બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / 'Laziest Citizen' competition in Montenegro has people lying down for over 25 days

OMG / અઘરી નોટો.! સૌથી વધુ આળસુ બનવાની જામી કોમ્પિટિશન, જીતવા પર મળશે આટલા રૂપિયા, નિયમ પણ કઠિન

Vaidehi

Last Updated: 06:59 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરી મોંટેનેગ્રોનાં ગામ બ્રેઝનામાં 'સૌથી મોટો આળસુ કોણ' એવી વિચિત્ર અને અનોખી સ્પર્ધા ચાલી રહી છે. અહીં તમારે સાબિત કરવાનું રહેશે કે સૌથી વધુ આળસુ માત્ર તમે જ છો.

  • મોંટેનેગ્રોનાં ગામમાં ચાલી રહી છે વિચિત્ર સ્પર્ધા
  • છેલ્લાં 25 દિવસથી સ્પર્ધકો પલંગ પર સૂતેલા છે
  • સ્પર્ધાનું નામ છે 'સૌથી મોટો આળસુ કોણ'

તમે આજ સુધી અનેક પ્રકારની સ્પર્ધાઓ વિશે સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય આળસુઓની સ્પર્ધા વિશે સાંભળ્યું છે? ઉત્તરી મોંટેનેગ્રોનાં ગામ બ્રેઝનામાં 'સૌથી મોટો આળસુ કોણ' એવી સ્પર્ધા ચાલી રહી છે.  જો તમે સાબિત કરી દીધું કે તમે સૌથી વધારે આળસુ છો તો તમને ઈનામ આપવામાં આવશે.

જીતવા માટે શું કરવાનું?
આ સ્પર્ધા જીતવા માટેનાં નિયમો પણ સ્પર્ધાની જેમ જ અલગ છે. આ સ્પર્ધામાં જે લોકો પણ ભાગ લેશે તેમણે પોતાના બધાં જ કામ લેટ કરવાનાં રહેશે. પછી તે ખાવા-પીવાનું કામ હોય કે પછી મોબાઈલ ચલાવવાવું. જો તમને બુક પણ વાંચવી છે તો બેડ પર પડ્યા રહીને જ વાંચવાની રહેશે. આ સ્પર્ધામાં જો તમે થોડીવાર માટે પણ ઊઠ્યાં તો નિયમનું ઉલ્લંઘન માનવામાં આવશે અને સ્પર્ધાની બહાર કરી દેવામાં આવશે. પરંતુ અહીં તમને દર 8 કલાકમાં 10 મિનીટનો બ્રેક આપવામાં આવશે જેથી તમે ટોયલેટ જઈ શકો.

છેલ્લાં 12 વર્ષોથી ચાલી રહી છે આ સ્પર્ધા
મીડિયા એજન્સી અનુસાર આ સ્પર્ધા છેલ્લાં 12 વર્ષોથી આયોજિત થઈ રહી છે. આ સ્પર્ધા શરૂ થયે આશરે 25 દિવસ થઈ ચૂક્યાં છે પરંતુ 7 સ્પર્ધકો હજુ સુધી પોતાના બેડ પર જ સૂતેલા છે અને જીતવાની રાહ જોઈ રહ્યાં છે. ગયાવર્ષનો રેકોર્ડ 117 કલાકનો હતો જે તૂટી ગયો છે. પરંતુ સ્પર્ધામાં હજુ સુધી સ્પર્ધકો સૂતેલા છે તેથી ગેમ ચાલુ છે.

જીતનારને મળશે આ ઈનામ
આ સ્પર્ધા જીતનારા વ્યક્તિને 1070 ડોલરનું ઈનામ મળશે એટલે કે આશરે 89 હજાર રૂપિયા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ