બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Luxury Bentley Mulsanne stolen from London recovered in Karachi, Pakistan.

આશ્ચર્ય / પાકિસ્તાનમાં રેડ પડી તો લંડનમાંથી ચોરાયેલી 2.5 કરોડની કાર મળી આવી, દરિયાપાર કેવી રીતે પહોંચી?

Megha

Last Updated: 01:52 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંડનથી ચોરી કરીને Bentley Mulsanneને કરાચી લાવવામાં આવી હતી. આ વાતની પુષ્ટિ કરાચી કસ્ટમ્સના અધિકારીઓએ કરી છે

  • લંડનમાંથી ચોરાયેલ લગ્જરી કાર પાકિસ્તાનના કરાચી શહેરમાં મળી આવી
  • કારની કિંમત 300,000 ડોલર એટલે કે લગભગ 2 કરોડ જેટલી છે
  • પાકિસ્તાનના અધિકારીએ પાડયા દરોડા 

બ્રિટિશ રાજધાની લંડનમાંથી ચોરાયેલ એક ખૂબ જ લગ્જરી કાર અધિકારીઓને પાકિસ્તાનના કરાચી શહેરમાં મળી આવી છે. લંડનથી ચોરી કરીને Bentley Mulsanneને કરાચી લાવવામાં આવી હતી. આ વાતની કરાચી કસ્ટમ્સના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે યુકેની ઈન્ટેલિજન્સ એજન્સીએ પાકિસ્તાના અધિકારીઓને સૂચના આપી હતી કે ચોરી કરીને ગાડી કરાચીના ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી (DHA) વિસ્તારમાં એક મકાનમાં રાખવામાં આવી હતી. હાલ પાકિસ્તાનના કસ્ટમ વિભાગે મકાનના માલિકને કસ્ટડીમાં લઈ આ મામલે તપાસ શરૂ કરી છે.

આટલી છે કિંમત 
Bentley Mulsanne એ ઘણી મોંઘી કારમાંથી એક છે અને તેની કિંમત 300,000 ડોલર એટલે કે લગભગ 2 કરોડ જેટલી છે અને આ કાર બ્રાન્ડની સૌથી મોટી અને સૌથી મોંઘી સેડાન છે. પાકિસ્તાની મીડિયા અનુસાર બ્રિટિશ ઈન્ટેલિજન્સ એજન્સીએ વિભાગને એક ગ્રે Bentley Mulsanne-V8 ઓટોમેટિક, વીઆઈએન નંબર SCBBA63Y7FC001375, એન્જિન નંબર CKB304693 વિશે માહિતી આપી હતી. સાથે એમ પણ જણાવ્યું હતું કે કરાચીના DHA વિસ્તારમાં પાર્ક કરીને તેને રાખવામાં આવી છે.

પાકિસ્તાનના અધિકારીએ પાડયા દરોડા 
બ્રિટિશ ઈન્ટેલિજન્સ એજન્સીની આ માહિતીની પુષ્ટિ કરવા માટે પાકિસ્તાનના અધિકારીઓએ એ ઘર પર દરોડા પાડયા હતા અને એ જ ઘરમાંથી ગાડી મળી આવતા મકાન માલિક સાથે પૂછપરછ કરી હતી. એ સમયે મકાન માલિકે જણાવ્યું હતું કે 'અન્ય વ્યક્તિએ તેને આ કાર વહેંચી હતી. હાલ આ ખબર ટ્વિટર પર ઘણી વાયરલ થઇ રહી છે. દરેક લોકોને સવાલ એ છે કે આ કાર પાકિસ્તાન કેવી રીતે પહોંચી?

કાર પાકિસ્તાન કેવી રીતે પહોંચી?
જણાવી દઈએ કે કારની ચાવી ન હોવાના કારણે પાકિસ્તાની અધિકારીઓએ કાર ઉપાડી અને પોતાની સાથે લઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, થોડા અઠવાડિયા પહેલા લંડનમાંથી એ કાર ચોરી થઈ હતી અને ચોરી કરનાર ગેંગના લોકોએ પૂર્વ યુરોપીય દેશના ટોચના રાજદ્વારીના દસ્તાવેજોનો ઉપયોગ કરીને એ કારને પાકિસ્તાન લાવ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે રાજદ્વારીને હવે તેમની સરકાર દ્વારા પાછા બોલાવવામાં આવ્યા છે. અધિકારીઓએ હાલ મકાનમાલિક અને કાર વેચનાર દલાલને પૂરતા દસ્તાવેજો ન આપવા બદલ કસ્ટડીમાં લીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ