બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 02:51 PM, 7 May 2023
ADVERTISEMENT
મંગળ ગ્રહ 10 મેના રોજ બપોરે 01:44 વાગ્યે કર્ક રાશિમાં ગોચર કરશે, તેની પહેલા મંગળ ગ્રહ મિથુન રાશિમાં બિરાજમાન હતા. 1 જુલાઈના રોજ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળના ગોચરને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જે જીવનમાં પરિશ્રમ અને સાહસ પ્રદાન કરે છે. મંગળના ગોચરથી તમામ રાશિ પર શું અસર થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મેષ-
નોકરીમાં સુધારો થશે. બૌદ્ધિક કાર્યોથી આવકમાં વધારો થશે, આરોગ્યનું ધ્યાન રાખો. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે, મુશ્કેલીઓ આવશે. લાગણીઓ પર કાબૂ રાખો. કળા અને સંગીતમાં રુચિ રહેશે. પરિવારના આરોગ્યનું ઝ્યાન રાખો. શૈક્ષણિક કાર્યોમાં સુધારો થશે. સ્ટડીમાં રુચિ રહેશે. કારોબારને વિસ્તારિત કરવા માટે ખર્ચો વધી શક છે. પિતા પાસેથી નાણાંની પ્રાપ્તિ થઈ શકે છે.
ADVERTISEMENT
વૃષભ-
વાણીમાં મધુરતા રહેશે, ધીરજ રાખવાની કોશિશ કરો. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે, મિત્રના સહયોગથી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. ટ્રાવેલ માટે જઈ શકો છો. નકારાત્મક વિચારણાં ના કરશો. શૈક્ષણિક કાર્યોમાં સુધારો થશે. નોકરીના સ્થળનું પરિવર્તન થઈ શકે છે. પરિવારથી દૂર રહેવું પડી શકે છે. ઘરની મહિલા પાસેથી ધન પ્રાપ્તિ પ્રાપ્તિ થઈ શકે છે.
મિથુન-
મન અશાંત રહેશે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. કારોબારમાં વૃદ્ધિ થશે, પરંતુ નાણાંકીય કમી થઈ શકે છે. ભાઈ-બહેનનો સહયોગ મળશે. કારોબારમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે, આરોગ્યનું ધ્યાન રાખો, વધુ ખર્ચો થઈ શકે છે. સ્વભાવ ચિડીયો થઈ શકે છે. ઓફિસમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે, પરંતુ મુશ્કેલીઓ વધી શકે છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળની યાત્રા પર જવું પડી શકે છે.
કર્ક-
આત્મવિશ્વાસમાં ઘટાડો થશે, પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળની યાત્રા પર જવું પડી શકે છે. ખાન પાનનું ધ્યાન રાખો, આરોગ્ય બગડી શકે છે. જૂના મિત્રના સહયોગથી રોજગારીની તક મળી શકે છે. વાતચીતમાં સંયમ રાખો, ખર્ચામાં વધારો થશે. ભેટ સ્વરૂપે કપડા મળી શકે છે.
સિંહ-
આત્મ સંયમ રાખો. વધુ પડતી આળસ આવશે. ઘર પરિવારની સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, જીવનસાથી સાથે મનભેદ થઈ શકે છે. ઓફિસમાં પરિવર્તન થવાની શક્યતા છ. માતાનું સાનિધ્ય અને સહયોગ મળશે. લાભ થવાની સંભાવના છે. નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે. પરિશ્રમ વધુ કરવો પડશે.
કન્યા-
તમારી લાગણીને કાબૂમાં રાખો, આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. ગુસ્સો ના કરશો, પરિવારની જવાબદારી વધી શકે છે. કુટુંબની વડીલ વ્યક્તિ પાસેથી નાણાંકીય લાભ થઈ શકે છે, પરિવાર સાથે ધાર્મિક સ્થળની યાત્રા પર જવું પડી શકે છે. ભાઈઓનો સહયોગ મળશે, જે પણ ધન અટકેલ છે, તે પરત મળી શકે છે. નોકરીમાં ઓફિસનો સહયોગ પ્રાપ્ત થશે, સ્થળ પરિવર્તન થવાની સંભાવના છે.
તુલા-
વાણીમાં મધુરતા રહેશે, લાગણીઓ પર કાબૂ રાખો. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. નોકરીમાં સ્થળ પરિવર્તન થવાની સંભાવના છે. વાતચીત દરમિયાન સંયમ રાખો. સંગીતમાં રુચિ થઈ શકે છે. નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થઈ શકે છે. ઘર પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. ઘરનું રિનોવેશન થશે, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે. જીવનસાથીને પરેશાની થશે.
વૃશ્વિક-
વાણીમાં મધુરતા રહેશે, મન અશાંત રહેશે. લાગણીઓ પર કાબૂ રાખો. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. નોકરીમાં સ્થળ પરિવર્તન થવાની સંભાવના છે. વાતચીત દરમિયાન સંયમ રાખો. સંગીતમાં રુચિ થઈ શકે છે. નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થઈ શકે છે. ઘર પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. ઘરનું રિનોવેશન થશે, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે. જીવનસાથીને પરેશાની થશે.
ધન-
નિરાશાની ભાવના ઉત્પન્ન થઈ શકે છે. માનસિક શાંતિ જાળવી રાખવાની કોશિશ કરો. ધર્મ પ્રત્યે સદભાવના રાખો. શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. કારોબારમાં વૃદ્ધિ થશે. વગર કામની ચિંતા ના કરવી જોઈએ. લાગણીઓ પર કાબૂ રાખો. નોકરીમાં સ્થળ પરિવર્તન થવાની સંભાવના છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.
મકર-
મન પ્રસન્ન રહેશે, વગર કામનો ક્રોધ ના કરશો. નોકરી માટે ટ્રાવેલ માટે જવું પડી શકે છે. વગર કામના ખર્ચા વધી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. આરોગ્ય પ્રત્યે સાવચેત રહો. પરિવારની સમસ્યા અવગણવી ના જોઈએ. ખર્ચો વધશે, જીવનસાથી સાથે રકઝક થઈ શકે છે. નકારાત્મક વિચારો ના લાવવા.
કુંભ-
વગર કામનો ક્રોધ ના કરશો. બિઝનેસ માટે વિદેશ યાત્રએ જવું પડી શકે છે. માનસિક શાંતિ માટેની કોશિશ કરો. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. શૈક્ષણિક કાર્યોમાં સફળતાનો યોગ બની રહ્યો છે. ભાઈઓ સાથે વિવાદ થઈ શકે છે.
મીન-
માનસિક પરેશાની વધશે. આત્મસંયમ જાળવો. વિવાદોથી દૂર રહેવાની કોશિશ કરો. ધર્મ પ્રત્યે સદભાવના રહેશે. ધાર્મિક કાર્યોમાં ભાગદોડ થઈ શકે છે. આરોગ્ય પ્રત્યે સજાગ રહો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. દાંપત્યજીવન સુખી રહેશે. પરિવારની વડીલ મહિલા પાસેથી ધન પ્રાપ્ત થઈ શકે છે. શૈક્ષણિક કાર્યોમાં મુશ્કેલીઓ આવશે. વાણીમાં કઠોરતા રહી શકે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.