બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Many Bollywood actors wished the countrymen on Janmashtami

Janmashtami 2023 / બચ્ચનથી લઇને કંગના રનૌત..., બોલિવુડના અનેક કલાકારોએ દેશવાસીઓને પાઠવી જન્માષ્ટમીની શુભેચ્છા

Priyakant

Last Updated: 11:50 AM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Krishna Janmashtami 2023 News: કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર ચાહકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ આપી

  • જન્માષ્ટમી ( Janmashtami 2023) ની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી 
  • જન્માષ્ટમીના અવસર પર ઘણા બોલિવૂડ સેલેબ્સે હાર્દિક શુભેચ્છાઓ આપી
  • અમિતાભ બચ્ચન, હૃતિક રોશન, હેમા માલિની સહિતનાએ આપી શુભેચ્છાઓ 

જન્માષ્ટમી ( Janmashtami 2023 ) નો તહેવાર આજે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. કૃષ્ણ જન્માષ્ટમી (Janmashtami 2023 ) એ ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણીનો તહેવાર છે. કાન્હાના શહેર મથુરામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. આ સાથે મુંબઈમાં દહીં-હાંડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર ચાહકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ આપી છે.

અમિતાભ બચ્ચને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી
જન્માષ્ટમી ( Janmashtami 2023 ) ના અવસર પર બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાના X એકાઉન્ટ પર કાન્હાની તસવીર શેર કરી અને ચાહકોને કૃષ્ણ જન્મોત્સવની શુભેચ્છા પાઠવી. અમિતાભ બચ્ચને લખ્યું કે, જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

હૃતિક રોશને ખાસ રીતે કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી.
રિતિક રોશને તેના X હેન્ડલ પર લખ્યું, શ્રી કૃષ્ણનો પ્રેમ, કરુણા અને માયા આપણા જીવનને ઉજ્જવળ બનાવે. કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ. સુંદર લોકો.

 
હેમા માલિનીએ પણ પાઠવી શુભેચ્છા 
હેમા માલિનીએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમના ઘરના મંદિરમાંથી કાન્હા સાથેની રાધા રાનીની એક સુંદર તસવીર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું, મારી જન્માષ્ટમીની સજાવટની એક ઝલક જે હું દર વર્ષે વ્યક્તિગત કરું છું. મને તે કરવું ગમે છે. ! હું રાધારાણી અને કૃષ્ણ માટે નવાં કપડાં સીવડાવું છું અને તેમને સજાવવામાં આનંદ કરું છું. મારા ઘરમાં આ મારી પોતાની અંગત પૂજા છે. જન્માષ્ટમીની સૌને શુભકામનાઓ.

કંગના રનૌતે ચાહકોને જન્માષ્ટમીની શુભકામના પાઠવી 
કંગના રનૌતે તેના ચાહકોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવવા માટે તેની દ્વારકા યાત્રાની જૂની તસવીર પણ શેર કરી હતી. તેણે લખ્યું, જન્માષ્ટમીના અવસર પર મારા ભગવાન કૃષ્ણને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ