બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mata Madh Rejuvenation Darshan will be a place to hang out people happy

તીર્થધામ / માતાના મઢના કાયાકલ્પનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, દર્શન સાથે હરવાફરવાના સ્થળ હશે, લોકો ખુશખુશાલ

Kishor

Last Updated: 11:35 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાખો લોકોના આસ્થાના અખૂટ સાગર સમાન કચ્છના કુળદેવી માં આશાપુરાના મંદિરનો રૂપિયા 32.71 કરોડના ખર્ચે કાયાકલ્પ થવા જઈ રહ્યો છે.

  • કચ્છના આશાપુરા માતાજીના મંદિરનો 32.71 કરોડના ખર્ચે કાયાકલ્પ થશે
  • ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ કરાશે કાયાકલ્પ
  • વીટીવી ન્યુઝે માતાનામઢ રહેતા સ્થાનિકો સાથે વાતચીત કરી

કચ્છના લખપત નજીક આવેલા કુળદેવી માં આશાપુરાના મંદિરે નવરાત્રી ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન અસંખ્ય શ્રધ્ધાળુંઓ દર્શનાર્થે આવે છે. ત્યારે આ મંદિર, તેના પરિસર તેમજ આસપાસના અન્ય ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નવીનીકરણ કરવામાં આવશે. 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ ઉઠાવેલું આ પ્રોજેક્ટ હવે શરૂ થતાં માતાનો મઢ માત્ર તીર્થ સ્થાન જ નહીં પરંતુ પ્રવાસન સ્થળ પણ બનશે.

32.71 કરોડના ખર્ચે મંદિરનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે.

2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની શરૂઆત પહેલાં દેશદેવી માં આશાપુરાના દર્શન કર્યા હતા. આ દરમિયાન મંદિરના નવીનીકરણ અંગે ટ્રસ્ટીઓએ સહમતી આપતા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રોજેકટને આગળ ધપાવ્યો હતો. ત્યારબાદના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ આ પ્રોજેક્ટ માટે વહીવટી મંજુરી અપાતા હવે રૂ. 32.71 કરોડના ખર્ચે આ મંદિરનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે.વર્ષ 2021માં રાજ્યના બજેટમાં માતાના મઢ મંદિરના નવીનીકરણ માટે રાજ્ય સરકારે રૂ. 32.71 કરોડ ફાળવ્યા હતા.

પ્રવાસીઓ અહીં વિશેષ મુલાકાત લેશે

માતાનામઢ તીર્થધામ નવિનીકરણ કાર્ય અંગે વીટીવી ન્યુઝે માતાનામઢ રહેતા સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. જેમાં જણાવ્યું કે માતાના મઢ રી-ડેવલપમેન્ટથી અહીં વ્યવસાય કરતા ધંધાર્થીઓને ખુબજ ફાયદો મળશે સાથે અન્ય યાત્રાધામોની જેમ માતાનામઢમાં પણ દર્શનાર્થીઓને કોઈજ તકલીફ પડશે નહીં દર્શન સાથે અહીં ફરવાલાયક સ્થળોનું નિર્માણ થશે જેથી પ્રવાસીઓ પણ અહીં વિશેષ મુલાકાત લેશે.

માતાનામઢ કોરિડોર પ્રોજેક્ટ પ્રાચીન ચાચર કુંડ, ખટલા ભવાની મંદિરનું કાયાકલ્પ કરાશે

માતાનામઢ પણ અંબાજી તેમજ પાવાગઢ યાત્રાધામની જેમ વિકાસ થશે જેથી અહીં આવતા માઇ ભક્તોને માતાજીના દર્શનાર્થીઇલોને સુવિધા મળશે. સાથે માતાના મઢના અન્ય એક સ્થાનિક મુસ્લિમ આગેવાને જણાવ્યુકે માં આશાપુરા નહીં માત્ર હિન્દૂ સમાજ પણ મુસ્લિમ સમાજ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે.માતાનામઢ મંદિરના પ્રવેશદ્વારથી લઈને આસપાસની અનેક વસ્તુઓનું નવીનીકરણ કરવામાં આવશે.માતાનામઢ કોરિડોર પ્રોજેક્ટ પ્રાચીન ચાચર કુંડ, ખટલા ભવાની મંદિર, તેમજ મુખ્ય મંદિર પરિસરનું કાયાકલ્પ કરવામાં આવશે, તો મંદિરને ફરતે દર્શનાર્થીઓને પ્રદક્ષિણા કરવા પણ ખાસ માર્ગ બનાવવામાં આવશે.ચાચર કુંડ પર પણ ખાસ ફુવારા અને લાઈટો વડે સજાવી તેને આકર્ષિત બનાવવામાં આવશે. તો મંદિર પાસે આવેલા રૂપરાઈ તળાવને પણ વિકસાવી તેમાં પ્રવાસીઓ માટે બોટીંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ