બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / mahakaleshwar mandir cleaning of rudra yantra in mahakal temple

Mahakaleshwar Temple / બાબા મહાકાલનો અનોખો ભક્ત, 12 વર્ષથી મફતમાં કરી રહ્યો છે રુદ્ર યંત્રની સફાઇ

Bijal Vyas

Last Updated: 09:26 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનામાં મંદિરમાં લાખો ભક્તોના આગમન માટે વહીવટીતંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સાથે ગર્ભગૃહના રૂદ્ર યંત્ર, ચંડી દ્વાર, નંદી દ્વારની સફાઈનું કામ શરૂ થઈ ગયું છે

  • ગર્ભગૃહના રૂદ્ર યંત્ર, ચંડી દ્વાર, નંદી દ્વારની સફાઈનું કામ પણ ગુરુવારથી શરૂ થઇ 
  • સફાઈનું આ કાર્ય 2 જુલાઈના રોજ બપોરે 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કરવામાં આવશે
  • મંદિરમાં સફાઇ માટેના નિયમોનું પાલન કરી મેળવે છે આ લાભ 

Mahakaleshwar mandir cleaning: વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના દરબારમાં શ્રાવણ મહિનાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રાવણ મહિનામાં મંદિરમાં લાખો ભક્તોના આગમન માટે વહીવટીતંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સાથે ગર્ભગૃહના રૂદ્ર યંત્ર, ચંડી દ્વાર, નંદી દ્વારની સફાઈનું કામ પણ ગુરુવારથી શરૂ થઈ ગયું છે. સફાઈનું આ કાર્ય 2 જુલાઈના રોજ બપોરે 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કરવામાં આવશે, જેના કારણે ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

દિલ્હીમાં રહેતા બાબા મહાકાલના એક ભક્ત છેલ્લા 12 વર્ષથી  દરેક તહેવાર પર મહાકાલ મંદિરમાં આ સફાઈ કરાવે છે, જે આ દિવસોમાં ઉજ્જૈન આવ્યા છે અને પોતાની ટીમ સાથે આ કામ કરાવી રહ્યા છે. સુશીલ શર્મા એ વ્યક્તિ છે જે દર વર્ષે બાબા મહાકાલના ગર્ભગૃહમાં રુદ્ર યંત્ર, ચાંદીના દરવાજા તેમજ બાબા મહાકાલના ઘરેણા સાફ કરે છે. સુશીલ દિલ્હીના વ્યાપારી છે.

હું ફક્ત બાબા મહાકાલની સેવા કરવા માંગું છું- સુશીલ શર્મા
સુશીલે કહ્યું કે, મારી એવી કોઈ મનોકામના નથી. હું માત્ર બાબા મહાકાલની સેવા કરવા માંગુ છું અને તેમની પ્રેરણાથી હું વર્ષોથી આ કાર્ય કરી રહ્યો છું. બાબા મહાકાલે મને આશીર્વાદ આપ્યા છે. જ્યાં સુધી ત્યાં સુધી હું આ રીતે આ કામ કરતો રહીશ. ઉલ્લેખનીય છે કે, સુશીલ દિલ્હીમાં પ્રોપર્ટી ડીલિંગનું કામ કરે છે.

તેમણે કહ્યું કે તે વર્ષમાં ત્રણથી ચાર વખત બાબા મહાકાલના દરબારમાં આવે છે. તેમની ટીમમાં લગભગ છ લોકો છે, જેઓ ગર્ભગૃહ, ચાંદીનો દરવાજો, નંદી દરવાજા, રૂદ્ર યંત્ર, ચાંદીની દીવાલ તેમજ બાબા મહાકાલના ઘરેણાં-છત્ર, મુગટની સફાઈ કરે છે. કારણ કે, શ્રાવણ મહિનામાં બાબા મહાકાલની સવારી કાઢવામાં આવે છે, તેથી જ અમે પાલખી તેમજ સવારીમાં નીકળતી અન્ય વસ્તુઓ સાફ કરીએ છીએ.

માતા વૈષ્ણો દેવીના ધામમાં પણ કરે છે સેવા
બાબા મહાકાલના દરબારમાં ચાંદીના રુદ્ર યંત્રની સફાઈ કરાવતા સુશીલ શર્મા કહે છે કે માત્ર બાબા મહાકાલના દરબારમાં જ નહીં, પરંતુ અમારા સહયોગી બલદેવજી મા વૈષ્ણો દેવીના ધામમાં આવી જ સેવાઓ આપે છે. દિલ્હીમાં પણ જો અમને કોઈ મંદિરમાં સેવા આપવા માટે બોલાવવામાં આવે તો અમારી ટીમ તેની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડે છે. અમારી સુવિધાઓ સંપૂર્ણપણે મફત છે. અમે મંદિર સમિતિની ચા પણ પીતા નથી.

સેવા માટે નિયમોનું પણ કરે છે પાલન
ઉલ્લેખનીય છે કે મહાકાલેશ્વર મંદિરમાં દરેક કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. સુશીલ શર્મા મંદિરમાં ગર્ભગૃહ અને આભૂષણોની સફાઈ માટે તેમની કંપની મહાકાલ રિયલ એસ્ટેટના નામે ટેન્ડર ભરે છે અને તમામ કામ કરવા માટેની રકમ મફત છે. કહેવાય છે કે હાલમાં પણ આ સફાઈ માટેનું ટેન્ડર ભક્ત સુશીલ શર્મા દ્વારા ત્રણ વર્ષ માટે ભરવામાં આવ્યું છે અને તેના દ્વારા તેઓ મંદિરમાં મફત સેવાઓ આપી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ