બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mineral thieves in Amreli befam

કાર્યવાહી / અમરેલીમાં ખનીજ ચોરોને રાડ પડાવી દીધી મામલતદારે, 10 ટ્રેકટર- 2 જેસીબી કરી લીધા જપ્ત

Dinesh

Last Updated: 07:42 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડીયા મામલતદારે ભુંખલી સાંથળી ગામે બિન અધિકૃત રીતે જમીનમાંથી માટીનું ખનન કરતા 10 ટ્રેકટરો અને 2 જે.સી.બીને ઘટના સ્થળેથી ઝપ્ત કર્યા છે.

  • અમરેલીમાં ખનીજ ચોરો બેફામ
  • વડીયા મામલતદારે કરી કાર્યવાહી
  • 10 ટ્રેકટર, 2 જેસીબી મશીન જપ્ત કર્યા


અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી કરતા તત્વો બેફામ બન્યા છે. વડીયા મામલતદારે બાતમી મળી હતી કે, ભુંખલી સાંથળી ગામે બિન અધિકૃત રીતે જમીનમાંથી કેટલાક લોકો માટી ઉઠાવે છે જેથી દરોડો પાડી મામલતદારે 10 ટ્રેકટરો અને 2 જે.સી.બી. ઘટના સ્થળેથી ઝપ્ત કર્યા છે. સ્થળ તપાસ દરમ્યાન મામલતદારને જાણવા મળ્યું કે સુજલામ સુફલામ્ યોજનાની મંજૂરી વાળી જગ્યાએ સ્થળ ફેરફાર કરીને માટીની ચોરી કરી રહ્યા છે. વડીયા પોલીસને સોંપીને ખનીજ વિભાગને રિપોર્ટ કરવાની કાર્યવાહી મામલતદાર પી.એમ મહેતાએ હાથ ધરી હતી.

વડીયા મામલતદારના દરોડા
અમરેલીમાં ખનીજ ચોરી કરતા તત્વો બેફામ બન્યા હોય તેમ હાલ સુજલામ સુફલામ્ યોજના તળે તળાવો ઉંડા ઉતારીને જળ સંગ્રહ કરવાના સરકારના અભિગમમાં ખનીજ ચોરો અવનવી તરકીબો અજમાવીને ખનીજ ચોરીને અંજામ આપતા હોય છે ત્યારે વડીયા મામલતદારની બાજ નજરમાં આ ખનીજ ચોરી થતી હોવાની મળેલી પૂર્વ બાતમીને આધારે વડીયાના ભુંખલી સાંથળી ગામે બિન અધિકૃત રીતે જમીન માંથી માટી ઉઠવતા હોવાની બાતમીને આધારે દરોડો પાડીને મામલતદારે 10 ટ્રેકટરો અને 2 જે.સી.બીને ઘટના સ્થળે જઈને જડપી લીધા હતા. 

10 ટ્રેકટર જપ્ત
સુજલામ સુફલામ્ યોજનાની મંજૂરી વાળી જગ્યાએ સ્થળ ફેરફાર કરીને માટી ચોરી કરતા તત્વો સામે વડીયા મામલતદાર લાલ આંખ કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. 10 ટ્રેકટર માટી ભરેલા જ વડીયા પોલીસને સોંપીને ખનીજ વિભાગને વધુ તપાસ સોંપી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ