બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Jeweler trapped in honeytrap in Surat

કાર્યવાહી / હું એકલી છું કહીને મળવા બોલાવ્યો, પછી અચાનક સાત શખ્સો ત્રાટક્યા..: સુરતમાં હનીટ્રેપમાં ફસાયો રત્નકલાકાર, પોલીસે આ રીતે કરી મદદ

Vishal Khamar

Last Updated: 02:26 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં વધુ એક રત્નકલાકાર હનીટ્રેપનો શિકાર બન્યો છે. ફેસબુકમાં મિત્રતા કેળવી મહિલા અને તેનાં પતિએ હનીટ્રેપનો કારસો રચ્યો હતો. આ સમગ્ર મામલે રત્નકલાકારે જહાંગીર પોલીસ મથકે જાણ કરતા પોલીસે છટકું ગોઠવી મહિલા તેમજ તેનાં પતિની ધરપકડ કરી હતી.

સુરતમાં ફરી હનીટ્રેપની ઘટના સામે આવી છે. રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે ચાર આરોપીઓ ફરાર છે. ડભોલીમાં રત્નકલાકારને 7 લોકોની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. યુવતી દ્વારા રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ રત્નકલાકાર 70 હજાર રૂપિયા આપવા તૈયાર થયો હતો. રત્નકલાકારે 50 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં 5 હજાર રોકડા આપી દીધા હતા. 

પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્ની ચંદ્રની ધરપકડ કરી
આરોપીઓએ રત્નકલાકારનાં પિતાને જાણ કરવાની ધમકી આપી હતી. જે મામલે રત્નકલાકાર યુવકે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્નિ ચંદ્રની ધરપકડ કરી હતી. રત્નકલાકારની મિત્રતા નંદની સાથે ફેસબુકના માધ્યમથી થઈ હતી. 

વધુ વાંચોઃ ગુજરાતનું એક એવું ગામ, જ્યાં દીકરા-દીકરીઓ જ નહીં માતા-પિતા પણ છે ગોલ્ડ મેડાલિસ્ટ, છતાંય નોકરીના ફાંફા

કેટલાક શખ્સો આવી યુવકને બંધક બનાવી લઈ ગયા હતા
નંદની રત્નકલાકારને અવાર નવરા મળવા બોલાવતી હતી. પરંતું યુવક જતો ન હતો. નંદનીએ દબાણ કરતા 21 ફેબ્રુઆરીએ રાત્રે નંદનીને મળવા ગયો હતો. યુવક નંદની સાથે વાત કરતો ત્યારે કેટલાક શખ્શો આવી યુવકને બંધક બનાવ્યો હતો. તેમજ યુવકને બાઈક પર બેસાડી વરીયાવ રોડ પર લઈ ગયા હતા. મહિલાના પતિએ યુવકને દુષ્કર્મનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ