બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Mallikarjun Kharge in support of farmer protest said that congress will ensure MSP facility

BIG BREAKING / કિસાન આંદોલન વચ્ચે કોંગ્રેસનું મોટું એલાન, MSPની કાનૂની ગેરંટીની આપી બાંહેધરી

Vaidehi

Last Updated: 04:50 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલ્લિકાર્જુન ખરગેએ કિસાન આંદોલનનું સમર્થન કરતાં કેન્દ્ર પર પ્રહાર કરતાં કહ્યું કે - " પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથે વાત કરીને તેમને ન્યાય અપાવવો જોઈએ. "

  • ખેડૂત આંદોલનનાં સમર્થનમાં ખરગેનું નિવેદન
  • કિલ્લાબંધીને લઈને કેન્દ્ર પર તીખા પ્રહારો કર્યાં
  • કહ્યું PMએ ખેડૂતોને ન્યાય અપાવવો જોઈએ

ખેડૂતોનાં પ્રદર્શનની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ છત્તીસગઢમાં મોટું એલાન કર્યું છે. મંગળવારે પાર્ટી સાંસદ રાહુલ ગાંધીની હાજરીમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન તેમણે કહ્યું કે જો આગળ કોંગ્રેસ ચૂંટાઈને આવે છે તો તેઓ MSPની ગેરન્ટી આપશે.

મલ્લિકાર્જુન ખરગેએ આ પહેલાં ખેડૂતોનાં 'દિલ્હી ચલો' માર્ચને લઈને સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા અને કિલ્લાબંધીને લઈને કેન્દ્ર પર તીખા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે," પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથે વાત કરીને તેમને ન્યાય અપાવવો જોઈએ. સરકારે દેશનાં અન્નદાતાઓ સાથે કરેલા વાયદાઓ તોડ્યાં અને હવે તેઓ તેમના અવાજ પર પણ લગામ લગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે."

"750 ખેડૂતોની લીધી હતી જાન"

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોંગ્રેસ તરફથી પોસ્ટ કરવામાં આવ્યું કે- "તાનાશાહી મોદી સરકારે ખેડૂતોનાં અવાજ પર લગામ લગાડી છે- યાદ છે ને..."આંદોલનજીવી" અને "પરજીવી" કહીને બદનામ કર્યું હતું અને 750 ખેડૂતોની લીધી હતી જાન"

કેન્દ્ર સરકારે ખેડૂતોનાં ક્યાં 3 વાયદા તોડ્યાં છે?
ખરગેનો આરોપ છે- "10 વર્ષોમાં મોદી સરકારે દેશનાં અન્નદાતાઓથી કરેલા 3 વાયદાઓ તોડ્યાં. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવું, સ્વામીનાથન રિપોર્ટ અનુસાર 50% MSP લાગૂ કરવું અને MSPને કાયદાકીય દરજ્જો આપવો. અમારો ખેડૂત આંદોલનને પૂરેપૂરો સમર્થન છે. ના ડરશું ના નમશું"

વધુ વાંચો: Rakesh Tikait નહીં, આ વખતે આ વ્યક્તિના નેતૃત્વમાં થઈ રહ્યું છે ખેડૂતોનું આંદોલન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ