બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Mauritian Financial Watchdog Gives Clean Chit To Entities Associated To Adani In The Country

કારોબાર જગત / ગૌતમ અદાણી માટે 'મંગળ' સમાચાર, વિદેશી સરકારે આપી દીધી ક્લિનચીટ, હિંડનબર્ગ તાકતું રહી ગયું

Hiralal

Last Updated: 04:47 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તપાસમાં કંઈ વાંધાજનક ન ગણાતાં મોરિશિયસ સરકારે ગૌતમ અદાણી જૂથની કંપનીઓને ક્લિનચીટ આપી દીધી છે.

  • વિદેશથી ગૌતમ અદાણી માટે આવ્યાં સારા સમાચાર
  • મોરેશિયસ સરકારે આપી ક્લિનચીટ 
  • 38 કંપનીઓ અને 11 ગ્રૂપના પૈસામાં કોઈ ગેરરીતિ થઈ નથી 

હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટથી સતત મુશ્કેલીમાં મુકાઈ રહેલા અદાણી જૂથને છેલ્લા એક પખવાડિયામાં પહેલાં રાહતના સમાચાર મળ્યા છે. અમેરિકન શોર્ટ સેલર કંપની હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ પર રોકાણકારો સાથે છેતરપિંડી અને કંપનીઓના કામકાજમાં ગેરરીતિ આચરવાનો આરોપ મૂક્યો છે ત્યારે મોરેશિયસના રેગ્યુલેટર ફાઈનાન્સિયલ કમિશને અદાણી જૂથને ક્લિન ચીટ આપી છે.

38 કંપનીઓ અને 11 ગ્રૂપના પૈસામાં કોઈ ગેરરીતિ થઈ નથી 
મોરેશિયસ રેગ્યુલેટર ફાઈનાન્સિયલ સર્વિસ કમિશન (એફએસસી)એ કહ્યું છે કે તેને અદાણી જૂથ સાથે સંકળાયેલી 38 કંપનીઓ અને 11 ગ્રૂપના ફંડોમાં કાયદાનો કોઈ ભંગ થયો હોવાનું જણાયું નથી. હિન્ડનબર્ગે 24 જાન્યુઆરીએ તેના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે અબજોપતિ ગૌતમ અદાણીએ તેમની લિસ્ટેડ કંપનીઓના શૅરોના ભાવમાં હેરાફેરી કરવા માટે મોરેશિયસ સ્થિત શૅલ કંપનીઓનો ઉપયોગ કર્યો છે.

હિંડનબર્ગના રિપોર્ટ બાદ મોરિશિયસમાં શરુ થઈ તપાસ પણ કંઈ વાંધાજનક ન મળ્યું 

હિંડનબર્ગના રિપોર્ટ બાદ મોરિશિયસમાં પણ ગૌતમ અદાણી સામેની કંપનીઓની તપાસ ચાલુ કરવામાં આવી હતી પરંતુ તપાસને અંતે સરકારને ગૌતમ અદાણીની કંપનીઓ સામે કંઈ વાંધાજનક ન જણાતાં તેને ક્લિનચીટ આપી દેવાઈ હતી. ફાઈનાન્સિયલ સર્વિસ કમીશનના વડા એક્ઝિક્યુટિવ ઓફિસર ધનેશ્વરનાથ વિકાસ ઠાકુરે જણાવ્યું કે, મોરેશિયસમાં અદાણી જૂથ સાથે સંકળાયેલા બધા જ એકમોના પ્રારંભિક આકલન અને એકત્ર કરાયેલી માહિતીના આધારે અત્યાર સુધી અમને કાયદા અથવા નિયમો તોડવાના કોઈ પુરાવા મળ્યા નથી.

મોરેશિયસની નકલી કંપનીઓ દ્વારા કાળા નાણાને ધોળા કરવાનો ખેલ 
ભારતીય કંપનીઓ પર ટેક્સ ચોરી માટે મોરેશિયસ સ્થિત નકલી કંપનીઓનો ઉપયોગ કરવાના આરોપો લાંબા સમયથી લાગતા રહ્યા છે. બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન સહિત અનેક ઉદ્યોગપતિઓ અને કંપનીઓ પર મોરેશિયસ સ્થિત કંપનીઓ મારફત ભારતમાં કાળા નાણાંને ધોળુ કરવાના આક્ષેપો લાગ્યાં હતા. 

શું છે હિંડનબર્ગ રિપોર્ટ 
અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ પર રોકાણકારો સાથે છેતરપિંડી અને કંપનીઓના કામકાજમાં ગેરરીતિ આચરવાનો આરોપ મૂકતા હડકંપ મચ્યો હતો. પરંતુ હિંડનબર્ગના રિપોર્ટ બાદ પહેલી વાર ગૌતમ અદાણીને વિદેશ તરફથી મોટી રાહત મળી છે. 

અદાણી એન્ટરપ્રાઇઝના ફાઈનાન્સિયલ રિઝલ્ટ બાદ શેરબજારમાં તેજી 
મંગળવારે સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી એન્ટરપ્રાઇઝે તેના Q3ના પરિણામો જાહેર કર્યા બાદ બજારમાં તેજી આવી હતી અને છેલ્લે સુધી ચાલુ રહી હતી. કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 600 અંક ઉછળીને 61,032.26 ના સ્તર પર બંધ થયા છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઇન્ડેક્સ 159 પોઇન્ટના વધારા સાથે 17,929.85 ના સ્તરે બંધ રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ