બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Liquor racket busted in luxurious bungalow in Ahmedabad, more than five thousand bottles seized, 9 people arrested

OMG / અમદાવાદમાં લક્ઝુરિયસ બંગલામાં દારૂ વેચવાનું રેકેટ ઝડપાયું: પાંચ હજારથી વધુ બોટલો જપ્ત, 9 શખ્સોની ધરપકડ

Vishal Dave

Last Updated: 04:20 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જિલ્લાના મણિપુર ગામ નજીક આવેલા જલદીપ હોલિડે હોમ્સમાં અમદાવાદ ગ્રામ્ય LCB એ બાતમી ના આધારે દરોડામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સહિત આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ જિલ્લાના મણિપુર ગામ નજીક આવેલા જલદીપ હોલિડે હોમ્સમાં અમદાવાદ ગ્રામ્ય LCB એ બાતમી ના આધારે દરોડામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સહિત આરોપીઓની ધરપકડ કરી છે.   અલગ અલગ બે બંગલા માંથી કુ લ 9 બુટલેગરોને ઝડપી લેવાયા ..જ્યારે  બે જુદાજુદા બંગલા તેમજ બે કારમાંથી પોલીસને 14.09 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.. છેલ્લા અઢી માસ થી ચાલી રહેલા વિદેશી દારૂના સપ્લાયના નો પર્દાફાશ અમદાવાદ જિલ્લા એલ સી બી એ કર્યો છે. પોલીસે  બે કાર, બે ટુ વ્હીલર, 10 મોબાઇલ ફોન તેમજ રોકડ સહિત નો મુદ્દામાલ કબજે લીધો છે. અમદાવાદ જિલ્લા LCB એ દારૂ સપ્લાયનું રેકેટ ચલાવતા ફરાર સૂત્રધારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે સાથે પોલીસે બંગલો ભાડે આપનારા માલિકોની પણ શોધખોળ શરુ કરી છે 

અમદાવાદ ગ્રામ્ય પોલીસ LCB ને દારૂના મોટા જથ્થા નું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેથી LCBની  ટીમ ગુરુવારે રાતે પ્રાર્થના ઉપવન પાસે જલદીપ હોલિડે હોમ્સ-જલધારા બંગલો માં આવેલા બે મકાન નંબર 77 અને 15 ખાતે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન બંગલા નંબર 15 ખાતેથી દારૂનો જથ્થો ભરેલી બે કાર અને બે બાઈક મળી આવ્યા હતા. સ્થળ પરથી ફરાર બુટલેગરના પિતા શંભુ સિંહ સિસોદિયા, બુટલેગરના સાળા સહિત 8 શખ્સોની ધરપકડ કરી 9.51 લાખનો દારૂ અને વાહનો સહિત 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બંગલા નંબર 77 ખાતે હરીશ મીણા નામના આરોપી ને ઝડપી લઈ 4.58 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જ્યારે આ કેસના સુત્રધાર દિલીપ કલાસવા ઉર્ફે વિજય ઉર્ફે પ્રવિણ સહિત બે જણાને ફરાર  બુટલેગરની શોધખોળ શરુ કરી છે 

આ પણ વાંચોઃ હું એકલી છું કહીને મળવા બોલાવ્યો, પછી અચાનક સાત શખ્સો ત્રાટક્યા..: સુરતમાં હનીટ્રેપમાં ફસાયો રત્નકલાકાર, પોલીસે આ રીતે કરી મદદ

બુટલેગરો ગુજરાત પોલીસ ના હાથ ઝડપાય નહિ એ માટે થી રાજસ્થાન થી દારૂ ભરી એમ પી થઇ ગુજરાત ની ડાંગ બોર્ડર થી ગામડા ઓના રસ્તો મારફતે અમદાવાદ જિલ્લા માં પ્રવેશ કરી ને દારૂ કાર માં ભરી ને લાવતા હતા  કાર માં ઓછા પ્રમાણમાં ચોરી છુપી દેશી દારૂ-બિયરનો જથ્થો ભરીને બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મણીપુર ગામની સીમમાં આવેલા જલદીપ હોલિડે હોમ્સમાં આવેલા બંગલો ખાતે લવાતો હતો. બંગલામાં દારૂનો જથ્થો આવ્યા બાદ સૌરાષ્ટ્ર અને અમદાવાદ શહેર માં અને બોપલ શીલજ માં એક એક પેટી ની સપ્લાય નાના નાના બુટલેગરો ને વેચવામાં આવતો હતો. જે તમામ લોકોની પોલીસે તપાસ હાથ ધરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ