બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Man Gets 40,000-Page Reply To RTI Query, Brings Docs Home Stuffed In SUV

RTI કે મજાક / અરે બાપ રે, RTIનો આવો જવાબ, 40,000 પાના મળતાં ચોંક્યો, ગાડીમાં ઠુંસી-ઠુંસીને ઘેર લાવ્યો

Hiralal

Last Updated: 04:04 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ઈન્દોરમાં RTI કાર્યકરને તેમની આરટીઆઈ અરજીના જવાબમાં 40,000 પાનાનો જવાબ મળ્યો હતો.

  • મધ્યપ્રદેશના ઈન્દોરની અજીબ ઘટના
  • શખ્સને 40,000 પાનામાં મળ્યો RTIનો જવાબ
  • ગાડી ભરીને ઘેર લાવવા પડ્યાં કાગળિયા 

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ધર્મેન્દ્ર શુક્લા નામના એક શખ્સને આરટીઆઈ અરજીના જવાબમાં 40,000 પાનાનો જવાબ મળતાં તેઓ ચોંકી ઉઠ્યાં હતા. હકીકતમાં શુક્લાએ કોરોના સંબંધિત એક માહિતી મેળવવા આરટીઆઈ અરજી કરી હતી જેના જવાબમાં તેમને 40,000 પાનાનો જવાબ મળ્યો હતો. આ જોઈને તેઓ ચોંકી ઉઠ્યાં હતા. સામાન્ય રીતે કોઈ વાતનો જવાબ આપવો હોય કે એક બે વધારેમાં વધારે બે કાગળિયા ઘણા કહેવાય પરંતુ અહીં તો એક-બે કે દશ નહીં પરંતુ 40,000 પાનાનો જવાબ મળ્યો હતો જે કોઈને પણ નવાઈ કરી મૂકે તેમ છે. 

40,000 પાનાના પૈસા ન લવાયા 
સામાન્ય રીતે આરટીઆઈ અરજી કરનાર જેટલા પેજમાં જવાબ અપાયો હોય તેટલા પેજના પાના દીઠ બે રુપિયા ચુકવવા પડે છે પરંતુ શુક્લાને કોઈ પૈસા ચુકવવા પડ્યાં નહોતા કારણ કે તેમની અરજીનો નિકાલ એક મહિનાની અંદર આવ્યો નહોતો. શુક્લાએ આજે જણાવ્યું હતું કે, "મેં ઈન્દોરના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (સીએમએચઓ) સમક્ષ એક આરટીઆઈ અરજી રજૂ કરી હતી, જેમાં કોવિડ -19 રોગચાળાના સમયગાળા દરમિયાન દવાઓ, ઉપકરણો અને આનુષંગિક સામગ્રીની ખરીદી સાથે સંકળાયેલા ટેન્ડરો અને બિલ ચુકવણીની વિગતો માંગવામાં આવી હતી. એક મહિનામાં માહિતી પૂરી ન પડાતાં તેમણએ પ્રથમ અપીલ અધિકારી ડો.શરદ ગુપ્તાનો સંપર્ક સાધ્યો હતો, જેમણે આ અરજી સ્વીકારી હતી અને તેમને આ માહિતી વિનામૂલ્યે આપવામાં આવે એવો નિર્દેશ આપ્યો હતો. 

આખી ગાડી ભરાઈ જાય તેટલા કાગળિયા મળ્યાં 
શુક્લાએ કહ્યું કે દસ્તાવેજો પાછા લાવવા માટે હું મારી એસયુવી લઈ ગયો અને આખું વાહન ભરાઈ ગયું. માત્ર ડ્રાઇવરની સીટ જ મુક્ત રહી હતી. 
આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અપીલ અધિકારી અને પ્રાદેશિક સંયુક્ત નિયામક ડો.શરદ ગુપ્તાનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે આ માહિતી વિનામૂલ્યે આપવાનો આદેશ આપ્યો છે.

સરકારને થયું 80,000નું નુકશાન 
ડો.ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમણે સીએમએચઓને તે કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો કે જેમના કારણે સરકારી તિજોરીને રૂ. 80,000નું નુકસાન થયું હતું કારણ કે માહિતી સમયસર આપવામાં આવી ન હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ