LIBYA FLOOD: લીબિયાનાં ડર્ના શહેરમાં 1 અઠવાડિયા સુધી વરસાદ વરસ્યો જેના લીધે વર્ષો જૂના 2 ડેમ તૂટી ગયાં. 1.80 કરોડ ટન પાણી ડર્ના શહેર પર ફરી વળ્યું. માહિતી અનુસાર 40 હજારથી વધારે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં છે.
વર્ષો જૂના 2 બંધ ડેમમાં વાવાઝોડાને લીધે પાણી ભરાયું
કમજોર ડેમ પાણી ઝીલી ન શક્યાં અને નીચે આવેલું ડર્ના શહેર ડૂબી ગયું
એક ડેમ તૂટવાથી કેટલી તબાહી મચી શકે છે તે લીબિયાનાં ડર્ના શહેરને જોઈને જાણી શકાય છે. ઘરોમાં પાણી અને કીચડ ભરાઈ ગયાં છે. માટી અને મલબામાંથી શવ કાઢવામાં આવી રહ્યાં છે. શહેરમાં બીમારીઓ પણ ફેલાવાનો ભય છે. મીડિયા રિપોર્ટ અનુસાર આશરે 44000 લોકો આ ડેમ તૂટવાનાં કારણે મૃત્યુ પામ્યાં છે.સવા લાખની આબાદીવાળાં ડર્ના શહેરની હાલત અત્યારે ઘણી ખરાબ જણાઈ રહી છે. ચારેય બાજુ તૂટેલી બિલ્ડિંગ, કીચડ, એક કારની ઉપર બીજી કાર દેખાઈ રહી છે.
I haven’t been able to stop watching footage of the floods ripping through Libya. I can’t imagine being one of the many who still have not heard back from their relatives. I remember the raging waters of hurricane Katrina. I’ve never seen anything like this. So many in the last… pic.twitter.com/TvFUcRYsci
શું છે સમગ્ર ઘટના?
ડર્નામાં યૂગોસ્લાવિયાની કંપનીએ 1970માં 2 બંધ બનાવડાવ્યાં હતાં. પહેલો બંધ 75 મીટર ઊંચો હતો જેમાં 1.80 કરોડ ક્યૂબિક મીટર પાણી આવતું હતું. બીજો બંધ 45 મીટર ઊંચો હતો. ત્યાં 15 લાખ ક્યૂબિક મીટર પાણી જમા થતું હતું. દરેક ક્યૂબિક મીટર પાણીમાં એક ટન વજન હોય છે. બંને ડેમમાં આશરે 2 કરોડ ટન પાણી હતું જેની નીચે ડર્ના શહેર વસ્યું હતું.
📢⚠️ Flash appeal:
The situation in northeast #Libya in the wake of #StormDaniel is critical.
US$71.4 million is required to provide immediate life-saving aid to 250,000 people affected by the floods and respond to their most urgent and severe needs. 👉 https://t.co/13DNxj6jK0pic.twitter.com/L1j4RClXpW
દેખરેખ ન થવાને કારણે બની દુર્ઘટના
માહિતી અનુસાર છેલ્લાં 20 વર્ષોથી આ ડેમની દેખરેખ નહોતી થઈ રહી. ડેમ તો ખાલી હતાં પરંતુ આ ડેમને સમારકામની જરૂર હતી. ડેનિયલ વાવાઝોડાએ એટલું પાણી ભરી દીધું કે જૂના અને કમજોર ડેમ તેને સંભાળી ન શક્યાં. બંધ તૂટ્યો અને તેની નીચે રહેલ શહેર ડર્ના બરબાદ થઈ ગયું.
First an earthquake in Morocco
Then floods in Libya
Then an earthquake Indonesia
Now fires in Algeria
May Allah have mercy on all who have been affected, grant the Muslims amongst the deceased jannah and enable us to fear Him as He ought to be feared and take heed of His signs pic.twitter.com/5MnyXJ3PKH
એક અઠવાડિયા સુધી ડેનિયલ વાવાઝોડાનો પ્રકોપ
બંને બંધને કોન્ક્રીટથી બનાવવામાં આવ્યાં હતાં. તેમાં ગ્લોરીહોલ પણ હતાં જેથી પાણી ઓવરફ્લો ન થાય. પરંતુ તેમાં લાકડાઓ ફંસાઈ ગયાં હતાં અને તે બંધ થઈ ગયો હતો. મેંટેનંસ પર કોઈએ ધ્યાન ન આપ્યું અને કચરો જમા થતો ગયો. આ કારણે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે પાણી ડેમમાં ભરાવા લાગ્યું. એક અઠવાડિયા સુધી આવેલ ડેનિયલ વાવાઝોડાએ ડેમને પાણીથી ભરી નાખ્યું.
ડેમ તૂટ્યાં અને શહેર ડૂબ્યું
ડેમમાં પાણી ઉપર સુધી ભરાઈ ગયું. થોડી જ વારમાં ડેમ તૂટી ગયો. એકસાથે 1.80 કરોડ ટન પાણી નીચેની તરફ ફેલાઈ ગયું. અને નીચે વાળા ડેમમાં પાણીને રોકવાની ક્ષમતા ન હતી જેથી શહેર ડૂબી ગયું.