રાજસ્થાનના પાલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક શખ્સે મહિલાને ગોળી માર્યા બાદ પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી.
રાજસ્થાનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
એકતરફી પ્રેમમાં પાગલ પુરુષ પ્રેમિકાને પતાવી દીધી
બાદમાં પોતાની જાતને પણ ગોળી મારી દીધી
રાજસ્થાનના પાલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક શખ્સે મહિલાને ગોળી માર્યા બાદ પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. કહેવાય છે કે, યુવકની પત્ની તેને છોડીને ભાગી ગઈ હતી. ત્યાર બાદ તે યુવતી સાથે લગ્ન કરવા માગતા હતા. યુવતી તેનો સંબંધ સ્વિકાર નહોતી કરી રહી હતી. યુવકને લાગી રહ્યું હતું કે, તેને કોઈ અન્ય સાથે લફરુ ચાલી રહ્યું છે. પોલીસે આ મામલામાં સુસાઈડ નોટ પણ જપ્ત કરી છે. સાથે જ બે લોકોની ધરપકડ પણ કરી છે. આ બંનેએ શખ્સને યુવતીને ઘરે પહોંચાડી હતી.
પાંચ વર્ષથી ઓળખતા હતા
પોલીસે જણાવ્યું છે કે, 30 વર્ષિય છગન વણઝારા 23 વર્ષિય મમતા વણઝારા પાંચ વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. બંને કેટરિંગ અને કંફેક્શનરીનું કામ કરતા હતા. એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર છગન પરણેલો હતો અને તેને બે બાળકો પણ હતા. પણ તેની પત્ની તેને છોડીની જતી રહી હતી. મમતાને મળ્યા બાદ તેને પ્રેમ થઈ ગયો. તે પોતાની પત્નીને છોડીને મમતા સાથે લગ્ન કરવા માગતો હતો. તો વળી મમતા અને તેની માતા આ વાતને લઈને રાજી નહોતા. તેની પાછળ કારણ હતું કે, છગનને બે બાળકો છે.
મમતા પર કરતો હતો શક
પોલીસના તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, મમતાના પણ બે વાર લગ્ન થઈ ચુક્યા હતા. પણ બંને જગ્યાએથી વાંધો પડતા હાલમાં તે પોતાના માતા-પિતાના ઘરે સાથે રહેતી હતી. તો વળી છગન મમતા પર વારંવાર શક કરતો હતો કે તેને કોઈ સાથે લફરુ ચાલી રહ્યું છે. તેણે આ બાબતને લઈને ઘણી વાર મમતાને ચેતવણી પણ આપી હતી અને ઉપરથી લગ્નનો પ્રસ્તાવ સ્વિકાર કરવાનું દબાણ પણ બનાવી રહ્યો હતો.
હોસ્પિટલમાં થયું મોત
પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવાર રાતે છગન લગભગ નવ વાગ્યે સુભાષ નગર સ્થિત મમતાના ઘરે પહોંચ્યો. આ દરમિયાન મમતા પોતાના પરિવાર સાથે જમી રહી હતી. છગનના હાથમાં બંદૂક જોઈને મમતા ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગી. પણ છગને તેને પકડી લીધી. ત્યાર બાદ મમતાને પોઈન્ટ બ્લેકથી ગોળી મારી દીધી. ગોળી વાગતા જ મમતા ત્યાં ઢળી પડી હતી. ત્યાર બાદ છગને ખુદને પણ ગોળી મારી દીધી હતી. તાત્કાલિક બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે મમતાને મૃત જાહેર કરી હતી. જ્યારે છગનને જોધપુર રેફર કરવામાં આવ્યો હતો. શનિવારે રાતે સારવાર દરમિયાન છગનનું પણ મોત થઈ ગયું હતું.