બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Lucknow Super Giants LSG Gujarat Titans GT Krunal Pandya played younger brother Hardik Pandya TSHIRT JURSEY VIRAL VIDEO

ભાઈ ભાઈ! / પંડ્યા બ્રધર્સ આવ્યા સામસામે: હાર્દિકે મજાકમાં આપી ગાળ, કુણાલ લઈ ન શક્યો વિકેટ, મેચ પછી જે કર્યું તે જોઈ ફેન્સ થયા ખુશ

Pravin Joshi

Last Updated: 09:07 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃણાલ પંડ્યા 135 રનના ટાર્ગેટનો પીછો કરતા ત્રીજા નંબરે ઉતર્યો હતો. હાર્દિક પંડ્યાએ મેદાન પર આવતાની સાથે જ તેની મજા લેવાનું ચાલું કર્યું. મજેદાર વીડિયો હાર્દિક પંડ્યાએ શેર કર્યો.

  • શનિવારે લખનૌ અને ગુજરાત વચ્ચેની મેચ રોમાંચક રહી
  • આ મેચમાં બે ભાઈઓ આવ્યા સામસામે
  • હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ બદલી જર્સી

શનિવારે લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ટાઇટન્સે છેલ્લી ઓવરમાં 4 વિકેટ ઝડપીને જાયન્ટ્સના જડબામાંથી વિજય છીનવી લીધો હતો. આ મેચમાં બે ભાઈઓ સામસામે હતા.  કૃણાલ પંડ્યા એલએસજી વતી મેદાનમાં ઉતર્યો હતો જ્યારે તેનો નાનો ભાઈ હાર્દિક પંડ્યા જીટીની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. ક્રુણાલ 135 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ત્રીજા નંબરે ઉતર્યો હતો. હાર્દિકે મેદાન પર આવતાની સાથે જ તેને સ્લેજ કરવાની કોશિશ કરી હતી. તો સાથે સાથે આ મેચ બાદ એક અનોખો નજારો જોવા મળ્યો હતો. ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા સાથે તેની જર્સી બદલી છે, જેનો વીડિયો હાર્દિકે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વીડિયો હાર્દિક પંડ્યાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ફૂટબોલ મેચ દરમિયાન જર્સી બદલવાની પરંપરા જોવા મળે છે. ત્યાં સ્ટાર ફૂટબોલરો મેચ પૂરી થયા બાદ તેમની જર્સી બદલતા જોવા મળે છે અને તેઓ ખેલાડીઓમાં રમતની ભાવના જાળવી રાખવા માટે આવું કરે છે. મેગા લીગની 16મી સીઝનમાં બંને ભાઈઓ પ્રથમ વખત એકબીજા સામે રમ્યા હતા. આવી સ્થિતિમાં આ ક્ષણને ખાસ બનાવવા માટે હાર્દિકે કૃણાલ પાસેથી તેની જર્સી બદલી છે. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને ભાઈઓ પહેલા હાથ મિલાવે છે અને પછી હસીને જર્સી ઉતારે છે. આ પછી બંને પોતાની જર્સી બદલીને પહેરે છે અને પછી એકબીજાને ગળે લગાડે છે. આ ઘટનાનો વીડિયો હાર્દિક પંડ્યાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.


હાર્દિકે મનની રમત રમવાનો પ્રયાસ કર્યો હતો

લખનૌએ કૃણાલને તેમની બેટિંગ લાઇન અપમાં મોકલવાનો નિર્ણય કર્યો. ક્રુણાલ આવતાની સાથે જ હાર્દિક તેની સામે જોવા લાગ્યો, પંડ્યાએ પણ તેને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન હાર્દિકે તેના સાથી ખેલાડીઓને કૃણાલની ​​બેટિંગ સંબંધિત સૂચનાઓ આપી અને પછી હસવા લાગ્યો. મનની રમત રમવાનો પ્રયાસ કરતા હાર્દિકને કૃણાલ પાસેથી થોડી પ્રતિક્રિયાની અપેક્ષા હતી, પરંતુ તે પ્રતિક્રિયા આપ્યા વિના આગળ વધ્યો. બંને ભાઈઓ વચ્ચેની સામ-સામેની મુલાકાત ચાહકોમાં ચર્ચાનો વિષય બની હતી. ગુજરાતની ઈનિંગ્સ પછી જ્યારે બ્રોડકાસ્ટર્સ દ્વારા હાર્દિક સાથે તેની મજાક વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું- તેણે મને મેચ પહેલા કહ્યું હતું કે હું તારો પીછો કરીશ. પછી મેં તેને કહ્યું કે છેલ્લી વાર જ્યારે તે મારી પાછળ ગયો હતો, ત્યારે મેં તેને બહાર કાઢ્યો હતો, તેથી તે ભૂલનું પુનરાવર્તન ન કરતો.

કૃણાલે સરસ કામ કર્યું

ક્રુણાલ નૂર અહેમદના બોલ પર રિદ્ધિમાન સાહા દ્વારા સ્ટમ્પ આઉટ થયો હતો. તેણે 23 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા અને બોલિંગમાં તેણે 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે શાનદાર બેટિંગ કરી અને 50 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા. બોલિંગમાં તેણે 1 ઓવરમાં 7 રન આપ્યા હતા.

હાર્દિક પંડ્યાએ બીજી ટીમના ખેલાડીની જર્સી બદલી 

ઉલ્લેખનીય છે કે, IPLમાં આવું બીજી વખત બન્યું છે જ્યારે હાર્દિક પંડ્યાએ બીજી ટીમના ખેલાડીની જર્સી બદલી છે. આ પહેલા IPL 2018ની 50મી મેચ બાદ પણ હાર્દિકે KL રાહુલ સાથે પોતાની જર્સી બદલી હતી. તે સિઝનમાં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો જ્યારે રાહુલ પંજાબ કિંગ્સનું પ્રતિનિધિત્વ કરતો હતો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યા (66)ની અડધી સદીની મદદથી 135/6નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં એલએસજી તરફથી કેએલ રાહુલ (68) સિવાય ટીમના અન્ય બેટ્સમેનોમાંથી કોઈ મોટી ઇનિંગ રમી શક્યું ન હતું, જેના કારણે લખનૌ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 128 રન બનાવી શક્યું અને મેચ હારી ગયું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ