બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Maruti Suzuki has announced the launch of its first electric car next year

સ્પષ્ટતા / તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તેનો ખુલાસો: મારુતિ સુઝુકીએ જણાવ્યું ક્યારે આવે છે ઈલેક્ટ્રિક કાર, હવે હરીફાઈ જામી

Kishor

Last Updated: 11:56 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારુતિ સુઝુકીએ ઇલેક્ટ્રિક કારની રાહ જોતા લોકો માટે મોટી જાહેરાત કરી છે. જેમાં કંપનીએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર આવતા વર્ષે લોન્ચ કરવાની ઘોષણા કરી છે.

  • મારુતિ સુઝુકીની ઇલેક્ટ્રિક કારની રાહ જોતા લોકો માટે મોટી જાહેરાત 
  • પહેલી ઇલેક્ટ્રિક કાર આવતા વર્ષે લોન્ચ કરાશે
  • ઇલેક્ટ્રિક કારની કિંમત 10 થી 12 લાખ રૂપિયા હોઈ શકે છે

ઇન્ડિયન બજારમાં ટાટા મોટર્સ mahindra, hyundai સહિતની અનેક કંપનીઓ ઇલેક્ટ્રિક કારનું વેચાણ કરી રહી છે. જોકે લોકોના મનમાં કેટલાય સમયથીએ સવાલ સતાવતો હતો કે મારુતિ સુઝુકી પોતાની ઇલેક્ટ્રિક કાર ક્યારે લોન્ચ કરશે? ત્યારે આવા લોકો માટે કંપનીએ હવે મૌન તોડ્યું છે અને મારુતિ સુઝુકીએ ઇલેક્ટ્રિક કારની રાહ જોતા લોકો માટે મોટી જાહેરાત કરે છે. રિપોર્ટ અનુસાર કંપનીનો પહેલી ઇલેક્ટ્રિક કારની કિંમત 10 થી 12 લાખ રૂપિયા હોઈ શકે છે.

2020માં મારુતિ લોન્ચ કરશે આ 6 વિશિષ્ટ ગાડીઓ; ફીચર્સ જાણશો તો અત્યારે જ બુક  કરાવાનું મન થઇ જશે | Maruti likely to launch 6 new generation cars in year  2020

2030 સુધીમાં કંપની પોતાની 6 બેટરી સંચાલિત કાર માર્કેટમાં મૂકશે
મારુતિ સુઝુકી દ્વારા સત્તાવાર રીતે નિવેદન સામે આવ્યું છે. જેમાં કંપનીએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર આવતા વર્ષે લોન્ચ કરી શકે છે તેવું જણાવ્યું છે. આ મામલે મારુતિ સુઝુકીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર શશાંક શ્રીવાસ્તવે નિવેદન આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓએ માહિતી આપી હતી કે કંપની પોતાની પહેલી ઇલેક્ટ્રોનિક કાર જાન્યુઆરી 2024 માં લોન્ચ કરશે.જોકે કંપનીની પહેલી કાર કયા નામે લોન્ચ થશે તે મામલે હજુ સ્પષ્ટતા થઈ નથી. કંપની દ્વારા ઇલેક્ટ્રિક એસયુવીનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. વિદેશમાં ઇલેક્ટ્રિક suv eVX નું પરીક્ષણ ચાલતું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 2030 સુધીમાં કંપની પોતાની 6 બેટરી સંચાલિત કાર માર્કેટમાં મૂકે તો નવાઈ નહિ! આ ધ્યેય સાથે તે કામ કરી રહી છે.

10 થી વધુ cng મોડલ લોન્ચ કરવામાં આવશે
કંપનીએ એવી પણ જાહેરાત કરી છે કે ભવિષ્યમાં તેમની કારોની લાઈનમાં ૧૫ ટકા શુદ્ધ ઇલેક્ટ્રીક અને 25% ઇલેક્ટ્રિક- હાઈબ્રીડ કારનો પણ સમાવેશ થશે. આ ઉપરાંત પણ કંપની સીએનજી, બાયોગેસ અને ફ્લેક્સ-ઇંધન પર ચાલતા નવા વાહનોની દિશામાં કામ કરી રહી છે. હાલ કંપની દ્વારા 10 થી વધુ cng મોડલ લોન્ચ કરવામાં આવશે. ઓટો એક્સપો 2023માં કંપની દ્વારા ફ્લેક્સ ઇંધણ પાર ચાલતી વેગનઆર મામલે ખુલાસો કર્યો હતો. વધુમાં આગામી સમયમાં 100 ટકા ઇથેનોલથી ચાલતી કાર પણ લોન્ચ કરાઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ