બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Lucknow avenged the previous defeat, achieved an emphatic win against Punjab Kings

PBKS vs LSG / લખનૌએ અગાઉની હારનો બદલો લીધો, પંજાબ કિંગ્સ સામે જોરદાર જીત હાંસલ કરી

Vishal Khamar

Last Updated: 12:18 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની 38મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 56 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌએ પાંચ વિકેટે 257 રન બનાવ્યા હતા. જેની સામે પંજાબની ટીમ 201 રનમાં સમેટાઈ ગઈ હતી. લખનૌની ટીમની જીતનો હીરો માર્કસ સ્ટોઈનિસ રહ્યો, જેણે 72 રનની ઈનિંગ રમી.

  • લખનૌ સુપર જાયન્ટ્સના બેટ્સમેનોએ મોહાલીમાં રનનો વરસાદ કર્યો
  • લખનૌ સુપર જાયન્ટ્સે IPL ના ઈતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર બનાવ્યો
  • પંજાબ કિંગ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સનો 258 રનનો ટાર્ગેટ હતો

 લખનૌ સુપર જાયન્ટ્સના બેટ્સમેનોએ મોહાલીમાં રનનો વરસાદ કર્યો. કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમે આઈપીએલના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. હાઈ સ્કોરિંગ મેચમાં પંજાબના કિંગ્સ વિરોધી બોલરો સામે ટકી શક્યા ન હતા. લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા નિર્ધારિત 258 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ 19.5 ઓવરમાં 201 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ 56 રનથી હારી ગઈ. લખનૌ સુપર જાયન્ટ્સની 8 મેચમાં આ પાંચમી જીત છે જ્યારે પંજાબ કિંગ્સની આઠ મેચમાં ચોથી હાર છે. આ જીત સાથે લખનૌ સુપર જાયન્ટ્સને 10 પોઈન્ટ મળ્યા છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે.


લખનૌ સુપર જાયન્ટ્સે અગાઉની હારનો હિસાબ બરાબર કરી લીધો
આ સાથે લખનૌ સુપર જાયન્ટ્સે અગાઉની હારનો હિસાબ બરાબર કરી લીધો હતો. પંજાબ કિંગ્સે પહેલા હાફમાં સુપર જાયન્ટ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર 2 વિકેટથી હરાવ્યું હતું. 259 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી અને ટીમ નિયમિત અંતરે વિકેટો ગુમાવતી રહી હતી. પંજાબ માટે અથર્વ તાયડે 66 રન જ્યારે સિકંદર રઝાએ 36 રન બનાવ્યા હતા જ્યારે લિયામ લિવિંગસ્ટોને 23 રનનું યોગદાન આપ્યું હતું. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી યશ ઠાકુરે 4 જ્યારે નવીન-ઉલ-હકે 3 વિકેટ લીધી હતી, જ્યારે રવિ બિશ્નોઈએ 2 વિકેટ લીધી હતી.

લખનૌ સુપર જાયન્ટ્સે 5 વિકેટે 257 રન બનાવ્યા હતા
આ પહેલા કાયલ માયર્સ અને માર્કસ સ્ટોઈનિસની આક્રમક ઈનિંગ્સના આધારે લખનૌ સુપર જાયન્ટ્સે 5 વિકેટે 257 રન બનાવ્યા હતા, જે આઈપીએલના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર છે. પાવરપ્લેમાં માયર્સે 24 બોલમાં 54 રન બનાવ્યા હતા જ્યારે સ્ટોઇનિસે 40 બોલમાં 72 રન બનાવ્યા હતા. આયુષ બદોનીએ 24 બોલમાં 43 અને નિકોલસ પૂરને 19 બોલમાં 45 રન બનાવ્યા હતા. ત્રણ મેચ બાદ પરત ફરેલા શિખર ધવને ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે ખોટો સાબિત થયો. રાહુલ ચહર સિવાય તેના તમામ છ બોલરોએ ઓવર દીઠ દસથી વધુ રનની એવરેજથી રન આપ્યા હતા.


અર્શદીપ સિંહે ચાર ઓવરમાં 54 રન આપ્યા
ફોર્મમાં રહેલા અર્શદીપ સિંહે ચાર ઓવરમાં 54 રન આપ્યા હતા. કાગિસો રબાડાએ ચાર ઓવરમાં 52 રન આપ્યા હતા જોકે તેને બે વિકેટ મળી હતી. આઈપીએલના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર છે. સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે છે જેણે 2013માં ક્રિસ ગેલના 175 રનની મદદથી 263 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ