બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / maruti suzuki offering heavy discounts on their selected models in june 2023
Bijal Vyas
Last Updated: 11:59 PM, 9 June 2023
ADVERTISEMENT
Discount on Maruti Cars: મારુતિ સુઝુકી પોતાની પસંદગી એરિના કાર લાઇન-અપ પર આ જૂન મહિનામાં રૂ. 61,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ઓફર અલ્ટો કે10, અલ્ટો 800, સેલેરિયો, એસ પ્રેસો, વેગન આર, ડિજાયર, સ્વિફ્ટ અને ઇકોના પેટ્રોલ અને CNG મોડલ પર ઉપલબ્ધ છે. આ ઓફર ગ્રાહકોને એક્સચેન્જ બોનસ, કેશ ડિસ્કાઉન્ટ અને કોર્પોરેટ બેનિફિટ્સ દ્વારા આપવામાં આવી રહી છે.
મારુતિ સુઝુકી વેગન આર
આ મહિને મારુતિ સુઝુકી વેગન આરના તમામ મેન્યુઅલ ગિયરબોક્સ વેરિઅન્ટ્સ પર કુલ રૂ. 61,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જ્યારે તેના 5-સ્પીડ એએમટી ઓટો ગિયરબોક્સ વેરિઅન્ટ પર 26,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કારના સીએનજી વેરિઅન્ટ પર કુલ 57,100 રૂપિયાના ફાયદા મળી રહે છે.
ADVERTISEMENT
મારુતિ સુઝુકી એસ પ્રેસો
મારુતિ સુઝુકી એસ પ્રેસોના તમામ મેન્યુઅલ વેરિઅન્ટ્સ પર કુલ 61,000 રુપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જ્યારે તેના ઓટોમેટિક વેરિએન્ટ્સ પર 32,000 રુપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તે જ સમયે, તેના CNG વેરિઅન્ટ્સ પર 52,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.
મારુતિ સુઝુકી સેલેરિયો
આ મહિને મારુતિ સુઝુકી સેલેરિયોના બધા મેન્યુઅલ વેરિએન્ટ પર 61,000 રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી રહ્યું છે. જ્યારે તેના CNG વેરિઅન્ટ પર 57,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથેના પેટ્રોલ વેરિઅન્ટ પર 31,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
મારુતિ સુઝુકી અલ્ટો કે 10
મારુતિ આ મહિને તેના અલ્ટો K10 ના તમામ મેન્યુઅલ વેરિઅન્ટ્સ પર 57,000 રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તે જ સમયે, તેના તમામ ઓટોમેટિક વેરિઅન્ટ્સ પર 32,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. ઉપરાંત, તેના CNG વેરિઅન્ટ્સ પર 47,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
મારુતિ સુઝુકી સ્વિફ્ટ
મારુતિ સ્વિફ્ટને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથેના LXi વેરિઅન્ટને છોડીને અન્ય તમામ મેન્યુઅલ વેરિઅન્ટ પર કુલ 52,000 રુપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જ્યારે તેના LXi વેરિઅન્ટ પર કુલ 47,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તે જ સમયે આ કારના તમામ ઓટોમેટિક વેરિઅન્ટ્સ પર કુલ 52,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. તે જ સમયે, તેના CNG વેરિઅન્ટ્સ પર 18,100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
મારુતિ સુઝુકી અલ્ટો 800
મારુતિ સુઝુકીના બંધ થયેલા અલ્ટો 800 મોડલ પર બાકીના સ્ટોક પર 35,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સાથે જ તેના CNG વેરિઅન્ટ્સ પર પણ 35,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
મારુતિ સુઝુકી ઇકો
મારુતિ ઇકોના તમામ પેટ્રોલ વેરિઅન્ટ્સ પર કુલ 39,000 રુપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. જ્યારે તેના CNG વેરિઅન્ટ પર કુલ 37,100 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
મારુતિ સુઝુકી ડિઝાયર
આ મહિને મારુતિ ડિઝાયરના AMT અને MT બંને વેરિઅન્ટ પર 17,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, પરંતુ તેના CNG વેરિઅન્ટ પર કોઈ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.