બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / Manish Sisodia twitted about pm modi gujarat pravas

કટાક્ષ / PM મોદીના ગુજરાત પ્રવાસ અંગે મનીષ સિસોદિયાએ કર્યુ ટ્વિટ,ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે કટાક્ષ કરતા ગરમાયુ રાજકારણ

Khyati

Last Updated: 11:42 AM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે મનીષ સિસોદિયાએ કર્યો કટાક્ષ, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે ફોટા કર્યા શેર

  • PM મોદીના ગુજરાત પ્રવાસને લઇને મનિષ સિસોદિયાનું ટ્વિટ
  • સરકારી શાળાઓની બિસ્માર સ્થિતિના ફોટો શેર કરી કટાક્ષ કર્યો
  • બાળકોને બેસવા માટે ડેસ્ક નથી: સિસોદિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી ગુજરાત પર વધુ ફોકસ છે.  સરકારને બાનમાં લેવા માટે એક પણ મોકો આમ આદમી છોડવા માગતી નથી તેમ લાગી રહ્યુ છે. ત્યારે ગુજરાત અને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને લઇને ટ્વિટર વૉર હજી પણ યથાવત છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને નિહાળવા દિલ્હીના શિક્ષણમંત્રીએ ભાવનગરની શાળાઓની મુલાકાત લીધી હતી. જીતુ વાઘઆણીના મત વિસ્તારની શાળાઓમાં  જઇને પરિસ્થતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે હવે પીએમ મોદી ગુજરાતના પ્રવાસને લઇને મનીષ સિસોદિયાએ  શિક્ષણ વ્યવસ્થા અંગે ટ્વિટ કરતા રાજકારણ ગરમાયુ છે.

 શિક્ષણ વ્યવસ્થા અંગે સિસોદિયાએ કર્યો કટાક્ષ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18થી 20 એપ્રિલ સુધી ગુજરાતના પ્રવાસે છે.. આ અંગે પીએમ મોદીએ ટ્વિટ કરતા જાણકારી આપી હતી કે તેઓ   પહોંચીને હું વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. પીએમ મોદીના આ ટ્વિટને લઇને મનીષ સિસોદિયાએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઇને કટાક્ષ કર્યો છે. તેઓએ  ભાવનગરની સરકારી શાળાઓની બિસ્માર સ્થિતિના ફોટો શેર કરતા જણાવ્યું કે  વિદ્યા સમીક્ષા સેન્ટરમાં કદાચ આ શાળાઓના ફોટો જોવા નહીં મળે.  અહીં બાળકોને બેસવા માટે ડેસ્ક નથી,  શૌચાલય પણ તુટેલી હાલતમાં છે.

પીએમ મોદીએ કર્યુ હતું આ ટ્વિટ

મહત્વનું છે કે પીએમ મોદીએ 17 એપ્રિલે સાંજે એક ટ્વિટ કર્યુ હતું. તેમા તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે આવતીકાલે હું  ગુજરાત પહોંચીને વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈશ. આ આધુનિક કેન્દ્ર શીખવાના પરિણામોને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે ડેટા અને ટેકનોલોજીનો લાભ ઉઠાવે છે. હું એજ્યુકેશન સેક્ટરમાં કામ કરી રહેલા લોકો સાથે પણ વાતચીત કરીશ. પીએમ મોદીના આ ટ્વિટને લઇને દિલ્હીના શિક્ષણમંત્રીએ ભાવનગરની સરકારી શાળાઓની સ્થતિ અંગે ફોટા શેર કરીને કટાક્ષ કર્યો હતો.

11 એપ્રિલે મનીષ સિસોદિયા આવ્યા હતા ગુજરાત

 મહત્વનું છે કે 11 એપ્રિલે દિલ્હીના શિક્ષણ મંત્રી ગુજરાત આવ્યા હતા. મનીષ સિસોદિયા જીતુ વાઘાણીના જ મત વિસ્તારમાં શાળાઓની સ્થિતિ જાણવા માટે ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા. સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી. શાળામાં  શિક્ષણ અને વ્યવસ્થા અંગે તેઓએ પ્રહાર કર્યા હતા. જે  બાદ નિવેદન આપતા જણાવ્યું હતું કે શાળામાં ટીચર્સ નથી, શિક્ષકને 1 મહિનાના પગાર પર રાખે છે, પ્રાથમિક સુવિધાનો અભાવ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ