બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / Mahesh Sawani came to the girl who was found on the bridge in Surat, said the parents would not have handed her over if found.

સેવા / સુરતમાં બ્રિજ પર મળેલ બાળકીની વ્હારે આવ્યા મહેશ સવાણી, કહ્યું મા-બાપ મળે તોય ન સોંપતા

Vishal Khamar

Last Updated: 06:54 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના અડાજણ સ્થિત કેબલ બ્રિજ પાસે કોઈ દંપતિ બાળકને ત્યજીના ચાલ્યા ગયા હતા. ત્યાંથી પસાર થતા રાહદારીની નજર બાળક પર પડતા તેઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી

  • સુરતમાં બ્રિજ પરથી મળેલા બાળકને દત્તક લેવાની જાહેરાત
  • સરકાર મંજૂરી આપશે તો મહેશ સવાણી બાળકને દત્તક લેશે
  • ત્યજી દેવાયેલા બાળકના મા-બાપ મળી આવે તો પણ બાળકને પરત ન સોપવું જોઈએ- મહેશ સવાણી

 સુરતના અડાજણ સ્થિત કેબલ બ્રિજ પાસે કોઈ દંપતિ 2 મહિનાના બાળકને ત્યજીના ચાલ્યા ગયા હતા. ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીની નજર 2 મહિનાના બાળક પર પડતા તેઓએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળકને તરછોડનારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા છે. હાલમાં તો પોલીસની શી ટીમ બાળકનું ધ્યાન રાખી રહી છે અને બાળક હોસ્પિટલમાં ICU  માં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે.

ત્યજી દેવાયેલ બાળકને પીપી સવાણી ટ્રસ્ટ દત્તક લેવા તૈયાર
સુરતમાં બાળકી ત્યજી દેવાયેલી બાળકી મળી આવવા મામલે સમાજના અગ્રણી મહેશ સવાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ત્યજી દેવાયેલી બાળકીને પીપી સવાણી ટ્રસ્ટ દત્તક લેવા તૈયાર છે. ત્યારે હાલ પીપી સવાણી ટ્રસ્ટ દ્વારા એચઆઈવી ગ્રસ્ત, મા બાપ ગુજરી ગયા હોય તેવા 71 બાળકીઓને જનનીધામના નેજા હેઠળ દત્તક લેવાઈ છે. તેમજ બાળકીઓને રહેવાથી લઈ ભણવાની તમામ સવલતો આપવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં ત્યજી દેવાયેલા બાળકના મા-બાપ મળી આવે તો તેને સોંપવું ન જોઈએ તેમ મહેશ સવાણીએ કહ્યું હતું.

ત્યજી દેવાયેલા બાળકના માતા-પિતા મળી આવે તો પણ બાળકને પરત ન સોંપવું જોઈએઃમહેશ સવાણી
સુરતના અડાજણ બ્રિજ પરથી મળી આવેલ બાળકી મામલે સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ બાળકને દત્તક લેવાની જાહેરાત કરી છે. ત્યારે તેઓએ કહ્યું છે કે સરકાર મંજૂરી આપશે તો મહેશ સવાણી બાળકને દત્તક લેવાની તૈયારી દર્શાવી હતી અને કહ્યું હતું કે ત્યજી દેવાયેલા બાળકોને અમારી સંસ્થા દત્તક લેવા માટે કટિબદ્ધ છે. તેમજ સરકાર મંજૂરી આપશે તો અમારી સંસ્થા આ બાળકને દત્તક લેશે અને ત્યજી દેવાયેવાા બાળકના મા-બાપ મળી આવે તો પણ બાળકને પરત ન સોંપવું જોઈએ તેમ કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ