બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Leaders of 15 parties gathered in Patna, Rahul Gandhi said- We are going to defeat BJP together.

BIG NEWS / 2024 માટે હમ સાથ-સાથ હૈં! પટનામાં એકત્ર થયા 15 પાર્ટીઓના નેતા, રાહુલ ગાંધીએ કહ્યું- અમે ભેગા થઈને BJPને હરાવવા જઈ રહ્યા છીએ

Megha

Last Updated: 02:44 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે અમે ભેગા થઈને ભાજપને હરાવવા જઈ રહ્યા છીએ. દેશમાં બે વિચારધારાઓનું યુદ્ધ ચાલી રહ્યું છે.એક કોંગ્રેસની 'ભારત જોડો'તો બીજી ભાજપ-RSSની 'ભારત તોડો'

  • પટનામાં વિપક્ષી દળોની ભવ્ય બેઠકનું આયોજન થયું છે
  • ભેગા થઈને ભાજપને હરાવવા જઈ રહ્યા છીએ- રાહુલ ગાંધી 
  • એક તરફ કોંગ્રેસની 'ભારત જોડો'તો બીજી તરફ ભાજપ-આરએસએસની 'ભારત તોડો'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યુએસ પ્રવાસનો છેલ્લો દિવસ છે. તેઓ આવતીકાલે ઇજિપ્ત જવા રવાના થશે. બીજી તરફ આજે પટનામાં વિપક્ષી દળોની ભવ્ય બેઠકનું આયોજન થયું છે જેના માટે વિપક્ષી નેતાઓ ત્યાં એકઠા થયા છે. હાલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે તમામ વિપક્ષી દળોને એક કરવામાં વ્યસ્ત છે. આ મેગા બેઠકમાં બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીને આ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ સાથે જ રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી પણ આ બેઠકમાં ભાગ લેશે નહીં. 

ભેગા થઈને ભાજપને હરાવવા જઈ રહ્યા છીએ- રાહુલ ગાંધી 
પટનામાં વિપક્ષી દળોની પહેલી મોટી બેઠક મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને શરૂ થઈ ગઈ છે જેમાં બેઠકમાં 15 પક્ષોના નેતાઓ પહોંચી ગયા છે. જેમાં ભાજપ સામે લડવા માટે રોડમેપ તૈયાર કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે શુક્રવારે સવારે પટના પહોંચ્યા હતા. રાહુલ અને ખડગે સૌથી પહેલા એરપોર્ટથી સીધા કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા. અહીં રાહુલે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે અમે ભેગા થઈને ભાજપને હરાવવા જઈ રહ્યા છીએ. દેશમાં બે વિચારધારાઓનું યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ કોંગ્રેસની 'ભારત જોડો 'ની વિચારધારા છે તો બીજી તરફ ભાજપ-આરએસએસની 'ભારત તોડો' છે.

ચૂંટણીની રણનીતિ ઘડવા માટે 15 પક્ષો ભેગા
આજે સવારે 11 વાગ્યે પટનામાં વિપક્ષની સામાન્ય સભા, 2024ની ચૂંટણીની રણનીતિ ઘડવા માટે 15 પક્ષો ભેગા થશે. ભાજપ સામે 15 પક્ષો એક થઈને 153 લોકસભા બેઠકો ધરાવે છે, જ્યારે એકલા ભાજપ પાસે 303 લોકસભા બેઠકો છે. વિપક્ષી એકતાના અભિયાનમાં સામેલ પક્ષોમાં કોંગ્રેસને સૌથી વધુ 53 બેઠકો મળી છે. આરજેડી, સીપીઆઈએમએલ અને પીડીપી સહિત ત્રણ પક્ષો એવા છે જેમની પાસે લોકસભાની એક પણ સીટ નથી. આ સિવાય 11 અન્ય પક્ષો પાસે 100 બેઠકો છે.

વિપક્ષે એક થઈને ભાજપને હરાવવું જોઈએ 
વિપક્ષી એકતા માટે પોતાના સ્વાર્થની અવગણના કરીને કેન્દ્રમાં ભાજપને હરાવવાની કાળજી લેવી જોઈએ તે અંગે ચર્ચા થશે. દેશના સળગતા પ્રશ્નો અંગે વિપક્ષના હોદ્દેદારો પોતાના મંતવ્યો રજૂ કરશે મુખ્યમંત્રીના પ્રારંભિક સંબોધનથી શરૂ થનારી આ સામાન્ય સભામાં દેશના સળગતા પ્રશ્નો અંગે વિપક્ષના હોદ્દેદારો પોતાનો અભિપ્રાય રજૂ કરશે. આ ક્રમમાં મોંઘવારી, બેરોજગારી, ધાર્મિક ઉન્માદને વેગ આપવા અને બંધારણીય સંસ્થાઓ પર ભાજપના કબજા અંગે વિશેષ ચર્ચા થશે. સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા અંગે પણ ચર્ચા થશે.

દેશને બચાવવા માટે વિપક્ષનું એક થવું જરૂરી 
દેશને બચાવવા માટે વિપક્ષનું એક થવું કેટલું જરૂરી છે તે જણાવવામાં આવશે. જો વાત આગળ વધશે તો કન્વીનરનું નામ પણ નક્કી કરવામાં આવશે.પટનામાં વિપક્ષી એકતાની સામાન્ય સભા યોજવાનો પ્રસ્તાવ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપ્યો હતો. આ સામાન્ય સભાની તારીખ નક્કી થયા બાદ રાહુલ ગાંધી દેશમાં ન હોવાના કારણે તેને સ્થગિત કરવી પડી હતી. તેમના આગમન બાદ સામાન્ય સભાની નવી તારીખ નક્કી કરવામાં આવી હતી. જો બધુ બરાબર પાર પડશે તો વિપક્ષી એકતાની ઝુંબેશને વધુ આગળ લઈ જવા માટે આ સામાન્ય સભામાં સંયોજકનું નામ પણ નક્કી કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

15 વિપક્ષી પાર્ટીઓ પાસે લોકસભામાં 150 થી વધુ સીટો  
પટનામાં ભાજપ સામે 15 પક્ષો એક થઈને 153 લોકસભા બેઠકો ધરાવે છે, જ્યારે એકલા ભાજપ પાસે 303 લોકસભા બેઠકો છે. વિપક્ષી એકતાના અભિયાનમાં સામેલ પક્ષોમાં કોંગ્રેસને સૌથી વધુ 53 બેઠકો મળી છે. આરજેડી, સીપીઆઈએમએલ અને પીડીપી સહિત ત્રણ પક્ષો એવા છે જેમની પાસે લોકસભાની એક પણ સીટ નથી. આ સિવાય 11 અન્ય પક્ષો પાસે 100 બેઠકો છે. તેમાંથી સૌથી વધુ 24 સીટો ડીએમકે પાસે છે. આ સિવાય મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પાસે 23, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે 19 અને યજમાન JDU પાસે 16 લોકસભા બેઠકો છે. 

વિરોધ પક્ષોની તાકાત-લોકસભા સાંસદો

  • કોંગ્રેસ:-53
  • DMK:-24
  • TMC:-23 
  • શિવસેના:-19
  • JDU:-16 
  • NCP:-05 
  • સમાજવાદી પાર્ટી:-03
  • નેશનલ કોન્ફરન્સ:-03 
  • CPM:-03 
  • CPI:-02 
  • JMM:-01 
  • AAP:-01 
  • RJD:-00 
  • PDP:-00
  • ભાકપા માલે:-00

કોણ કોણ પહોંચ્યું બેઠકમાં ? 

  • બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
  • પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન
  • CPI નેતા ડી રાજા
  • મહેબૂબા મુફ્તી, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન

આજે કોણ કોણ આવશે ? 

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી
  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
  • યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ
  • ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને NCP સુપ્રીમો શરદ પવાર
  • મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે
  • CPIM મહાસચિવ સીતારામ યેચુરી
  • તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન
  • જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા
  • ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન

પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે

  • એમકે સ્ટાલિન - તમિલનાડુ
  • મમતા બેનરજી - પશ્ચિમ બંગાળ
  • અરવિંદ કેજરીવાલ - દિલ્હી
  • ભગવંત માન - પંજાબ
  • હેમંત સોરેન - ઝારખંડ

કયા પૂર્વ મુખ્યમંત્રી હાજર રહેશે ? 

  • અખિલેશ યાદવ - યુપી
  • ઉદ્ધવ ઠાકરે - મહારાષ્ટ્ર
  • મહેબૂબા મુફ્તી - જમ્મુ અને કાશ્મીર
  • ઓમર અબ્દુલ્લા - જમ્મુ અને કાશ્મીર

આ પક્ષો આજથી બેઠકમાં રહેશે હાજર 

  • કોંગ્રેસ
  • આરજેડી
  • જેડીયુ
  • એસપી
  • તૃણમૂલ કોંગ્રેસ
  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી
  • ડીએમકે
  • CPI
  • CPM
  • CPI (ML)
  • શિવસેના (ઉદ્ધવ-બાલા સાહેબ ઠાકરે)
  • પીડીપી
  • નેશનલ કોન્ફરન્સ
  • આપ 
  • આરએલડી
  • ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ