બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Many residents of Bhopal have become victims of cyber fraud in the last one month

સાયબર ક્રાઈમ / YouTubeનો વીડિયો જોઇ લાઇક કરો ને કમાઓ..., ભૂલથી પણ આવી માયાજાળમાં ન ફસાતા, અમદાવાદના યુવક સાથે 3.49 લાખની છેતરપિંડી

Malay

Last Updated: 04:08 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber Crime: છેલ્લા એક મહિનામાં બોપલના અનેક રહેવાસીઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. ત્યારે વધુ એક યુવકને સાયબર ઠગોએ બાટલીમાં ઉતારીને 3.49 લાખ પડાવી લીધા છે.

 

  • સાયબર ઠગ માટે બોપલ ‘સોફ્ટ ટાર્ગેટ’ 
  • વધુ એક યુવકને છેતરી 3.49 લાખ પડાવી લીધા
  • બોપલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી

અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમના કેસમાં ઓચિંતો વધારો થયો છે અને ઓનલાઇન છેતરપિંડી આચરતી ઠગ ટોળકીએ હવે બોપલને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યું છે. છેલ્લા એક મહિનાથી બોપલ વિસ્તારમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધ્યા છે ત્યારે વધુ એક ઠગાઈનો કિસ્સો બોપલ વિસ્તારમાં બન્યો છે. જેમાં યુટ્યૂબ વીડિયોમાંથી કમાણી કરવાના બહાને યુવક સાથે 3.49 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. બોપલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમનો સપાટોઃ દિલ્હી, યુપી, બિહારમાં ચાલતાં કોલ સેન્ટર પર  સાગમટે દરોડા, હવાલાનાં રેકેટ પકડાયાં | Ahmedabad cybercrime: raids on call  centers in ...

વોટ્સએપ પર મળી હતી ઓફર 
બોપલમાં રહેતા અંકિત પટેલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અંકિત ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અંકિતને વોટ્સએપ પર ઓફર મળી હતી. જેમાં તેને ડિજિટલ માર્કેટિંગમાં રોકાણ કરીને જંગી વળતર આપવામાં આવશે તેમ જણાવાયું હતું. આ માટે અંકિતને ટેલિગ્રામ એપ પર યુટ્યૂબ વીડિયો જોઈને લાઈક કરવાનો રહેશે અને તે ઘરે બેસીને મોટી કમાણી કરી શકે છે.

વીડિયો લાઈક કરો અને રૂપિયા કમાવ
અંકિતને સૌપ્રથમ ટેલિગ્રામ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો હતો. પોસ્ટ દ્વારા તેને કહેવામાં આવ્યું હતું કે તેણે યુટ્યૂબ પર વીડિયો જોઈને તેને લાઈક કરવાનો છે અને શરૂઆતમાં અંકિતને વીડિયો જોવા અને લાઈક કરવા માટે થોડા રૂપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ અસલી ખેલ શરૂ થયો હતો.

સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવતા પહેલા છૂટી જશે પસીનોઃ અમદાવાદના યુવકને થયો  કડવો અનુભવ | cyber crime compline ahmedabad police

3.49 લાખ રૂપિયા પડાવ્યા
સૌથી પહેલાં અંકિતને મેમ્બરશિપના નામે રૂપિયા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી અંકિતને સભ્યપદ માટે ફી જમા કરવા માટે કહેવામાં આવ્યું. તેના બદલામાં અંકિત પાસેથી મોટું વળતર મળશે તેમ કહેવાયું હતું. ઠગ આટલેથી ન અટક્યા, અંકિતની પાસે અલગ અલગ બહાનાં બનાવીને 3.49 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ઠગબાજો દ્વારા અંકિત સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અંકિતે બોપલ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ફરિયાદ નોંધાવી હતી.

છેલ્લા 5 દિવસમાં ત્રણ લોકો સાથે છેતરપિંડી
સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારોએ બોપલમાં રહેતા લોકોને શિકાર બનાવીને ખતરનાક મોડસ ઓપરેન્ડીથી પૈસા પડાવી લીધા હોવાના ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલાં જ ઘુમા, બોપલ અને શીલજમાં રહેતી ત્રણ વ્યક્તિ સાથે અલગ અલગ રીતે ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પીડિત સાથે ડાઇનિંગ ટેબલના પૈસા માટે ક્યુઆર કોડ મોકલી, ટ્રેડિંગમાં ફાયદો થશે તેમ કહી  તથા ઘરે બેઠા પાર્ટટાઇમ જોબ અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી હતી.

આજે તો તું બચી ગયો પણ હવે..', સસરા અને સાળાએ હોસ્પિટલમાં ઘૂસી જમાઈને  ગડદાપાટુંનો માર માર્યો, મામલો પોલીસ સ્ટેશનમાં | father in law and brother  in law entered the ...

ક્યુઆર કોડ સ્કેન કર્યો અને 96 હજાર ગુમાવ્યા
ઘુમામાં રહેતા સુરેશ પંચોલી ડેપ્યુટી લોજિસ્ટિક મેનેજર છે. તેમણે તેમનું ડાઇનિંગ ટેબલ ઓએલએક્સ પર 20 હજારમાં વેચવા મૂક્યું હતું. દરમિયાન એક અજાણ્યા નંબર પરથી આવેલા ફોનમાં ગઠિયાએ પોતે સ્ટાર ફર્નિચરમાંથી બોલતો હોવાનું કહી 20 હજારમાં ખરીદવાની વાત કરી હતી. તે યુવકે એક ક્યુઆર કોડ મોકલી તે સ્કેન કરવા કહ્યું હતું. આથી સુરેશભાઈએ તે કોડ સ્કેન કરતાં તેમના ખાતામાંથી 19 હજાર ઊપડી ગયા હતા. તે સમયે બે વખત સ્કેન કરવાથી પૈસા કપાયા છે તેવું કહી ગઠિયાએ ફરી એક વાર સ્કેન કરાવી 29 હજારના બે અને 48 હજારનાં બે ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા 96 હજાર ઊપાડી લીધા હતા.

લિંક ઓપન કરાવી અને 1.36 લાખ ઉપાડી લીધા
બોપલમાં રહેતાં ઋચા જાની પર એક અજાણ્યા નંબર પરથી આવેલા વોટ્સએપ મેસેજમાં જણાવાયું હતું કે, ટ્રેડિંગ કરશો તો વધુ ફાયદો થશે. તેમને એક એપ ડાઉનલોડ કરવા લિંક પણ આપી હતી, જેમાં તેમણે વિગતો ભરી હતી. બાદમાં તેમને એક વોટ્સએપ ગ્રૂપમાં એડ કરાતાં તેમણે ટ્રેડિંગ માટે તેમનાં તથા તેમનાં સાસુનાં એકાઉન્ટમાંથી 1.36 લાખ રોક્યા હતા. બાદમાં તેમણે રોકેલા પૈસા પ્લસ પોઇન્ટ બતાવતા હોવાથી તેમના પૈસા પરત આવશે તે માટે ઋચાએ ગ્રૂપમાં મેસેજ કર્યો હતો. જોકે અજાણ્યા શખ્સે તેમને ગ્રૂપમાંથી બહાર કરી દીધા હતાં.

નોકરીની લાલચ આપી 2.17 લાખની ઠગાઈ
આંબાવાડીના વિજય વોરા ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર છે. 22 એપ્રિલે વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો કે, ઘરે બેઠા પાર્ટટાઇમ નોકરી કરો, જેમાં આપેલો ટાસ્ક પૂરો કરશો તો રૂ. 50 મળશે. વિજયભાઈએ ટાસ્ક પૂરા કર્યા હતા. બાદમાં તેમને જણાવાયું હતું કે, તમારે પૈસા લેવા માટે કેટલાક પૈસા ભરવા પડશે. આમ કરતાં તેમણે ધીમે ધીમે 2 લાખ ભર્યા હતા છતાં પૈસા ન મળતાં તેમણે પૂછપરછ કરી તો ગઠિયાએ કહ્યું હતું કે, તમારા 2.17 લાખ ફ્રીજ થઈને પડ્યા છે જો તમે આ રકમ ભરશો તો 6.17 લાખ પરત મળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ