બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / mandir niyam never do these mistake while visiting in temple

જાણવા જેવું / મંદિરમાં ગર્ભગૃહની પાછળ જઈને ન કરવું જોઈએ આ કામ, મોટા ભાગના લોકો કરે છે ભૂલ, મળે છે અશુભ ફળ

Manisha Jogi

Last Updated: 11:34 AM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંદિરમાં દર્શન કરતા સમયે અનેક લોકો એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે અશુભ ફળ પ્રાપ્ત થાય છે. મંદિરમાં આ ભૂલ બિલ્કુલ ના કરવી જોઈએ.

  • દેવી દેવતાની પૂજા કરવાની સાથે મંદિરમાં જવાની પરંપરા
  • મન શાંત થાય છે અને જીવન પર સારી અસર થાય છે
  • મંદિરમાં જતા સમયે કઈ ભૂલ ના કરવી જોઈએ

સનાતન ધર્મમાં દેવી દેવતાની પૂજા કરવાની સાથે મંદિરમાં જવાની પણ પરંપરા છે. આરાધ્યાના દર પર જવાથી વ્યક્તિનું મન શાંત થાય છે અને જીવન પર સારી અસર થાય છે, ઉપરાંત પડકારો સામે લડવાની તાકાત મળે છે. લોકો કોઈપણ શુભ કરવા માટે અને સમસ્યા દૂર કરવા માટે મંદિરમાં જાય છે. મંદિરમાં દર્શન કરતા સમયે અનેક લોકો એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે અશુભ ફળ પ્રાપ્ત થાય છે. મંદિરમાં જતા સમયે કઈ ભૂલ ના કરવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

મંદિરમાં દર્શન કરતા સમયે આ ભૂલ ના કરવી
પગ ધોઈને જવું

હિંદુ ધર્મમાં પગ ધોવાનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે પણ મંદિર જાવ ત્યારે પગ ધોઈને જ જવું અને ત્યારપછી જ મંદિરમાં પ્રવેશ કરવો. 

મંદિરની પાછળ પૂજા ના કરવી
અનેક લોકોની એવી આદત હોય છે કે, મંદિરમાં દર્શન કર્યા પછી મંદિરમાં જઈને પૂજા અર્ચના કરે છે. આ પ્રકારે બિલકુલ પણ ના કરવું જોઈએ, નહીંતર પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. 

આ પ્રકારે પરિક્રમા ના કરવી
સામાન્ય રીતે આપણે કોઈપણ દિશાથી પરિક્રમા શરૂ કરે છે. આ પ્રકારે બિલ્કુલ ના કરવું જોઈએ, હંમેશા ડાબા હાથથી પરિક્રમા શરૂ કરવી જોઈએ. 

દેવી દેવતા સામે આ પ્રકારે ના ઊભા રહેવું
જો તમે મંદિરની મૂર્તિ સામે ઊભા રહો છો, આ પ્રકારે બિલ્કુલ ના કરવું જોઈએ. મંદિરની એકદમ સામે ના ઊભા રહેવું જોઈએ, થોડા ત્રાંસા ઊભા રહેવું જોઈએ. 

દર્શન કરતા સમયે આ ભૂલ ના કરવી
જો કોઈ વ્યક્તિ દેવી-દેવતાને દંડવત પ્રણામ કરતી હોય તો તેની સામેથી ના નીકળવું જોઈએ. 
 
વાદ-વિવાદ ના કરવો
સામાન્ય રીતે વ્યક્તિ મંદિરમાં સુખ-શાંતિ માટે જાય છે, પરંતુ કેટલાક લોકોને પંક્તિમાં આગળ વધવા બાબતે વાદ વિવાદ થઈ જાય છે. આ પ્રકારની ભૂલ બિલ્કુલ ના કરવી જોઈએ. હંમેશા શાંતિ અને ધ્યાનપૂર્વક દર્શન કરવા જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ