બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ટેક અને ઓટો / live tv to your phone without internet know about d2m technology

OMG / ના ઈન્ટરનેટ ના સબ્સક્રિપ્શન, સીધુ મોબાઈલ પર ચાલશે LIVE TV, જાણો ટેક્નોલોજીને લઈને શું છે સરકારનો પ્લાન

Arohi

Last Updated: 08:25 PM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોન હવે આપણી લાઈફસ્ટાઈલનો એક જરુરી ભાગ બની ચુક્યો છે. છાપાથી લઈને લાઈવ ટીવી સુધી બધુ હવે સ્માર્ટફોન પર પહોંચી ગયું છે. એવામાં સરકાર એક એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે જેની મદદથી સ્માર્ટફોન પર વગર ઈન્ટરનેટે જ લાઈવ ટીવી જોઈ શકાશે.

  • સ્માર્ટફોન બની ગયો છે લાઈફસ્ટાઈનો જરૂરી ભાગ 
  • સ્માર્ટફોન પર ઈન્ટરનેટ વગર જોઈ શકાશે લાઈવ ટીવી 
  • સરકાર એક નવી ટેક્નોલોજી પર કરી રહી છે કામ 

ફોન પર લાઈવ ટીવી જોવા માટે હાલ તમારે બે પ્રકારે ખર્ચ કરવા પડે છે. એક તો OTTનું સબ્સક્રિપ્શન અને બીજો ઈન્ટરનેટનો ખર્ચ. પરંતુ આવનાર સમયમાં તમને આ બન્ને ખર્ચમાંથી રાહત મળી શકે છે. તેના માટે સરકાર એક મોટા પ્લાન પર કામ કરી રહી છે. સરકાર એક એવી ટેક્નોલોજીને એક્સપ્લોર કરી રહી છે જેની મદદથી યુઝર્સ વગર ઈન્ટરનેટે લાઈવ ટીવી જોઈ શકશે. 

આ ટેક્નોલોજીનું નામ Direct 2 Mobile છે જે સાંભળવામાં ઘણા હદ સુધી ડાયરેક્ટ ટૂ હોમ જેવું છે. ફેક ન્યૂઝથી બચવા ઈમરજન્સી એલર્ટ અને પ્રાકૃતિક આપદા સહિત બીજા સમયમાં સરકાર આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. 

તેના પર શરૂ થઈ ચુક્યું છે કામ? 
DoT તેના પર સ્ટડી કરી રહ્યું છે. જેની મદદથી બ્રોડકાસ્ટ સર્વિસને સીધી યુઝર્સના સ્માર્ટફોન પર સ્પેક્ટ્રમ બેંડની મદદથી પહોંચાડી શકાય છે. સપ્ટેમ્બરમાં આઈઆઈટી કાનપુરમાં પ્રસાર ભારતીની સાથે મળીને D2M ટેક્નોલોજી પર કામ શરૂ કર્યું છે. જોકે આ ટેક્નોલોજીને યુઝર્સ સુધી પહોંચાડવામાં થોડો સમય લાગશે. આવો જાણીએ આ ટેક્નોલોજી શું છે અને કેવી રીતે કામ કરે છે. 

શું છે Direct 2 Mobile ટેક્નોલોજી? 
D2M પર હાલ કામ ચાલી રહ્યું છે અને તેને સામાન્ય લોકો સુધી પહોંચવામાં ત્રણથી ચાર વર્ષ સુધીનો સમય લાગી શકે છે. આ ટેક્નોલોજી સંપૂર્ણ રીતે FM રેડિયો વાળા કોન્સેપ્ટ પર કામ કરે છે. જે એક રિસીવરની મદદથી રેડિયો ફ્રિક્વન્સીને એક્સેસ કરે છે. 

OTT પ્લેટફોર્મ પણ D2M ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. જેમાં મલ્ટી મીડિયા કન્ટેન્ટને સીધા ફોન પર જોઈ શકાય છે. હાલ પ્રસાર ભારતી 526-582 MHz બેન્ડ્સનો ઉપયોગ ટેસ્ટ માટે કરી રહી છે. 

આ ટેક્નોલોજીની મદદથી ઈન્ટરનેટ એક્સેસ વગર જ યુઝર્સ OTT પ્લેટફોર્મ્સને એક્સેસ કરી શકશે. સરળ ભાષામાં કહીએ તો આ ટેક્નોલોજી એવી જ રીતે કામ કરશે જેવી રીતે પહેલા દુરદર્શનની ચેનલનું પ્રસારણ થતું હતું. જોકે તે સમયે એક રિસીવરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આવનાર સમયમાં આ રિસીવર તમારા ફોનમાં જ હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ