બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બોલીવુડમાં પોતાના 70 વર્ષના કાર્યકાળ દરમિયાન જબરજસ્ત ગીતો ગાઈને, અભૂતપૂર્વ પ્રદાન કરીને Lata Mangeshkarએ ભારતીય સંગીતને જ બદલી નાખ્યું છે. લતાજીએ પહેલીવાર ગીત 5 વર્ષની ઉંમરે ગાયું હતું, ત્યાંથી લઈને ભારતની બુલબુલ બનવા સુધીની સફરની અનેક પેઢીઓ સાક્ષી છે. લગ જા ગલે, અજીબ દાસ્તાન હૈ યે, તેરે બિના ઝિંદગી મેં જેવા તેમના ગીતો આજે પણ આપણે ગણગણીએ છીએ. આજે આ લેજન્ડરી સિંગર લતાજીની પુણ્યતિથિ છે, ત્યારે તેમના વિશેની એવી અજાણી વાતો અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, જે તમે આજ સુધી ક્યાંય નહીં વાંચી હોય.
ADVERTISEMENT
જ્યારે લતાજીને ઝેર આપવામાં આવ્યું
મીડિયા રિપોર્ટ્સ મુજબ લતા મંગેશકરની હત્યાની કોશિશ થઈ હતી. તેમને ભોજનમાં સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. જેને કારણે લતાજી 3 મહિના સુધી બેડ રેસ્ટ પર રહ્યા હતા અને ગાઈ નહોતા શક્યા.
ADVERTISEMENT
લતા મંગેશકરનું સાચું નામ ‘લતા’ નહોતું.
28 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મેલા લતા મંગેશકરનું સાચું નામ લતા નહોતું. તેઓ જન્મ્યા ત્યારે પરિવાર દ્વારા તેમનું નામ હેમા રખવામાં આવ્યું હતું. પરંતુ તેમના પિતાના સફલ નાટક ભાવ બંધનના તે સમયે ખૂબ જાણીતા પાત્ર લતિકા પરથી તેમનું નામ બદલીને લતા કરી દેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરના પિતા દિનાનાથ મંગેશકર થિયેટર એક્ટર અને ક્લાસિકલ સિંગર હતા. લતાજીએ તેમની પાસે જ 5 વર્ષની ઉંમરે તાલીમ લેવાની શરૂઆત કરી હતી.
ADVERTISEMENT
ક્યારેય નહોતા સાંભળતા પોતાના ગીતો
આપણે સૌ અને આખું વિશ્વ લતા મંગેશકરજીના ગીતો સાંભળીને ખુશ થઈએ છીએ, પરંતુ તેમણે ક્યારેય પોતાના ગીતો રેકોર્ડ કર્યા બાદ સાંભળ્યા નહોતા. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે જો તેઓ પોતાના ગીતો સાંભળશે, તો તેમને તેમાં સો ભૂલો દેખાશે.
ADVERTISEMENT
બોલીવુડમાં રોયલ્ટી અને વધુ પેમેન્ટ માગનાર પહેલા મહિલા સિંગર
લતા મંગેશકર પહેલા એવા મહિલા સિંગર હતા, જેમણે પ્રોડ્યુસર્સ પાસેથી પોતે ગાયેલા ગીતોની રોયલ્ટી અને વધુ પેમેન્ટની માગ કરી હતી. લતા મંગેશકરજીએ પોતાના જીવનમાં 50 હજારથી વધુ ગીતો ગાયા છે, અને આ બધા જ ગીતો 14 જુદી જુદી ભાષાઓમાં તેમણે રેકોર્ડ કર્યા છે. 1974માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવા બદલ તેમનું નામ નોંધવામાં આવ્યું હતું. લતાજીને પદ્મ ભૂષણ, પદ્મ વિભુષણ, દાદા સાહેબ ફાળકે સહિત પોતાના યોગદાન માટે સંખ્યાબંધ નેશનલ ફિલ્મ એવોર્ડ્ઝ પણ મળ્યા છે.
ADVERTISEMENT
લતાજીને ખૂબ ગમતું ક્રિકેટ
લતા મંગેશકરને મ્યુઝિકની સાથે સાથે ક્રિકેટ મેચ જોવી ખૂબ જ ગમતી હતી. 2011ના વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતની જીત માટે તેમણે ઉપવાસ પણ કર્યો હતો. લતાજીને ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકર સાથે પણ ખૂબ સારા સંબંધ હતા. સચિન તેમને આઈ (મરાઠીમાં માતા) કહીને સંબોધતા હતા. 1983માં વર્લ્ડકપ જીતનાર ક્રિકેટ ટીમને ઈનામ આપવા માટેનું ફંડ ભેગું કરવામાં પણ લતાજીએ મદદ કરી હતી.
રાજકારણનો પણ બની ચૂક્યા છે ભાગ
લતા મંગેશકર 1999થી 2006ની વચ્ચે રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. જો કે, ખરાબ તબિયતને કારણે રાજ્યસભામાં ન આવવા બદલ તેમની ટીકા પણ થઈ હતી. પરંતુ સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે 1 રૂપિયો પણ પગાર નહોતો લીધો.
લતા મંગેશકરને પણ થયો હતો પ્રેમ
આપણે સૌ જાણીએ છીએ કે મધુર અવાજ ધરાવતા લતા મંગેશકરે ક્યારેય લગ્ન નથી કર્યા. પરંતુ તેની પાછળ તેમની અધરી લવ સ્ટોરી જવાબદાર છે.લતા મંગેશકર તે સમયે BCCIના પ્રેસિડેન્ટ રહેલા ડુંગરપુરના મહારાજા રાજસિંહના પ્રેમમાં હતા. પરંતુ લતાજી પોતે રોયલ પરિવારના હોવાને કારણે, રાજસિંહના પરિવારે આ લગ્ન ન થવા દીધા. રાજસિંહ લતા મંગેશકરને મીઠ્ઠુ નામે બોલાવતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.