બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan Kshatriya society anger against Parshotam Rupala is still visible
Last Updated: 04:16 PM, 5 April 2024
કોઈપણ લડાઈ વ્યક્તિગત હોય ત્યાં સુધી વાંધો નહીં પણ એ લડાઈમાં સમાજ દાખલ થાય પછી મામલો ગંભીર બનતો હોય છે. પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કર્યું તેના પડઘા હજુ પડી જ રહ્યા છે. અત્યાર સુધી સિક્કાની એક બાજુ એ હતી કે પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળતો હતો અને તેની ટિકિટ રદ કરવાની માગ થતી હતી, હવે સિક્કાની બીજી બાજુ એ સામે આવી છે કે જેમા પરશોતમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે. પાટીદાર સમાજ રૂપાલાનું સમર્થન ખુલ્લેઆમ કે આક્રમક રીતે નથી કરતો પણ નરમ સ્વરમાં એટલું ચોક્કસ કહે છે કે પરશોતમ રૂપાલા રાજકોટના ઉમેદવાર છે અને તેની તરફેણ કરવી એ લોકશાહી પ્રણાલિકામાં અમારો પણ અધિકાર છે. સમર્થન અને વિરોધના દોરની વચ્ચે પરશોતમ રૂપાલા પણ દિલ્લી દરબારમાં કેબિનેટ બેઠકમાં હાજરી આપીને પાછા આવી ગયા છે અને એમ જ કહી રહ્યા છે કે પોતાના તરફથી આ વિષય હવે પૂરો થયો છે અને જે કંઈ કરવાનું છે તે પક્ષ અને સમાજે નક્કી કરવાનું છે. જો આદર્શ રીતે જોઈએ તો મામલો વ્યક્તિગત હતો અને છે તો પછી તેમા સમાજે દાખલ થવાની જરૂર શા માટે પડી, જે વિવાદ છે તેનું સંવાદથી સમાધાન શા માટે ન આવી શકે
ADVERTISEMENT
#Debate #Mahamanthan "વ્યક્તિગત લડાઈ સમાજ સુધી કેમ પહોંચી?" | VTV Gujarati#mahamanthan #ParshottamRupala #RajputSamaj #KshatriyaSamaj #VTVGujarati https://t.co/E83OjjoVKI
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 4, 2024
ADVERTISEMENT
પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજ પરશોતમ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે. પરશોતમ રૂપાલાના નિવેદન સામે વિવિધ સમાજના અલગ-અલગ મત છે. અલગ પ્રકારનું રાજકીય ચિત્ર ઉભું થઈ રહ્યું છે. વ્યક્તિગત લડાઈ સમાજ સુધી કેમ આવી તે મહત્વનો સવાલ? સામાજિક સમરસતાની પહેલ કેમ નહીં? વિવાદનું સમાધાન સંવાદથી થાય તે અત્યંત જરૂરી છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ અંગેનો વિષય પક્ષના આગેવાનો ચલાવી રહ્યા છે. પક્ષ અને સમાજ વચ્ચે સંવાદની પ્રક્રિયા થઈ રહી છે. અમને તમામ સમાજનું સમર્થન છે. ક્ષત્રિય સમાજના અનેક આગેવાનોએ મને સમર્થન જાહેર કર્યું છે. હું નામ બોલીને આગમાં ઘી હોમવા માગતો નથી. મેં મીડિયા અને સમાજ સામે મારા વિચાર વ્યક્ત કરી દીધા છે
ADVERTISEMENT
રાજકોટમાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રૂપાલાના પ્રચારના પોસ્ટર લાગ્યા છે. અંબિકા ટાઉનશીપ પાટીદાર પ્રભાવી વિસ્તાર છે. પાટીદાર અગ્રણીઓએ પરશોતમ રૂપાલાને સમર્થન જાહેર કર્યુ અને પાટીદાર અગ્રણીઓ એમ પણ કહે છે કે તેમનો વિરોધ ક્ષત્રિય સમાજ સામે નથી. આગામી દિવસોમાં પાટીદાર અગ્રણીઓનું સંમેલન મળી શકે છે. સોશિયલ મીડિયામાં #Rupala4Rajkot હેશટેગથી પોસ્ટ મુકાઈ છે. પરશોતમ રૂપાલાના સમર્થનમાં વીડિયો મુકાયા છે. પરશોતમ રૂપાલાના સમર્થનમાં અંબરીષ ડેર પણ આવ્યા છે. અંબરીષ ડેર પરશોતમ રૂપાલાના સમર્થનમાં સ્નેહસંવાદ કાર્યક્રમ યોજશે. ભાજપના મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ પણ સમર્થન કર્યું છે. જ્યોતિ ટીલવાએ રૂપાલાના સમર્થનમાં મેસેજ વાયરલ કર્યા છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: રૂપાલા સામે કોંગ્રેસ ઉતારશે દિગ્ગજ ઉમેદવાર, 3 સંભવિત નામમાંથી એક ફાઇનલ, ભાજપ ટેન્શનમાં
ADVERTISEMENT
પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ શમ્યો નથી. રૂપાલાની ટિકિટ રદ થયા તેની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. અમદાવાદમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજના વિવિધ કાર્યક્રમો થશેની વાત કરાઈ. ક્ષત્રિય સમાજના વિરોધને માલધારી સમાજનું પણ સમર્થન મળ્યું છે. ક્ષત્રિય સમાજને અન્ય સમાજનું પણ સમર્થન છે. નાડોદા, કારડિયા, કાઠી સમાજે પણ ટેકો જાહેર કર્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.