બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / maa lakshmi never stays in these kind of people house change your habit now

વાસ્તુ ટિપ્સ / દિવડાંને ફૂંક મારવી, થાળીમાં ભોજન છોડવું...: વ્યક્તિને કંગાળ બનાવી દે છે આ 5 આદતો, ક્યારેય ઘરમાં નથી આવતા મા લક્ષ્મી

Manisha Jogi

Last Updated: 11:34 AM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઁ લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાય કરવામાં આવે છે. વ્યક્તિ અજાણતા કેટલીક એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે માઁ લક્ષ્મી નારાજ થઈ જાય છે.

  • માઁ લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે
  • માઁ લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાય
  • આ આદતોના કારણે ઘરમાં નથી ટકતી લક્ષ્મી

 દરેક વ્યક્તિ જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગે છે. માઁ લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. માઁ લક્ષ્મીનો સ્વભાવ ચંચળ હોય છે, તેથી એક જગ્યાએ ટકીને રહેતા નથી. આ કારણોસર માઁ લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાય કરવામાં આવે છે. વ્યક્તિ અજાણતા કેટલીક એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે માઁ લક્ષ્મી નારાજ થઈ જાય છે. માતા લક્ષ્મી નારાજ ના થાય તે માટે કઈ ભૂલો બિલ્કુલ પણ ના કરવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

સવારે મોડા ઉઠવાની આદત
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ. જે ઘરમાં લોકો મોડા સુધી સૂતા રહે છે, તે ઘરની ક્યારેય પણ પ્રગતિ થતી નથી. આ પ્રકારની આદતોના કારણે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી. 

ભોજન મુકીને ઊભા ના થવું
જે ઘરમાં લોકો ભોજન મુકીને ઊભી થઈ જાય છે, તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહેતો નથી. અન્નનો અનાદર કરવાથી ઘરમાં પૈસાની કમી થાય છે. ભોજન કરતા પહેલા હંમેશા ઈશ્વરને યાદ જરૂરથી કરવા. જે ઘરમાં ભોજન કરતા પહેલા ઈશ્વરનો ધન્યવાદ કરવામાં આવે છે, તે ઘરમાં માઁ લક્ષ્મીનો હંમેશા વાસ રહે છે. 

નખ ના ખાવા
જે ઘરમાં લોકોને નખ ચાવવાની આદત હોય છે, ત્યાં માઁ લક્ષ્મીનો વાસ થતો નથી. આ કારણોસર આ આદતને છોડી દેવી જોઈએ. 

હાથથી મીઠું ના આપવું
અનેક લોકો હાથમાં મીઠું આપે છે. આ કારણોસર હાથમાં મીઠું ના આપવું જોઈએ. આ પ્રકારની આદતને કારણે માઁ લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ કારણોસર કોઈ મીઠું માંગે તો વાસણમાં મીઠું કાઢીને નીચે મુકી દેવું, હાથમાં ના આપવું

ફૂંકથી દીવો ના ઓલવવો
જે ઘરમાં ફૂંક મારીને દીવો ઓલવવામાં આવે છે, તે ઘરમાંથી માઁ લક્ષ્મી નારાજ થઈને જતા રહે છે. દીવો ઓલવવાથી તમે પાપના ભાગીદાર બનો છો. તમારી પણ આવી આદત હોય તો તે આદત બંધ કરી દેવી જોઈએ. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ