બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Live election result nationalism narendra modi

ચૂંટણી / આ સૌથી મોટી વાત નરેન્દ્ર મોદીને ફળી ગઈ, અપાવ્યું ફરી એક વખત સિંહાસન

vtvAdmin

Last Updated: 04:22 PM, 23 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીમાં જો ખરેખર કોઈ મુદ્દો ફાવ્યો હોય તો તે હતો. રાષ્ટ્રવાદનો. અને આ રાષ્ટ્રવાદનો મુદ્દાએ જ ભાજપને સિંહાસન પર બેસાડી દીધાં. પુલવામાં હુમલાને લઈને ભાજપે જે રાષ્ટ્રવાદની લહેર ઊભી કરી હતી. તે તેને એવી તો ફળી કે કોઈ તેના ઘોડાને અટકાવી ન શક્યું.

ઉલ્લેખનીય છે કે, NDA સરકાર બહુમત મેળવી સરકાર રચી રહી છે ત્યારે તેમાં રાષ્ટ્રવાદનો મુદ્દાનો સિંહ ફાળો રહેલો છે. જ્યારથી પુલવામામાં સીઆરપીએફ જવાન પર હુમલાની દુર્ઘટના બની ત્યારથી જ ભાજપે દેશભરમાં તેને મુદ્દો બનાવ્યો હતો અને રાષ્ટ્રવાદની રીતસરની લહેર ઊભી કરી દીધી હતી.

પુલવામાં ઘટનાનો મોદીએ જ્યારે સર્જીકલ સ્ટ્રાઈક રૂપી બદલો લીધો ત્યારે દેશભરમાં મોદી હીરો બની ગયા. લોકોને થઈ ગયું કે મોદી જેવા દેશભક્ત બીજા કોઈ ન હોઈ શકે.

તો પુલવામાની ઘટનાને લઈને નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને એવો તો સબક શીખવ્યો કે તેને દાણા-પાણી માટે ટળવળતુ કરી દીધું. પાકિસ્તાનને પરાસ્ત કરવાની મોદીની આ સ્ટાઈલ ભારતીયોને એવી તો પસંદ પડી કે ખોબલે ખોબલે મોદીની ઝોળીમાં મત નાખી દીધાં.

એકબાજુ મોદીનો ભભકતો રાષ્ટ્રવાદ ચર્ચાતો હતો. તો બીજી બાજું કોંગ્રેસની દેશભક્તિ વગોવાતી હતી. રોજબરોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો બફાટ ભાજપને વધુને વધુ મજબુત કરી રહ્યો હતો.  આમ, રાષ્ટ્રવાદનો મુદ્દો ભાજપને જવલંત જીત અપાવી ગયો તેમ કહીએ તો કંઈ ખોટું નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Elections 2019 Lok Sabha Elections Results 2019 Narendra Modi nationalism Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ