બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / Male female ratio of doing yoga in all over the world, data and percentage is here

વિશ્વ / ભારત કરતાં પણ આ દેશની મહિલાઓમાં યોગ છે પોપ્યુલર, UK-USAના લોકો પણ હેલ્ધી રહેવા કરે છે આસન, જુઓ આંકડા

Vaidehi

Last Updated: 04:58 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંકડાઓ અનુસાર વિશ્વમાં ભારતીય પુરુષો સૌથી વધુ પ્રમાણમાં યોગ કરે છે પરંતુ યોગ કરતી મહિલાઓમાં કયો દેશ સૌથી આગળ છે? જાણો.

  • વર્લ્ડ ઓફ સ્ટેસ્ટિક્સે યોગ કરતી વસ્તીનાં આંકડાઓ જાહેર કર્યાં
  • વિવિધ દેશનાં પુરુષો અને મહિલાઓનાં આંકડાઓ જાહેર
  • ભારતની મહિલાઓને યોગમાં પાછળ મૂક્યું આ દેશએ

આપણે સૌ જાણીએ જ છીએ કે વિશ્વને યોગની ભેટ આપનારો દેશ ભારત છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં પણ યોગનું અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હાલમાં જ વિશ્વ યોગ દિવસની ઊજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી છે ત્યારે World of Statisticsએ યોગ કરતાં દેશોને લઈને એક આંકડાકીય માહિતી શેર કરી છે. આ આંકડાઓમાં વિશ્વની કેટલી વસ્તી કેટલા પ્રમાણમાં યોગ કરે છે તે અંગે માહિતી આપવામાં આવી છે.

સૌથી વધુ આ દેશની મહિલાઓ કરે છે યોગ
યોગનાં મૂળ ભારત સાથે સંકળાયેલા છે તેમ છતાં જો આ રિપોર્ટનું માનીએ તો ભારતને પાછળ મૂકીને સૌથી વધારે સાઉથ કોરીયાની 43% મહિલાઓ  યોગ કરે છે. જ્યારે ભારત 31%નાં આંકડાઓ સાથે દ્વિતીય સ્થાન પર છે. બીજી તરફ જો પુરુષોનાં આંકડા પર નજર ફેરવીએ તો વિશ્વમાં સૌથી વધુ ભારતનાં પુરુષો (22%) યોગ કરે છે. જે એક ગૌરવની વાત છે. દ્વિતીય સ્થાન પર USA છે.

યોગનો ઈતિહાસ 5000 વર્ષ જૂનો
ભારત સાથે યોગનો ગાઢ સંબંધ છે કારણ કે ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. યોગ, એક માનસિક અને શારીરિક પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે, જેનો ઉદ્ભવ ભારતમાં થયો છે. યોગની અસરકારકતાને જોતા આજે સમગ્ર વિશ્વમાં લોકો તેનું મહત્વ સમજવા લાગ્યા છે. યોગ કેટલો લાભદાયી છે અને તેનું મહત્વ શું છે તે જાણવા માટે દર વર્ષે 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

PM Narendra Modi doing Yoga

યોગ દિવસનો ઇતિહાસ
27 સપ્ટેમ્બર 2014 ના રોજ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત મહાસભામાં વિશ્વના તમામ દેશોને યોગ દિવસની ઉજવણી કરવા આહ્વાન કર્યુ. વડાપ્રધાન મોદીના પ્રસ્તાવને સ્વીકારીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ માત્ર ત્રણ મહિનામાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંગઠનની જાહેરાત કરી હતી. જે બાદ વિશ્વએ વર્ષ 2015માં પ્રથમ વખત યોગ દિવસની ઉજવણી કરી.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ