બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Meta VS Elon Musk meta may soon launch twitters like app

ગજબ / એલોન મસ્કના Twitter ને ટક્કર મારવા નવી App લાવશે Meta, આ રીતે કરશે કામ

Arohi

Last Updated: 01:58 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meta’s Twitter Competitor: મેટા આવતા મહિને ટ્વીટર જેવી એપ લોન્ચ કરી શકે છે. હાલ અમુક સિલેક્ટેડ ક્રિએટર્સને એપ પર જોડવામાં આવ્યા છે.

  • ટ્વીટર જેવી એપ લોન્ચ કરી શકે છે મેટા 
  • આ રીતે કામ કરશે નવી એપ 
  • સિલેક્ટેડ ક્રિએટર્સને જોડવામાં આવશે એપ પર 

સોશિયલ મીડિયાની ફેમસ કંપની મેટા આવતા મહિને ટ્વીટર જેવી એપ્લિકેશન લોન્ચ કરી શકે છે. માર્ચ મહિનાથી જ આ વિશે ખબર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી હતી. હવે આ વિષયમાં ઘણા લોકોએ જાણકારી શેર કરી છે. એક ફેમસ ટિપસ્ટર અભિષેક યાદવે ટ્વીટ કરીને જણાવ્યું છે કે મેટા આવતા મહિને ટ્વીટર જેવી એપ લોન્ચ કરી શકે છે. તેમણે તેનું ઈન્ટરફેસ પણ શેર કર્યું છે. 

તમે આ ફોટોમાં જોઈ શકો છો કે આ ટ્વીટરનું સિમ્પ્લિફાઈડ વર્ઝન લાગી રહ્યું છે અને લોકો તેમાં ટ્વીટરની જેમ જ પોસ્ટ વગેરે કરી શકે છે. સાથે જ પોસ્ટમાં રિપ્લાય પણ કરી શકે છે. 

મેટા કેમ લાવી રહ્યું છે આ એપ? 
હકીકતે ઈન્સ્ટાગ્રામ પર લોકો ફીડમાં હવે પહેલા અનુસાર ઓછી પોસ્ટિંગ કરે છે અને આ એક પ્રકારે ડિસ્કવરી પ્લેટફોર્મ બની ગયું છે. યુઝર્સ સ્ટોરી અને DMs દ્વારા ઈન્સ્ટા પર જલ્દી વાતચીત કરે છે. 

આ વાતને ધ્યાનમાં રાખતા મેટા ટ્વીટર જેવી એપ લાવી રહ્યું છે જ્યાં તે ટ્વીટરની જેમ પોસ્ટ કરી શકે છે અને કોઈ પણ આ પોસ્ટની સાથે જોડાઈ શકે છે. યુઝર્સ ઈન્સ્ટા ફોલોઅર્સને આ એપ પર Sync પણ કરી શકે છે. 

500 કેરેક્ટર સુધી પોસ્ટ કરી શકાશે 
મેટાના આ નવા એપનું નામ શું હશે તેની જાણકારી પણ સામે નથી આવી. યુઝર્સ તેમાં 500 કેરેક્ટર સુધીની પોસ્ટ કરી શકશે. સાથે જ વીડિયો, ફોટો અને લિંક પણ પોસ્ટમાં એડ કરી શકાશે. હાલ અમુક સિલેક્ટેડ ક્રિએટર્સને મેટાએ એપ પર જોડ્યા છે. 

આવનાર સમયમાં આ બધા માટે રોલઆઉટ થઈ શકે છે. ટ્વીટરની જેમ આ એપમાં પણ યુઝર્સ પોસ્ટને લાઈક, રી-ટ્વીટ કરી શકે છે. લોગિન કરવા માટે યુઝર્સને ઈન્સ્ટાગ્રામ લોગિનનો જ યોગ્ય રીતે ઉપયોગ કરવો પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ