બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Aryan Khan is dating Akshay Kumar's actress! Speculation took the form of debate
Megha
Last Updated: 09:53 AM, 2 April 2024
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહે છે એમ છતાં તે ઘણીવાર સમાચારમાં રહે છે. ક્યારેક આર્યન ખાન તેના સ્વેગના કારણે ચર્ચામાં આવે છે તો ક્યારેક તેના દિગ્દર્શક તરીકેની ડેબ્યૂને કારણે. પરંતુ હાલમાં જ તે આ બંને સિવાય પોતાની અંગત જિંદગીને કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
Aryan Khan with Larrisa Bonesi.
byu/South-Catch6393 inBollyBlindsNGossip
ADVERTISEMENT
વાત એમ છે કે આર્યન ખાન વિશે એવી અટકળો ચાલી રહી છે કે તે બ્રાઝિલિયન મોડલ અને એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે, જે અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે ફિલ્મ 'દેસી બોયઝ'માં જોવા મળી હતી. અહેવાલો અનુસાર આર્યન ખાન બ્રાઝિલની લારિસા બોન્સીને ડેટ કરી રહ્યો છે.
અત્યારે વર્ષ 2023 સાથે સંબંધિત આર્યન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે ડીજે માર્ટિન ગેરિક્સની ઈવેન્ટનો છે. આ વીડિયોમાં આર્યન ખાન લારિસા બોનેસી અને તેની બહેન સાથે જોવા મળ્યો હતો. આ વીડિયોને શેર કરતા યુઝરે લખ્યું કે 'આર્યન ખાન લારિસા બોનેસીને ડેટ કરી રહ્યો છે. મેં આર્યનનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યું અને તેણે લારિસાના આખા પરિવારને ફોલો કરે છે.'
આર્યન ખાન વિશે વાત કરતાં યુઝરે આગળ લખ્યું, "આર્યને લારિસા બોનેસીની માતાને ડાયવોલ તરફથી એક ગિફ્ટ મોકલી હતી, જે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હું કહોતો પણ હોઈ શકું. પણ આ મારું અનુમાન છે." આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું કે, આર્યન ખાન પણ લારિસા બોનેસીની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો હતો.
વધુ વાંચો: શૈતાન બાદ હવે અજય દેવગણની આ ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ, જુઓ લિસ્ટ
જણાવી દઈએ કે આર્યન ખાનના ડેટિંગના સમાચાર અંગે સત્તાવાર રીતે કંઈ કહી શકાય તેમ નથી. આ સમાચાર માત્ર અટકળો પૂરતા મર્યાદિત છે. લેરિસા બોનેસીની વાત કરીએ તો તે સલમાન ખાન સાથે એડ્સમાં પણ જોવા મળી છે. સાથે જ ભારતમાં રહીને તેણે ઘણા પ્રોજેક્ટ્સમાં હાથ અજમાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.