બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / lifestyle how to deal with overthinking jyada sochte hain kaise bache

લાઇફસ્ટાઇલ / શું તમને પણ વધારે પડતું વિચારવાની છે આદત? તો સાવધાન! જાણો ગેરફાયદા અને ઉપાય

Manisha Jogi

Last Updated: 04:59 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા સમયે તમામ બાબતોએ વિચારણાં કરવી તે એક સામાન્ય બાબત છે. જ્યારે આ વસ્તુ તમારા મગજમાંથી નીકળી શકતી નથી, ત્યારે તે ઓવરથિંકિંગ બની જાય છે.

  • કોઈપણ નિર્ણય લેતા પહેલા આપણે વધુ વિચારીએ છીએ
  • વસ્તુ મગજમાંથી ના નીકળે તો તે ઓવરથિંકિંગ બની જાય છે
  • આ ઉપાય અપનાવીને તમે ઓવરથિંકિંગથી બચી શકો છો

અનેક વાર કોઈપણ નિર્ણય લેતા પહેલા આપણે વધુ વિચારીએ છીએ. આ વિચાર એટલા વધુ હોય છે કે, તેના કારણે રાત્રે પણ ઊંઘ પણ આવતી નથી. નિર્ણય લેતા પહેલા કોઈપણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા સમયે તમામ બાબતોએ વિચારણાં કરવી તે એક સામાન્ય બાબત છે. જ્યારે આ વસ્તુ તમારા મગજમાંથી નીકળી શકતી નથી, ત્યારે તે ઓવરથિંકિંગ બની જાય છે. આ ઉપાય અપનાવીને તમે ઓવરથિંકિંગથી બચી શકો છો. 

ઓવરથિંકિંગથી બચવાના ઉપાય
મેડિટેશન કરો

નિયમિતરૂપે મેડિટેશન કરવાથી ગભરામણ દૂર થાય છે. ઓવરથિંકિંગથી બચી શકાય છે. દરરોજ 5 મિનિટ શાંત વાતાવરણમાં રહીને ખુદને સમય આપવાની કોશિશ કરો. 

ખુદનો વિસ્તાર કરો
અનેક વાર નાની નાની બાબતે વધુ વિચારવાથી તે બાબત મોટી બની જાય છે. તમારા મનમાં જે કંઈપણ ચાલી રહ્યું છે, તેની 5-10 વર્ષ પછી તમારા જીવન પર શું અસર થશે? શું આ બાબતોને કારણે તમારા જીવન પર અસર થશે. આ તમામ બાબતોને સમજો અને નાની નાની મુશ્કેલીઓને મોટી આફતમાં પરિવર્તિત ના થવા દેવી.

અન્ય વ્યક્તિ માટે કંઈક સારું કરો
તમે ખુદ પરથી ધ્યાન હટાવીને અન્ય લોકો વિશે વિચારો તો ઓવરથિંકિંગથી બચી શકો છો. ખરાબ સમયમાંથી પસાર થતી વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થવું તે અંગે વિચારવું.

સેલ્ફ લવ
કોઈપણ ભૂલ માટે ખુદને જવાબદાર ના ઠેરવો. જેથી વારંવાર ખુદને કહો કે, ‘હું જેવો છું તેવો ખુદનો સ્વીકાર કરું છું. હું મારા ખુદ માટે કાફી છું.’

ડરનો સામનો કરો
કેટલીક વસ્તુઓ નિયંત્રણ બહાર રહેશે તેનો સ્વીકાર કરતા શીખો. જેથી ઓવરથિંકિંગ પર અંકુશ લગાવી શકશો. નાની નાની તક શોધો અને જે બાબતે તમે હંમેશા ચિંતિત રહો છે, તે પરિસ્થિતિનો સામનો કરો. 

 (Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ