બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mansukh Vasava's Big Statement on UCC-Population Control

સ્પષ્ટતા / શું UCCથી અનામત કે આદિવાસી સમુદાયને થશે નુકસાન? વિરોધના સૂર વચ્ચે મનસુખ વસાવાએ કર્યો ખુલાસો

Malay

Last Updated: 11:40 AM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Statement of MP Mansukh Vasava: UCC મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, આ રાજકીય મુદ્દો નથી પણ સામાજિક મુદ્દો છે. હજુ ડ્રાફ્ટ બની રહ્યો છે, UCCનો વિરોધ કરનારા ઉતાવળ કરી રહ્યા છે.

  • UCC મુદ્દે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન
  • UCCથી અનામતને કોઈ અસર નહી થાયઃ  મનસુખ વસાવા
  • 'એક પત્ની અને બે બાળકોનો નિયમ જરુરથી આવશે'

ભારત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. ગત જૂન મહિનાથી 22મા લો કમિશને ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોર્ડ પર પરામર્શની પ્રક્રિયા શરૂ કરી છે. જે બાદ ગુજરાતના આદિવાસી સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડ UCCને લઇને આદિવાસી સમાજમાં વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે.

સરકાર ક્યારેય આદિવાસીનું અહિક નહીં કરેઃ મનસુખ વસાવા
UCC મુદ્દે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી આપણી પાસે ડ્રાફ્ટ ન આવે ત્યાં સુધી કોઈ મંતવ્ય આપણાથી ન આપી શકાય. મને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પૂરો વિશ્વાસ છે કે આ સરકાર ક્યારેય આદિવાસી, દલિત સમાજ અથવા બક્ષીપંચ સમાજનું અહિત કરવાની નથી. આ સરકાર આ સમાજ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે UCCમાં રિઝર્વેશન કે આદિવાસીને નુકસાન થાય તેવી બાબતો કોઈ એમાં લેવાની નથી.  

હજુય UCCનો ડ્રાફ્ટ બની રહ્યો છેઃ મનસુખ વસાવા
તેમણે જણાવ્યું કે, આ ટીમમાં અર્જુન મેઘવાલ, સ્મૃતિ ઈરાની, કિરણ રિજ્જુ જેવા પાંચ મંત્રીઓ જે SC, ST, OBC સમાજના મંત્રીઓ છે. તેઓ ક્યારેય આદિવાસી સમાજ અને દલિત સમાજનું અહિત કરવાના નથી. એટલે જ્યાં સુધી ડ્રાફ્ટ ન આવે ત્યાં સુધી એવું ન કહી શકાય કે રિઝર્વેશનને નુકસાન થવાનું છે, આદિવાસી અને દલિતોના અધિકારીઓ સમાપ્ત થઈ જશે. આ ઉતાવળી વાત છે. ડ્રાફ્ટ આપણા હાથમાં આવ્યા પછી જ કહી શકાય, ત્યારે જ તેમને વિરોધ કરવો જોઈએ. 

મનસુખ વસાવા (સાંસદ, ભરૂચ)

UCCનો વિરોધ કરનારા ઉતાવળ કરી રહ્યા છેઃ મનસુખ વસાવા
તેમણે જણાવ્યું કે, હમણાથી કેટલાક મિત્રો વિરોધ કરે છે, સ્વાભાવિક છે કે તેમને સમાજ માટે લાગણી છે અને તેમને કેટલીક માહિતી મળી છે તે ખોટી પણ હોઈ શકે. મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદી જ્યાં સુધી વડાપ્રધાન છે ત્યાં સુધી આદિવાસી કે દલિત સમાજ સાથે ક્યારેય અહિત નથી કરવાના. તેમણે જણાવ્યું કે, UCCથી અનામતને કોઈ અસર નહીં થાય. એક પત્ની અને બે બાળકોનો નિયમ જરુરથી આવશે. બે બાળકોનો કાયદો બધાને લાગુ પડવો જોઈએ. આ કાયદામાં બધાને આવરી લેવા જોઈએ. 

UCC માટે હજી સરકાર કામ કરી રહી છે: મનસુખ વસાવા 
આ પહેલા પણ તેઓએ આ અંગે નિવેદન આપ્યું હતું. વડોદરા ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ UCC મામલે નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, UCC માટે હજી સરકાર કામ કરી રહી છે. તેમજ સરકાર બધા લોકોને વિશ્વાસમાં લઈને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ