બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Late night eating habits is dangerous for your health

Health Tips / મોડી રાત્રે ભોજન કરનારા લોકોના હેલ્થ માટે વોર્નિંગ બેલ, આટલા વાગ્યા પછી જમતા હોય આજે કરી દેજો બંધ, નહીંતર આ રોગોને આપશો આમંત્રણ

Vaidehi

Last Updated: 07:22 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત્રે 9 વાગ્યા પછી જમવું એ હેલ્થ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.રાતના જમવા અને સૂવા વચ્ચે લગભગ બેથી ત્રણ કલાકનો સમય હોવો જોઈએ.

  • મોડી રાત્રે જમવું શરીર માટે હાનિકારક
  • શુગર, બીપી, મેદસ્વિતાને આપી શકે છે આમંત્રણ
  • ગ્લુકોઝ અને મેટાબોલિઝમની સમસ્યાનો પણ કરવો પડી શકે સામનો

ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે ડિનર વહેલું કરી લેવું જોઈએ, પરંતુ વિચારો આપણામાંથી કેટલા લોકો તે વાતને ફોલો કરતા હશે અને કેટલા લોકો એવા હશે, જે મોડી રાતે જમતા હશે? ઘણા લોકો એવા હોય છે, જેમનો ઓફિસથી આવવાનો સમય જ ૧૦ વાગ્યાનો હોય છે, પછી તેઓ ડિનર કરે છે. રાતના નવ વાગ્યા પછી જમવું હેલ્થ માટે ખતરનાક છે. ઘણા લોકો વીકએન્ડમાં રાતે જાગે અને સ્નેક્સનો ડબો લઈને બેસી જતા હોય છે. આ બધી આદતો ખતરનાક સાબિત થઈ શકે છે.

આજકાલ મોટા ભાગના લોકોમાં શુગર અને મેદ‌િસ્વતાની સમસ્યા જોવા મળે છે. શું તમે જાણો છો કે નાની ઉંમરમાં લોકોને આવી સમસ્યાઓ કેમ થાય છે? મોડી રાતે જમવાની આદત તમારાં શુગર, બીપી અને મેદ‌િસ્વતા વધારી શકે છે. નિષ્ણાતો કહે છે કે રાતના જમવા અને સૂવા વચ્ચે લગભગ બેથી ત્રણ કલાકનો સમય હોવો જોઈએ. તેના લીધે ખોરાકનું પાચન સરળતાથી થઈ જાય છે, જોકે મોટા ભાગના લોકો આ વાતને ફોલો કરતા નથી. શુગર અને મેદ‌િસ્વતાના લીધે હાર્ટ સંબંધિત બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.

ગ્લુકોઝ અને મેટાબોલિઝમની સમસ્યા
મોડી રાતે જમવાના કારણે માણસના શરીરમાં ગ્લુકોઝ અને મેટાબોલિઝમની સમસ્યા થાય છે. આ કારણે શરીર શુગર, મેદ‌િસ્વતા અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાય છે.

નોર્મલ ફાસ્ટિંગ સ્ટેટમાં સમસ્યા
રાતે મોડા જમવાથી ભોજનને શરીરના નોર્મલ ફાસ્ટિંગ સ્ટેટમાં પહોંચવામાં ઘણો સમય લાગે છે. આ કારણે ભોજનને પચવામાં પણ તકલીફ પડે છે. નોર્મલ ફાસ્ટિંગનું તાત્પર્ય એક ભોજનથી બીજા ભોજનને કરવાનું હોય છે. આ માટે સામાન્ય રીતે આઠથી દસ કલાક જેટલો સમય લાગે છે.

મોડી રાતે ભૂખ લાગે તો શું ખાશો
આજના સમયમાં મોટા ભાગના લોકો રાતના સમયે કામ કરે છે, જે કારણે રાતે ભૂખ લાગવી સ્વાભાવિક છે. આ કારણે લોકો પેક્ડ અને ફ્રાઇડ ફૂડ ખાય છે. જે આરોગ્ય માટે યોગ્ય નથી. જો તમે પણ તેમ કરી રહ્યાં હો તો તેનાથી બચવું જોઈએ. જો ખાવું જ પડે એમ હોય તમે ઘરનું સાદું જમી શકો છો. ઘરના જમવામાં પણ તેલ, શુગર કે મસાલાની માત્રા વધુ ન હોવી જોઇએ. તમે રાતે ચા કે કોફી પીતાં હો તો તેની સાથે શેકેલા મખના, અખરોટ કે સીડ્સ ખાઈ શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ