બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Major reshuffle may happen in Gujarat BJP: Change will happen after national executive meeting

BIG NEWS / ગુજરાત BJPમાં થઈ શકે છે મોટા ફેરબદલ: ઉપ-પ્રમુખ, મહામંત્રી સહિત સંગઠનના અનેક નેતાઓના લેવાઈ શકે રાજીનામાં

Priyakant

Last Updated: 03:38 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંગઠનના હોદ્દા પર રહેલા જે વિધાનસભા જીત્યા તેમના રાજીનામા લેવાઈ શકે , ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ થશે

  • ભાજપમાં થશે કેટલાક ફેરબદલ, એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસ પર થશે કામ
  • સંગઠનના હોદ્દા પર રહેલા જે વિધાનસભા જીત્યા તેના લેવાશે રાજીનામા
  • અનેક શહેર જિલ્લાનાં પ્રમુખ ઉપ-પ્રમુખ,મહામંત્રી લડ્યા હતા ચૂંટણી
  • અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ થશે રાષ્ટ્રીય કારોબારી બેઠક
  • રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ કરવામાં આવશે ફેરફાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે પ્રદેશ ભાજપમાં મોટા ફેરબદલ થઈ શકે છે. વાત જાણે એમ છે કે, સંગઠનના હોદ્દા પર રહેલા જે વિધાનસભા જીત્યા તેમના રાજીનામા લેવાઈ શકે છે. મહત્વનું છે કે, ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ થશે. આ તરફ ચૂંટણીમાં અનેક શહેર-જિલ્લાના પ્રમુખ ઉપ-પ્રમુખ, મહામંત્રી ચૂંટણી લડ્યા હતા. જોકે હવે પ્રદેશ સંગઠનના જેટલા નેતાઓ ચૂંટણી જીત્યા છે તેમના રાજીનામા લેવાશે. 

ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ કરવાની કવાયત શરૂ થઈ છે. વિગતો મુજબ આગામી દિવસોએ ભાજપમાં કેટલાક ફેરબદલ થશે. જેમાં સંગઠનના હોદ્દા પર રહેલા જે નેતાઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા હોય તેઓના રાજીનામા લેવાશે. જેનો મુખ્ય હેતુ એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ કરવાનો છે. 

અનેક નેતાઓના લેવાશે રાજીનામાં 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અનેક નેતાઓ, આગેવાનોએ ઝંપલાવ્યું હતું. જેમાંથી અનેક વ્યક્તિની જીત પણ થઈ છે. જોકે હવે જે-જે નેતા કે આગેવાનોએ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે તે પ્રદેશ સંગઠનના તમામના નેતાઓના રાજીનામાં લેવાશે. મહત્વનું છે કે, અનેક શહેર-જિલ્લાના પ્રમુખ ઉપ-પ્રમુખ, મહામંત્રી ચૂંટણી લડ્યા હતા. 

રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ થશે ફેરફાર 
મહત્વનું છે કે, દરવર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ ઉત્તરાયણના તહેવારને લઈ ગુજરાત આવી રહ્યા છે. આજે મોડી સાંજે અમિત શાહ ગુજરાત આવશે. જોકે અમિત શાહની ગુજરાત મુલાકાત રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાશે. જોકે રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ