? ચોંકાવનારો નિર્ણય લે તેવી શક્યતા

Vaidehi

Last Updated: 06:05 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માહિતી અનુસાર સંસદનાં વિશેષ સત્રમાં સરકાર રોહિણી કમીશનની રજૂઆત કરીને OBC વર્ગનાં સબકેટેગરાઈઝેશન સંબંધિત મોટો નિર્ણય લઈ શકે છે.

  • સંસદનાં વિશેષ સત્રમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
  • સરકાર રોહિણી કમીશનની રજૂઆત કરી શકે છે
  • OBC વોટબેંકને સિક્યોર કરવા ભાજપ લઈ શકે છે નિર્ણય

જે દિવસે સંસદનાં વિશેષ સત્રની ઘોષણા થઈ ત્યારે અનેક પ્રકારની રાજકીય અટકળો થવાનું શરૂ થઈ ગયું હતું. એવા તમામ મુદાઓ પર ચર્ચાની વાત ચાલી રહી હતી જે સત્તા પક્ષની NDA સરકાર માટે ઈન્ડિયા ગઠબંધનને પડકારી શકે. હાલમાં જે મુદાઓની સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે તેમાં વન નેશન-વન ઈલેક્શન, મહિલા આરક્ષણ અને UCC બિલ વગેરે મહત્વનાં લાગી રહ્યાં છે. આ તમામની વચ્ચે વધુ એક મોટો મુદો OBC વર્ગનાં સબકેટેગરાઈઝેશન સંબંધિત છે. શક્ય છે કે સરકાર સંસદનાં વિશેષ સત્રમાં રોહિણી રિપોર્ટ રજૂ કરે. આ રિપોર્ટ જૂલાઈમાં જ કમીશને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને સોંપી હતી.

રોહિણી કમીશનની રિપોર્ટ સંસદમાં ચર્ચાઈ શકે
માનવામાં આવી રહ્યું છે કે જાતિગતગણનાનું દબાણ સરકાર પર પડી રહ્યું છે. વિપક્ષનાં આ મુદાનો જવાબ સરકાર પાસેથી મળી રહ્યો નથી તેથી શક્ય છે કે ટૂંક જ સમયમાં રોહિણી કમીશનની રિપોર્ટ સંસદમાં ચર્ચાઈ શકે છે.  અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વનાથ પ્રતાપસિંહની સરકારે મંડલ કમીશનની રિપોર્ટને લાગૂ ચોક્કસથી કર્યું હતું પરંતુ તેઓ OBC કમ્યૂનિટીનાં વૉટ નહોતાં મેળવી શક્યાં. તો બીજી તરફ બીજેપીને ભય છે કે તેમના કોર વોટર્સ નારાજ થઈ જશે. જો કે પાર્ટીની અંદર પણ આ રિપોર્ટની રજૂઆત કરવાને મુદે મતભેદ છે. 

રોહિણી કમિશન શું છે?
રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ અનુસાર અન્ય પછાત વર્ગોની આબાદી દેશની આબાદીનાં લગભગ 41% છે. પરંતુ મંડલ કમીશનનાં હિસાબે આશરે 52% છે. મંડલ કમીશનની રિપોર્ટ લાગૂ થયાં બાદ પણ ઓબીસી વર્ગને કેન્દ્ર સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનોમાં 27% અનામત મળે છે. પણ ફરિયાદ એ છે કે તેનો લાભ થોડા જ લોકોને મળી રહ્યો છે. જેમને વાસ્તવમાં જરૂર છે તેઓને આરક્ષણનો લાભ નથી મળી રહ્યો.  સરકારનો પ્રાથમિક ઉદેશ્ય ઓબીસીની વચ્ચે આરક્ષણ લાભનાં યોગ્ય વિતરણ માટેની વિધિ, આધાર અને માપદંડ તૈયાર કરવાનું હતું. આ માટે જ સરકારે ઓક્ટોબર 2017માં રોહિણી કમિશનનું ગઠન કર્યું. આ આયોગને OBC લિસ્ટમાં આશરે અઢી હજાર ઓબીસી જાતીઓની સબકેટેગરી નક્કી કર્યા બાદ 27% કોટાને કઈરીતે વિતરિત કરી શકાય જેથી કોઈ સાથે અન્યાય ન થાય તે શોધવાનું કામ સોંપવામાં આવ્યું. 

રાષ્ટ્રપતિને સોંપવામાં આવેલ રિપોર્ટમાં શું છે?
માહિતી અનુસાર રોહિણી આયોગે ઓબીસી કોટાની અંતર્ગત કેન્દ્ર સરકારની નોકરીઓ અને પ્રવેશનાં આંકડાઓનું વિશ્લેષણ કર્યું છે. આયોગને માહિતી મળી છે કે તમામ નોકરીઓ અને શિક્ષણ માટે કોલેજોની સીટમાંથી 97% ભાગેદારી ઓબીસી ઉપજાતિઓની 25% પાસે જ છે. સૂત્રો અનુસાર આશરે 1100 પાનાઓની સોંપવામાં આવેલી રિપોર્ટને 2 ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. રિપોર્ટનો પહેલો ભાગ ઓબીસી આરક્ષણ કોટાનાં ન્યાયસંગત વિતરણ સંબંધિત છે જ્યારે બીજો ભાગ દેશમાં વર્તમાન સૂચીબદ્ધ 2633 પછાત જાતિઓની ઓળખ, જનસંખ્યામાં તેમનું પ્રતિનિધિત્વ અને અત્યાર સુધીની આરક્ષણ નીતિઓથી તેમને મળેલા લાભો સંબંધિત ડેટા છે.

ભાજપ માટે પણ દાવ ઊલટો પડી શકે
તમામ દળોની નજર પોતાના વિસ્તારનાં પછાત વર્ગનાં વોટોને ભેગા કરવા પર છે. રોહિણી કમીશનની રિપોર્ટનાં માધ્યમથી OBCનાં અતિ પછાત વર્ગ અને મજબૂત પછાતો વચ્ચેનો અંતર દર્શાવીને રાજકીય લાભ મેળવી શકાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર ભારતમાં ઓબીસી આરક્ષણ લાભ યાદવ, કુર્મી, મૌર્ય, જાય, ગુર્જર, લોધ, માલી જેવી જાતીઓને જ મળ્યો છે. ભાજપ માટે સમસ્યા તો એ છે કે ઓબીસીનાં તમામ દબંગ અને સંપન્ન જાતિઓ ભાજપની કોર વોટર બની ગઈ છે પરંતુ યૂપી બિહારમાં યાદવ ભાજપ સાથે નથી. રોહિણી કમીશનની રિપોર્ટ અતિ પછાત વર્ગોને ફાયદો પહોંચાડવામાં સંપન્ન જાતિઓની વોટબેંકને નુક્સાન પણ પહોંચાડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ