બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / ટેક અને ઓટો / mahindra scorpio n painted- in satin matte black ppf anand mahindra became fan

OMG! / કસ્ટમાઇઝ Scorpio-N જોઇને ખુદ આનંદ મહિન્દ્રા રહી ગયા દંગ, કાર અને કલર જોઇને થવા લાગી ઈર્ષા

MayurN

Last Updated: 06:10 PM, 2 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવી સ્કોર્પિયો એન સામે આવી છે, જેનો લુક જોઈને ખુદ આનંદ મહિન્દ્રાને પણ ઈર્ષા થવા લાગી છે.

  • કસ્ટમાઇઝ સ્કોર્પિયો-એન એસયુવી જોઇને આનંદ મહિન્દ્રા દંગ
  • સોશીયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને આપ્યું રિએકશન 
  • મેટ બ્લેક કલરમાં જોઇને આનંદ મહિન્દ્રા રહી ગયા દંગ

મહિન્દ્રાની સ્કોર્પિયો-એન એસયુવી લોન્ચ થઈ ત્યારથી તેની ભારે માંગ છે. આના પર કેટલાક મહિનાનો રાહ જોવાનો સમય છે, જ્યારે કેટલાક નસીબદાર ગ્રાહકોને તેની ડિલિવરી પણ મળી છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન પોતે પણ લાલ રંગની મહિન્દ્રા સ્કોર્પિયો-એન વાપરે છે. તેણે પોતાની સ્કોર્પિયોને ખાસ નામ 'લાલ ભીમ' આપ્યું છે. જ્યારે કેટલાક લોકો તેમના વાહનને નામ દ્વારા અલગ પાડે છે, તો કેટલાક ફક્ત તેના બાહ્ય ભાગને બદલે છે. હાલમાં જ એક એવી સ્કોર્પિયો એન સામે આવી છે, જેનો લુક જોઈને ખુદ આનંદ મહિન્દ્રાને પણ ઈર્ષા થવા લાગી છે. 

આનંદ મહિન્દ્રા પણ ચોકી ઉઠ્યા
તેનો લુક જોઈને આનંદ મહિન્દ્રા પણ તેના ફેન થઈ ગયા અને તેણે ટ્વીટ કરી. આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વીટમાં લખ્યું, "હું એટલું જ કહી શકું છું કે, વાહ! હું મારા #ScorpioN 'લાલ ભીમ'ને પ્રેમ કરું છું પરંતુ મારે સ્વીકારવું પડશે કે આ જોઈને મને ઈર્ષ્યા થાય છે. આ બેટમોબાઈલની સૌથી નજીકની વસ્તુ છે. પ્રણામ માલિક અરુણ પનવાર અને દિલ્હીની વ્રાપહોલેક્ષ જેને આ નાપોલી બ્લેક અને મેટ ફીનીશ બનાવી છે.

 

યુટ્યુબર અરુણ પંવારે વિડીયો અપલોડ કર્યો હતો
ખરેખર, લોકપ્રિય યુટ્યુબર અરુણ પંવારે તેની યુટ્યુબ ચેનલ પર આ સ્કોર્પિયોનો વીડિયો અપલોડ કર્યો છે. તે બતાવે છે કે કેવી રીતે સ્કોર્પિયો એન માલિકે તેનું વાહન અનોખું દેખાવવા માટે પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ (PPF) વડે પેઇન્ટ કરાવ્યું છે. તેના દ્વારા વાહનને મેટ બ્લેક કલર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાહન એકંદરે એકદમ અદભૂત દેખાય છે. મળતી માહિતી મુજબ આ ફેરફારમાં કુલ 65 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

કિંમત અને રંગો
તમને જણાવી દઈએ કે મહિન્દ્રાએ તેની સ્કોર્પિયો એન આ વર્ષે જૂનમાં લૉન્ચ કરી હતી. તેની પ્રારંભિક કિંમત 11.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી હતી. જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 19.49 લાખ રૂપિયા સુધી જાય છે. મહિન્દ્રા સ્કોર્પિયો સાત રંગોમાં ઓફર કરવામાં આવે છે જેમાં ડેઝલિંગ સિલ્વર, ડીપ ફોરેસ્ટ, ગ્રાન્ડ કેન્યોન, એવરેસ્ટ વ્હાઇટ, નેપોલી બ્લેક, રેડ રેજ અને રોયલ ગોલ્ડનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ