બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / largest attack on Houthi rebels Armies of seven countries, including the US, launched a joint attack

BIG NEWS / અમેરિકા સહિત સાત દેશોની સેનાઓએ મળીને કર્યો અટેક: હૂતી વિદ્રોહીઓ પર સૌથી મોટો હુમલો

Megha

Last Updated: 12:32 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

7 દેશોએ સંયુક્ત રીતે હૂતી વિદ્રોહીઓ પર હુમલો કર્યો છે. સાત દેશોની સેનાએ એક સાથે 18 ટાર્ગેટને નિશાન બનાવ્યા છે અને હુમલામાં ભાગ લેનારા દેશોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે.

America attack on Houthi Rebels: અમેરિકા અને બ્રિટને યમનમાં હૂતી વિદ્રોહીઓના સ્થાનો પર મોટો હુમલો કર્યો છે. બંને દેશોની સેનાઓએ રાજધાની સનાની આસપાસ હૂતીઓની 18 જગ્યાઓને નિશાન બનાવી છે. અને આ હુમલાને ઓસ્ટ્રેલિયા, બહેરીન, ડેનમાર્ક, કેનેડા, નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.

હુમલા અંગે અમેરિકાએ શું કહ્યું? 
એક સંયુક્ત નિવેદનમાં, પેન્ટાગોને જણાવ્યું હતું કે, "ખાસ કરીને હૂતીની ભૂગર્ભ શસ્ત્રો સંગ્રહ સુવિધાઓ, મિસાઈલ સંગ્રહ સુવિધાઓ, માનવરહિત હવાઈ પ્રણાલી, હવાઈ સંરક્ષણ પ્રણાલી અને રડાર સહીત  8 સ્થળોએ હૂતી વિદ્રોહીઓના 18 લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાનો ઉદેશ્ય વૈશ્વિક વેપાર, નૌકાદળના જહાજો અને નિર્દોષ નાવિકોના જીવનને જોખમમાં મૂકવા માટે હૂતીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ક્ષમતાઓને ખલેલ પહોંચાડવાનો હતો."

અમેરિકા વધુ હુમલા કરતાં ખચકાશે નહીં
યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને જણાવ્યું હતું કે યુ.એસ. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગોમાંના એકમાં જીવન અને વાણિજ્યના મુક્ત પ્રવાહને બચાવવા માટે જરૂરી પગલાં લેવામાં અચકાશે નહીં.

બ્રિટનના સંરક્ષણ સચિવે જણાવ્યું હતું કે, "સમુદ્ર અને જળમાર્ગો પર જીવનનું રક્ષણ કરવાની અમારી ફરજ છે. તેથી જ રોયલ એર ફોર્સ યમનમાં હૂતીઓના લક્ષ્યોને અમે રોકીશું.' 

વધુ વાંચો: ન્યૂયોર્કમાં ભારતીય પત્રકારનું નિધન: ઈ-બાઇકની બેટરીના કારણે આગ લાગી હતી આગ

આ વિશે હૂતીઓએ કહ્યું કે આ હુમલો યમનને પેલેસ્ટિનિયન લોકોને સહાય પૂરી પાડવાથી રોકવાનો દયનીય પ્રયાસ હતો. જાણીતું છે કે હૂતીઓએ 19 નવેમ્બરથી લાલ સમુદ્ર અને એડનની ખાડીમાં ઓછામાં ઓછા 57 વખત જહાજો પર હુમલો કર્યો છે. ગયા અઠવાડિયે જ, હૂતીઓએ બ્રિટિશ માલિકીના કાર્ગો જહાજ અને યુએસ ડિસ્ટ્રોયર પર ડ્રોન હુમલાની જવાબદારી લીધી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ