બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Lightning strikes from below, not from above, volcano defies gravity

OMG / VIDEO: ઉપરથી નહીં, નીચેથી ઉપર ત્રાટકી વીજળી, જ્વાળામુખીએ કરી ગુરુત્વાકર્ષણની ઐસીતૈસી

Vishal Khamar

Last Updated: 11:05 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે આકાશમાંથી વીજળી પડે છે. ગ્વાટેમાલામાં એક જ્વાળામુખી છે. જ્વાળામુખીમાંથી વીજળી આકાશમાં ત્રાટકે છે. એટલે પૃથ્વીથી આકાશ સુધી. તેને રિવર્સ લાઈટનિંગ કહેવામાં આવે છે. તેનો વીડિયો ટ્વિટર પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ પોતાનાં ટ્વિટર પર આ અંગે ટ્વિટ કર્યું છે.

  • સામાન્ય રીતે આકાશમાંથી વીજળી પડે
  • ગ્વાટેમાલામાં આવેલ જ્વાળામુખીમાંથી વીજળી આકાશમાં ત્રાટકે
  • વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો

ગ્વાટેમાલામાં એક જ્વાળામુખી છે. જે ખૂબ જ ખતરનાક છે. એન્ટિગુઆ શહેરમાં રહેલ એકટેનાંગો જ્વાળામુખીએ સ્ટ્રેટોવોલ્કેનો છે. એટલે કે જ્યારે પણ તેમાં વિસ્ફોટ થાય છે ત્યારે તેની રાખ વાતાવરણમાં ફેલાઈ જાય છે. ટ્વિટર પર આ જ્વાળામુખીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જ્વાળામુખી છેલ્લા 2 લાખ વર્ષોથી વિસ્ફોટ થઈ રહ્યો છે
આ થોડીક સેકન્ડનો વીડિયો ગયા મહિનાનો જાણવા મળી  રહ્યું છે. એકટેનાંગો જ્વાળામુખી 3976 મીટર એટલે કે 13,045 ફૂટ ઊંચો છે. તેની આસપાસ અન્ય ઘણા જ્વાળામુખી છે. જેના કારણે તેને ટ્રેસ હર્મનાસ એટલે કે ત્રણ બહેનો કહેવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ જ્વાળામુખીમાં ખાડો નથી. તેની ઉપર પાંચ કે તેથી વધુ જગ્યાએથી વિસ્ફોટ થાય છે. આ જ્વાળામુખી છેલ્લા 2 લાખ વર્ષોથી વિસ્ફોટ થઈ રહ્યો છે.

સૌથી વધુ કોફીનું ઉત્પાદન ખીણને અડીને આવેલા એનાકાફે વિસ્તારમાં થાય
અહીં પ્રાચીન વિસ્ફોટથી બનેલો સૌથી લાંબો હિમપ્રપાત 50 કિલોમીટર લાંબો હતો. જેના કારણે લગભગ 300 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ઘેરાયેલો છે. આશ્ચર્યની વાત એ છે કે એકટેનાંગો જ્વાળામુખીની ખીણમાં કોફીનું પુષ્કળ ઉત્પાદન થાય છે. સૌથી વધુ કોફીનું ઉત્પાદન ખીણને અડીને આવેલા એનાકાફે વિસ્તારમાં થાય છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Guatemala Lightning struck volcanic eruptions volcano જ્વાળામુખી જ્વાળામુખી ફાટી નીકળવો વીજળી ત્રાટકી World
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ