બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / laxman savadi quite bjp joins congress says Even after death, don't take my dead body in front of BJP office

રાજકારણ / મર્યા પછી મારો મૃતદેહ પણ BJP ઑફિસ સામે ન લઈ જતાં...: ફાયરબ્રાન્ડ નેતા કેમ થઈ ગયા નારાજ? કાઢી હૈયાવરાળ

Megha

Last Updated: 01:36 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા લક્ષ્મણ સાવદીએ કહ્યું કર,'મેં ભાજપ સાથે કામ કર્યું હતું પણ હવે બહુ થયું.

  • લક્ષ્મણ સાવદીએ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો
  • મારી લાશને પણ ભાજપ કાર્યાલયની સામેથી ન લઈ જવી - સાવદી
  • અમે તેમની પ્રતિષ્ઠાથી વાકેફ છીએ - શિવકુમાર 

કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપનાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવદીએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પ્રદેશ એકમના અધ્યક્ષ ડીકે શિવકુમાર સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા બાદ સાવદીએ નિર્ણય લીધો હતો.

અમે તેમની પ્રતિષ્ઠાથી વાકેફ છીએ - શિવકુમાર 
શિવકુમાર સાથે મુલાકાત દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાઅને કોંગ્રેસના મહાસચિવ અને કર્ણાટકના પાર્ટી પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા પણ હાજર હતા સાવદી અને સિદ્ધારમૈયાની હાજરીમાં મીડિયાને સંબોધતા શિવકુમારે કહ્યું, "સાવદી સાથે અમારી મુલાકાત સારી રહી અને અમે તેમની પ્રતિષ્ઠાથી વાકેફ છીએ. હવે તેઓ સ્વેચ્છાએ કોંગ્રેસ પરિવારના સભ્ય બનવા માટે સંમત થયા છે અને તેઓ પાર્ટીની વિચારધારાને અમારી સાથે જોડાવવા માંગે છે. 

મારી લાશને પણ ભાજપ કાર્યાલયની સામેથી ન લઈ જવી
આ સાથે જ કર્ણાટકના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા લક્ષ્મણ સાવદીએ કહ્યું કર,'મેં ભાજપ સાથે કામ કર્યું હતું પણ હવે બહુ થયું. હવે એવી પરિસ્થિતિ છે કે મારા મૃત્યુ પછી મારી લાશને પણ ભાજપ કાર્યાલયની સામેથી ન લઈ જવી.' હવે અથાનીથી ભાજપના મહેશ કુમથલ્લી સામે તેઓ મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે, એમને 2018માં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીને હરાવ્યા હતા.

ભાજપે વચન પાળ્યું નહીં
આ વિશે વાત કરતાં સાવદીએ આગળ જણાવ્યું હતું કે, 'તેઓ ભાજપ પ્રત્યે વફાદાર રહ્યા હતા અને રાજ્યના અન્ય ભાગોમાં પણ પાર્ટીના ઉમેદવારોને જીતાડવામાં મદદ કરી  હતું પણ પાર્ટીએ તેમને અથાની 2023ની વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારવાનું વચન પાળ્યું નહીં.  નોંધનીય છે કે સાવદી બેલાગવી જિલ્લાના અથાનીથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે એવામાં આ વખતે સાવદીની વિનંતીને અવગણીને ભાજપે આ અઠવાડિયની શરૂઆતમાં બેઠક વર્તમાન ધારાસભ્ય મહેશ કુમથલ્લીને આપી હતી. 

આ મારું અપમાન છે
સાવદીએ હાલમાં ભાજપની ટિકિટ પર વિધાન પરિષદ (MLC)ના સભ્ય છે અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, 'ભાજપે શાસક પક્ષ પાસેથી નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની માંગણી કરી ન હતી પણ જાણ કર્યા વિના પદ પરથી દૂર કરવામાં આવ્યા જે મારુ અપમાન છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ