બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / man aeroplane trash remote control plane nigeria video viral

આને કહેવાય નસીબ / કબાડમાંથી શખ્સે તૈયાર કરી નાખ્યું રિમોટવાળું પ્લેન, હવે આ ટેક કંપનીએ આપી મોટી ઓફર

Bijal Vyas

Last Updated: 03:33 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્યારેય વિમાનમાં ના બેઠેલા વ્યક્તિએ કબાડની વસ્તમાંથી એરોપ્લેનને કંટ્રોલ કરવાનો રિમોર્ટ બનાવ્યો છે. વાંચો સંપૂર્ણ વિગત

  • નાઈજીરિયાના લાગોસના બોલાજી ફતાઈ થઇ રહી ખૂબ ચર્ચા
  • ફતાઇ આજ સુધી પ્લેનમાં બેઠો નથી
  • ફતાઇને એક ટેક કંપનીએ ઇન્ટર્નશિપ ઓફર કરી

જો વ્યક્તિ પોતાના મનમાં કંઇક કરવાનું નિશ્ચય કરે તો તે કંઈ પણ કરી શકે છે. એક માણસ જે ક્યારેય વિમાનમાં બેઠો ન હતો, તેણે ક્યારેય કોઈ વિમાનને નજીકથી જોયું ન હતું પરંતુ ઉડવાનું એટલું પસંદ કર્યું કે તેણે કબાડ(ભંગાર)માંથી રિમોટ કંટ્રોલ એરપ્લેન બનાવ્યું. જી, હાં નાઈજીરિયાના લાગોસના બોલાજી ફતાઈ ખૂબ ચર્ચામાં છે. ફટાઈ એક ગરીબ પરિવારમાંથી આવે છે.

સ્ક્રેપ વિમાન
વાયરલ થયેલા વીડિયોમાં ફતાઈનું જંકમાંથી બનેલું પ્લેન હવામાં ખૂબ જ ઝડપથી ઉડી રહ્યું છે. જોકે ફતાઈએ એક દુકાનમાંથી પ્રોપેલર અને રિમોટ કંટ્રોલ ખરીદ્યા છે, પરંતુ નવાઇની વાત તો એ છે કે તેણે પ્લેનની આખી બોડી કાઢી નાખેલી સામગ્રીમાંથી બનાવી છે.

ફટાઈ ક્યારેય પ્લેનમાં બેસ્યો નથી
મીડિયા રિપોર્ટ અનુસાર, 21 વર્ષીય ફતાઈએ જણાવ્યું કે તેણે 7 વર્ષની ઉંમરથી આ માટે સામગ્રી એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. ફતાઈએ કહ્યું કે જ્યારે પણ હું કોઈ વિમાનને ઉડતું જોતો ત્યારે મારું મન ખૂશીથી ઉછળી પડતું. જોકે હું ક્યારેય એરોપ્લેનમાં બેસી શક્યો નથી.

ટેક કંપનીએ ઇન્ટર્નશિપ ઓફર કરી
ફતાઈ માત્ર કબાડમાંથી બનેલું રિમોટ કંટ્રોલ એરપ્લેન બનાવીને લાઈમલાઈટમાં આવ્યો નથી, પરંતુ એક ટેક કંપનીએ તેને ઈન્ટર્નશિપની ઓફર પણ કરી છે. એરોનોટિકલ એન્જિનિયર બનવા તરફ ફતાઈનું આ પહેલું મોટું પગલું છે. ફતાઈએ કહ્યું કે તેમનો દેશ વિકાસશીલ છે અને તે પોતાની ડ્રોન ટેક્નોલોજી દ્વારા તેના વિકાસમાં નાનો ફાળો આપવા માંગે છે.

કબાડમાંથી બનાવી બોરવેલ મશીન
સખત મહેનત અને લગનથી ઓછામાં ઓછા સંસાધનો સાથે ઘણું બધું કરી શકાય છે અને તેના ઘણા ઉદાહરણો ભૂતકાળમાં પણ આવતા રહ્યા છે. ગયા વર્ષે જૂનમાં કંઈક આવું ભારતના છત્તીસગઢમાં જોવા મળ્યું હતું જ્યારે ચંદન નામના વ્યક્તિએ કોરોનાના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવ્યા પછી કચરામાંથી બોરવેલ મશીન બનાવ્યું હતું, જે અન્ય બોરવેલ મશીનોથી તદ્દન અલગ છે.

આ ઓછી કિંમતનું મશીન 40-50 ફૂટ સુધી સરળતાથી ખોદકામ કરી શકે છે. સામાન્ય રીતે બોરવેલ મશીનથી ખોદવામાં 70-80 હજાર રૂપિયા ખર્ચ થાય છે, પરંતુ જુગાડથી બનેલા આ મશીનથી 35 થી 40 હજાર રૂપિયામાં કામ થાય છે અને પાણી પણ પૂરેપૂરું આવે છે. ચંદન કહે છે કે, તેણે બોરવેલ મશીનને લઈને કંઈક ઈનોવેશન કરવાનું મન બનાવ્યું અને કબાડમાંથી બોરવેલ મશીન તૈયાર કર્યું. હવે તે શેરડીના ખેતરમાં 4 થી 5 કલાક સરળતાથી પાણી આપી શકે છે. જો ગામમાં બોરવેલમાંથી કામ મળે છે, તો તે આ મશીનનો ઉપયોગ કરે છે અને પૈસા કમાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ