બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA C.J Chavda's hard attack on the government regarding PSI recruitment

પ્રહાર / પહેલાં લોકો કબૂતરબાજી કરી વિદેશ જતા, હવે સરકારી નોકરી....: સી. જે. ચાવડાનો કટાક્ષ

Malay

Last Updated: 12:03 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસની ભરતીમાં બોગસ નિયુક્તિ મામલે સી.જે ચાવડાએ જણાવ્યું કે, એક બહેન બોગસ ડોક્યુમેન્ટ સાથે કરાઈ પહોંચી જાય છે. અન્ય એક વ્યક્તિ એક મહિનાથી તાલીમ લઈ રહ્યો છે. આવી કરતૂતો રોકવાની જવાબદારી સરકારની છે.

 

  • વિધાનસભા ગૃહમાં સત્ર અગાઉ કોંગ્રેસના સરકાર પર પ્રહાર
  • PSI ભરતી મામલે ધારાસભ્ય સી.જે ચાવડાએ સરકારને ઘેરી
  • 'ગુજરાતમાં જેટલી જગ્યાની જરૂર હોય તેટલી ભરતી નથી થતી'

વિધાનસભા ગૃહમાં સત્ર અગાઉ કોંગ્રેસે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પોલીસની ભરતીમાં બોગસ નિયુક્તિ મામલે વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, એક તો જ્યારે ગુજરાતના વિવિધ વિભાગમાં જેટલી જગ્યાની જરૂર હોય એટલી ભરતી ન થાય ત્યારે અને નિવૃત્ત થયેલા અધિકારીઓની વારંવાર આઉટ સોર્સિંગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરીઓ ચાલુ રાખવામાં આવે ત્યારે વહીવટી જવાબદારીઓ ઘણી ઓછી થઈ જતી હોય છે.

સી.જે ચાવડા (ધારાસભ્ય, વિજાપુર)

કબૂતરબાજી હવે વહીવટીમાં પણ જોવા મળી રહી છેઃ સી.જે ચાવડા
તેઓએ જણાવ્યું કે, આ સરકારમાં આપણે જોયું છે કે રેગ્યુલર ભરતી થતી નથી. ભરતીમાં પેપરો ફૂટતા હતા અને પેપરો ફૂટવાના કારણે ભરતીઓ બંધ રહેતી હતી. બીજી બાજુ આઉટ સોર્સિંગથી ભરતી થાય, ત્રીજી બાજુ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નિવૃત્ત થયેલા અધિકારીઓને નોકરી ચાલુ રાખવામાં આવે એટલે વહીવટી જે જવાબદારીઓ છે, તેનાથી લોકો છટકતા હોય છે. તેના કારણે નકલી પાસપોર્ટ બનાવીને કબૂતરબાજી ચાલુ થાય, એવી કબૂતરબાજી હવે વહીવટીમાં પણ જોવાની શરૂઆત થઈ ગઈ છે.

 

નકલી-નકલી-નકલી ખૂબ ચાલું થઈ ગયું છેઃ ચાવડા
સી.જે ચાવડાએ કહ્યું કે, નકલી PSI બનીને રોડ ઉપર ટ્રાફિકના કામો કરીને તોડ કરતા હોય છે. નકલી ડ્રગ ઇન્સપેક્ટર બનીને ખોરાકમાં ભેળસેળ છે કે કેમ એ જોવા જતા હોય છે. નકલી-નકલી-નકલી ખૂબ ચાલું થઈ ગયું છે. જ્યાં પીએસઆઈની તાલીમ ચાલે છે, એવી કરાઈ એકેડમીમાં એક બહેન બોગસ ડોક્યુમેન્ટ સાથે પહોંચી જાય છે. તો અન્ય એક વ્યક્તિ કરાઈ એકેડમીમાં એક મહિનાથી તાલીમ લઈ રહ્યો છે. તેનો એક મહિનાનો પગાર પણ આવી ગયો. આવી કરતૂતો રોકવાની જવાબદારી સરકારની છે.

શું છે સમગ્ર મામલો?
પોલીસ ભરતીને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ફરી એકવાર ગંભીર આક્ષેપો કર્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માર્ચ 2021માં PSIની 1382 જગ્યા માટે ભરતી થઇ હતી. તેમણે કહ્યું હતું કે, મયુરકુમાર તડવી નામના વ્યક્તિ હાલ કરાઇ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. જોકે, અમારી તપાસ દરમિયાન PSI અને ASI રિઝલ્ટમાં અને મુખ્ય પરીક્ષામાં પણ મયુરકુમાર તડવીનો કોઈ ઉલ્લેખ નથી. તો તેઓ કરાઇ ખાતે ટ્રેનિંગ કઈ રીતે લઈ રહ્યા છે? 

ઉમેદવારોની યાદીમાં નથી કોઈ નામઃ યુવરાજસિંહ
યુવરાજસિંહે આ અંગેના પુરાવા રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ યુવાનનું સફળ થયેલા ઉમેદવારોની કોઈપણ યાદીમાં નામ નથી. 2021માં થયેલી એએસઆઇ અને પીએસઆઇની ભરતી પરીક્ષામાં 1,382 પૈકી 10 લોકો આ રીતે ભરતી થઈ ગયા છે. વડોદરાથી સફળ થયેલા ઉમેદવારોને અપાયેલા નિમણૂકપત્રમાં પણ મયુરનું નામ નથી. યુવરાજસિંહે કહ્યું હતું કે, ભરતીમાં લાગવગશાહી અને બનાવટી દસ્તાવેજો ઊભા કરી સીધી ભરતીમાં સિસ્ટમેટિક સ્કેમ કરી નોકરી મેળવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. 

2014 પછીની તમામ ભરતીની તપાસ કરવામાં આવે: યુવરાજસિંહ 
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે 2014 પછીની તમામ ભરતીમાં આ પ્રકારની તપાસ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ફક્ત એક ઉમેદવાર પૂરતો મુદ્દો નથી. આ એક દાખલારૂપ માહિતી છે. આ પ્રકારે અન્ય ભરતીમાં પણ બહુ મોટાપાયે કૌભાંડ થયેલ હોય શકે છે. જેની તટસ્થતા સાથે સચોટ તપાસ થવી ખૂબ જરૂરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ