બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorologist Paresh Goswami's extreme forecast for rain in the state

સિસ્ટમ સક્રિય / ખેડૂતોને હાશકારો.! લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં આ તારીખથી વરસાદ ભૂકકા કાઢશે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

Vishal Khamar

Last Updated: 05:07 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 16 થી 22 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. તેમજ આગામી પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની વરસાદને લઈ આગાહી
  • 16 થી સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં સારા વરસાદની આગાહી
  • 16 અને 17 સપ્ટેમ્બર બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણા રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યાઓ સેવાઈ રહી છે. વરસાદને લઈ ફરી એક વખત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં સારા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. મેઘરાજા ફરી એક વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી મનમુકીને વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. 

16 અને 17 સપ્ટેમ્બર બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ઓગસ્ટ મહિનામાં મેઘરાજા રિસાયા હોય તેમ બિલકુલ વરસાદ ન પડતા  ખેતરમાં વાવેલ પાક નિષ્ફળ જવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા હતા. પરંતું સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ છે. ગુજરાત પર લો પ્રેશની સિસ્ટમ બનતી હોવાથી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ છવાશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી રહી છે.  આગામી પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  જ્યારે તા. 16 થી 17 સપ્ટેમ્બર બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં થશે મેઘમહેર
ગુજરાત પર લો પ્રેશર સિસ્ટર આગામી સમયમાં સક્રિય થવાનાં કારણે રાજ્યનાં ઘણા બધા જીલ્લાઓમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદારા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, દીવ, જૂનાગઠમાં પણ વરસાદી માહોલ છવાશે. જ્યારે પોરબંદર, બોટાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ