બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Masks mandatory in public places in Puducherry: District Collector

એલર્ટ / જેનો ભય હતો એ જ થયું... માસ્ક ફરી ફરજિયાત, કોરોના વધતાં અહીં તંત્રએ આપ્યો મોટો આદેશ

Dinesh

Last Updated: 03:35 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુડુચેરીમાં જાહેર સ્થળો જેવા કે બીચ રોડ, પાર્ક અને થિયેટરમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે તેમજ હોસ્પિટલ, હોટેલ, સરકારી કચેરીઓ અને વ્યાપાર સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓએ પણ માસ્ક ફરજિયાતપણે પહેરવાનું રહેશે

  • પુડુચેરીમાં જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત
  • માસ્કને લઈ જિલ્લા કલેક્ટર આપ્યા આદેશ
  • કોરોના વધતાં  પુડુચેરી તંત્ર એલર્ટ


ફરી એકવાર દેશમાં કોરોનાએ રિએન્ટ્રી કરી ત્યારે પુડુચેરીમાં માસ્ક ફરજિયાત કરાયા છે. જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરાયો છે, દેશમાં કોરોના વાયરસના કેસોમાં વધારા થતાં પુડુચેરીમાં જિલ્લા કલેક્ટર માસ્ક ફરજિયાતનો આદેશ કર્યો છે. 

પુડુચેરીમાં હાલમાં 145 કોરોના કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 6,050 કોરોના વાયરસના કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક દિવસના સૌથી વધુ કેસ ગણવામાં આવી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં હાલમાં 145 સક્રિય કોરોના વાયરસ કેસ નોંધાયા છે. 

આ સ્થળોએ માસ્ક ફરજિયાત
જિલ્લા કલેક્ટર ઇ વલ્લવને કહ્યું કે, જાહેર સ્થળો, બીચ રોડ, પાર્ક અને થિયેટરમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે તેમજ હોસ્પિટલ, હોટેલ, બાર, રેસ્ટોરેન્ટ, દારૂની દુકાનો, હોસ્પિટાલિટી અને મનોરંજન ક્ષેત્રો, સરકારી કચેરીઓ અને વ્યાપારી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓએ પણ માસ્ક ફરજિયાતપણે પહેરવાનું રહેશે.

કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારો
તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 6,050 નવા કેસ નોંધાયા છે. જિલ્લા કલેક્ટર ઇ વલ્લવને કહ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશમાં હાલમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્રે કેસમાં વધારો થતાં સાવચેતીના ભાગ રૂપે જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત નિર્ણય કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ