બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / મૂવી સમીક્ષા / Malhar thakar starrer vanila icecream movie reivew

ફિલ્મ રિવ્યુ / Movie review:મલ્હાર ઠાકરની Vanila Icreamનો સ્વાદ કેવો લાગશે?

Bhavin Rawal

Last Updated: 11:18 AM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ શુક્રવારે એકદમ ચૂપકીથી મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ વેનિલા આઈસક્રીમ થિયેટરમાં આવી છે. અમે આ ફિલ્મ જોઈ લીધી છે, અને તમને અમે અહીં કહીસું કે અમને આ ફિલ્મ કેવી લાગી છે, ફિલ્મની સારી વાતો કઈ છે, ફિલ્મ ક્યાં કાચી પડી છે.

સોશિયલ મીડિયા પર હાલ ગુજરાતી ફિલ્મ કસૂંબોને લઈને કમઠાણ ચાલી રહ્યું છે. સારી વાત એ છે કે એટલીસ્ટ સોશિયલ મીડિયા પર તો સોશિયલ મીડિયા પર ગુજરાતી ફિલ્મોની આટલી જોરશોરથી ચર્ચા થઈ રહી છે. જો કે, આની સાથે સાથે નવી ગુજરાતી ફિલ્મો પણ રિલીઝ થઈ રહી છે. આ શુક્રવારે એકદમ ચૂપકીથી મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ વેનિલા આઈસક્રીમ થિયેટરમાં આવી છે. અમે આ ફિલ્મ જોઈ લીધી છે, અને તમને અમે અહીં કહીસું કે અમને આ ફિલ્મ કેવી લાગી છે, ફિલ્મની સારી વાતો કઈ છે, ફિલ્મ ક્યાં કાચી પડી છે.

જ્યારે ફિલ્મની કાસ્ટમાં મલ્હાર ઠાકરનું નામ હોય, ત્યારે દર્શકોને એક અલગ પ્રકારનો ઉત્સાહ અને અપેક્ષાઓ હોય છે. જો તમે પણ છેલ્લો દિવસ કે શું થયું કે 3 એક્કાવાળા મલ્હારને જોવા માટે જઈ રહ્યા છો, તો આ ફિલ્મ તમને નિરાશ કરી શકે છે. પરંતુ જો તમે ખરેખર મલ્હાર ઠાકરના ફેન છો, અને તમને મલ્હારને જુદા જુદા અવતારમાં જોવા ગમે છે, તો આ ફિલ્મ તમને ગમશે. જો કે અહીં પણ ટિપિકલ મલ્હારની ઝલક અમુક સીન્સમાં છે, પરંતુ મલ્હારે પોતાની ઈમેજથી હટકે કામ આ મૂવીમાં કર્યું છે. 

ફિલ્મની આખી વાર્તા કહીને તમને બોર નહીં કરીએ, પણ એટલું કહી દઉં કે આ ઘર ઘર કી કહાની છે. એક ફેમિલીના 5 પાત્રો વચ્ચેના સંબંધો, સાસુ-વહુના સંબંધોની વાર્તા છે. જેને ખૂબ સુંદરતાથી સ્ક્રીન પર રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં કેટલાક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ પણ છે, જેનો જવાબ શોધવા તમે છેલ્લે સુધી બેસી રહેશો, પરંતુ વચ્ચે વચ્ચે થયા કરશે કે હવે ફિલ્મ પૂરી થાય તો સારું.

અમે જ્યારે આ ફિલ્મ જોઈ તો પહેલા હાફમાં ખૂબ મજા પડી. મધ્યાંતરની પહેલાનો ભાગ તો જાણે સિલ્વર સ્ક્રીન પર કવિતા લખાઈ હોય તેવો લાગ્યો. અર્ચનભાઈના મોઢે બોલાવાયેલા સંવાદો અને દાદની આંખોમાંથી નહીં બોલાયેલા સંવાદો આ ફિલ્મને ઉંચકે છે. ફિલ્મની સાદગી જ તેનો માસ્ટર પોઈન્ટ છે. સિનેમેટોગ્રાફી અને મધ્યાંતર પહેલાના તેમ જ પછીના પણ કેટલાક સીન્સ તમને એકદમ શાંત ફીલિંગ આપશે, છતાંય તમને જોવાની મજા પડશે. 

પરંતુ, ઈન્ટરવલ પછી ફિલ્મ ખરેખર વધુ ખેંચાતી હોય એવું લાગે છે. મધ્યાંતર પહેલા જે બેન્ચમાર્ક સેટ થાય છે, એ સેકન્ડ હાફમાં ખોવાઈ ગયો છે. એવું લાગે છે, કે ડિરેક્ટર અને રાઈટરે બે સ્ટોરી ભેગી કરી દીધી છે, અથવા તો બે જુદા જુદા ટ્રેક ભેગા થઈ રહ્યા છે. જેને કારણે વચ્ચેના ઘણા સીન્સ બોર કરે છે. પણ, હસતા રમતા પરિવારના દ્રશ્યો, ફેમિલી મોમેન્ટ્સ મજા કરાવતી રહે છે. 

મલ્હાર ઠાકર ખૂબ અલગ લાગી રહ્યા છે, અને અમને તેમનો આ અવતાર પસંદ પડ્યો છે, તો યુક્તિ રાંદેરિયાની સાદગીને પણ મન મોહ લીયા.વંદના પાઠક દરેક સીન્સમાં, જ્યાં ડાઈલોગ્સ નથી ત્યાં પણ અદભૂત કામ કરી જાય છે. અર્ચન ત્રિવેદીની તો મોટા ભાગની લાઈન્સ સાંભળવાની મજા પડે છે. પણ અમને પર્સનલી જે ગમ્યુ એ છે કે દાદાનું પાત્ર, દાદાની ક્યુટ સ્માઈલ અને દાદી માટે તેમની ફીલિંગ્સ દર્શાવતો સંવાદ. 

જો કે, ફરી એકવાર કહી દઉં કે ફર્સ્ટ હાફ ખૂબ સરસ છે, મજા પડે છે. પણ સેકન્ડ હાફ ભેળસેળ જેવો લાગી રહ્યો છે, સારી મોમેન્ટ્સ અને મેસેજ આપવામાં ફિલ્મે ધક્કા મારવા પડી રહ્યા હોય એવું લાગે છે. અફકોર્સ આ ફિલ્મ ખૂબ ટૂંકી બની શકી હોત. 

વધુ વાંચો: રાતોરાત બંધ થઇ જશે TV ઇન્ડસ્ટ્રીના આ 9 show! ઘટતી TRPએ મેકર્સનું ફૂંક્યું દેવાળિયું 

સરવાળે કહીએ તો જો તમારે કોઈ અલગ પ્રકારની ફિલ્મ જોવી છે, તમારે ફેમિલી મોમેન્ટ્સ અને શાંતિની ફીલ આપતી ફિલ્મ જોવી છે, જો તમને સાઉથની કન્ટેન્ટ બેઝ્ડ ફિલ્મો ગમે છે, તો આ ફિલ્મ ગમશે. બાકી, હવે તમે જોઈને અમારા સોશિયલ મીડિયા પેજ પર પણ કમેન્ટ કરજો કે તમને વેનિલા આઈસક્રીનો સ્વાદ કેવો લાગ્યો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ