બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / make up laga lo umar ghat thi hai karan johar cryptic post on face surgeries makes buzz
Arohi
Last Updated: 11:42 AM, 2 April 2024
બોલિવુડ ઈન્ડસ્ટ્રીના ફેમસ ફિલ્મમેકર કરણ જોહર મોટાભાગે કોઈને કોઈ કારણોથી ચર્ચામાં રહે છે. હાલમાં જ કરણ પોતાની એક પોસ્ટને લઈને ચર્ચામાં છે. આ પોસ્ટમાં કરણે ખબર નહીં કોના પર પોતાની ભડાસ કાઢી છે. તેમણે પોતાની એક પોસ્ટમાં ગુસ્સામાં ઈન્ડસ્ટ્રીનો એવો રાઝ ખોલ્યો છે જેને જોઈને બધા જ ચોંકી ઉઠ્યા છે.
ADVERTISEMENT
કરણ જોહરની પોસ્ટથી હંગામો
આમ તો તમે કરણ જોહરને ટ્રોલર્સના નિશાના પર રહેતા જોયો હશે. ક્યારેક તેને નેપોટિઝમ્સના મુદ્દા પર તો ક્યારેક તેમને તેમની સેક્સુએલિટીને લઈને મોટાભાગે લોકો સોશિયલ મીડિયા પર ટોન્ટ મારે છે. પરંતુ પહેલી વખત એવું થયું છે જ્યારે કરણ જોહરે કોઈના પર ટોન્ટ માર્યો છે.
ADVERTISEMENT
હાલમાં જ કરણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે ગુસ્સામાં એટલું બધુ કહી દીધુ છે જેની કોઈને આશા ન હતી. કરણ જોહરે પોતાની પોસ્ટમાં લખ્યું છે- "ફિલર લગાવી લો ફૂલફિલમેન્ટ નથી મળતી...મેકઅપ લગાવી લો ઉંમર ઘટે છે. કરીલો જેટલું પણ બોટોક્સ, લાગશો એવા જાણે મઘમાખીએ ડંખ માર્યો હોય. નાક બદલવાથી ગંધ ઈત્ર નથી બની જતું, સર્જરી કરાવવાથી બહારી શરીર ભલી બદલાઈ જાય પરંતુ મારી જાન ફિતરત નથી બદલાતી."
હવે કરણની આ પોસ્ટે લોકોને કન્ફ્યૂઝ કરી દીધા છે. લોકો તેમની આ પોસ્ટને વાંચ્યા બાદ વિચારમાં પડી ગયા છે કે આખરે કરણે કોની પર નિસાન સાધ્યું છે અને કેમ. હાલ તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.