બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / mahashivratri 2022 puja vidhi offer these flowers to lord shiva

મહાશિવરાત્રી / મહાશિવરાત્રીએ શિવજીને ચઢાવો આ ફુલ, અઢળક ધન સંપત્તિ અને અખંડ સૌભાગ્ય થશે પ્રાપ્ત

Khyati

Last Updated: 08:28 AM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવજીને બિલીપત્ર અને ધતુરો પ્રિય છે પરંતુ આ સિવાય પણ જાસ્મિન, પારિજાત જેવા ફુલો અર્પણ કરવાથી થાય છે ધનની પ્રાપ્તિ

  • મહાશિવરાત્રિએ શિવજીને કરો પ્રસન્ન 
  • વિવિધ ફુલો ચઢાવીને પ્રાપ્ત કરો કૃપા
  • અખંડ સૌભાગ્ય થાય છે પ્રાપ્ત 

શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર શિવને પ્રસન્ન કરવા માટે વિશેષ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે શિવ અને શક્તિનું મિલન થાય છે.  શિવપુરાણ અનુસાર, ભગવાન શિવ ફાગણ મહિનાની ચતુર્દશી પર જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા. આ વખતે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 1 માર્ચ, 2022ના રોજ આવવાનો છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઉપરાંત, આ દિવસે વ્રત રાખવાથી અને શિવની વિધિવત પૂજા કરવાથી, અવિવાહિત કન્યાઓને વહેલા લગ્નના આશીર્વાદ મળે છે, જ્યારે પરિણીત મહિલાઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે જાણીએ શિવપુરાણ મુજબ આપણે મહાશિવરાત્રી પર શિવલિંગ પર કેવા પ્રકારના ફૂલ ચઢાવવા જોઈએ.

કરેણ  અને દુપરીયા

કરેણના પુષ્પ દરેક દેવી દેવતાઓને પ્રિય છે. દુપહરિયાના પુષ્પોથી શિવની પૂજા કરવાથી આભૂષણોની પ્રાપ્તિ થાય છે. તો બીજી તરફ શિવલિંગ પર કરેણના ફૂલ ચઢાવવાથી ઉત્તમ વસ્ત્રોની મનોકામના પૂર્ણ થાય છે.

દુર્વા અને પારિજાત

મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર પારિજાતના ફૂલ ચઢાવવાથી ધન અને વૈભવ વધે છે. જ્યારે ભોલાનાથને લીલી દૂર્વા અર્પણ કરવાથી શરીર સ્વસ્થ રહે છે.

કમળ, શંખપુષ્પ અને બિલી પત્ર 

મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર કમળ, શંખપુષ્પ અને બિલીપત્ર અર્પણ કરવાથી આર્થિક તંગી કે ધનની અછતમાંથી મુક્તિ મળે છે. એવું કહેવાય છે કે જો આમાંથી એક લાખ ફૂલ શિવને ચઢાવવામાં આવે તો તમામ પાપોનો નાશ થાય છે. તેની સાથે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

ચમેલી અને અરેબિયન જાસ્મિન

ચમેલીના ફૂલથી શિવની પૂજા કરવાથી વાહન સુખ મળે છે. જ્યારે  અરેબિયન જાસ્મિન સુગંધિત ફૂલોથી શિવની પૂજા કરવાથી જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેઓ ઈચ્છિત વર-કન્યા પ્રાપ્ત કરે છે.

શમી અને અળસી

જે લોકો અળસીના ફૂલથી શિવની પૂજા કરે છે તેમને ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર શમીપત્ર ચઢાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આંકડો અને ધત્તુરો

મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ધતુરો અને તેના ફૂલ ચઢાવવાથી ઝેરી જીવોનો ભય રહેતો નથી. તો બીજી તરફ શિવલિંગ પર આંકડાનું ફૂલ ચઢાવવાથી આંખોના રોગો દૂર થાય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ